ગ્રેટિટ્યુડઃ સફળ જીવનની ગુરુચાવી
ગ્રેટિટ્યુડઃ સફળ જીવનની ગુરુચાવી ઘણી વાર એવું બને છે કે આપણે કોઈ જગ્યાએ કે કોઈ પરિસ્થિતિમાં અટકાઈ જઈએ છીએ અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. આવી પરિસ્થિતિમાં જાણીતી કે અજાણી વ્યક્તિ આવીને મદદ કરી જાય છે અને આપણો રસ્તો ઈઝી થઈ જાય છે. જીવનમાં દરેક તબક્કે મદદરૂપ થતી વ્યક્તિનો આભાર માનવો જરૂરી છે. જીવનમાં કૃતજ્ઞ થશો તો ધાર્યા કરતાં વધુ સારા પરિણામો મળશે એ પાક્કું. તેથી ગ્રેટિટ્યુડ રાખવું જરૂરી છે. જીવનમાં જે પણ સારા કર્મોને કારણે ભગવાન અને કુદરત દ્વારા મળતા આશીર્વાદની કદર કરવાનું અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવું જરૂરી છે. સ્વેચ્છાએ અન્યને ખુશી આપતા કાર્યો કરવા જોઈએ. માનવતા જીવંત રહેશે તો ભગવાન આપણને સારા આશીર્વાદ આપશે. બાળકોને પણ ચોક્કસ સાંસ્કૃતિક મૂલ્યો, આદર અને દયાનો ભાવ કેળવવો જોઈએ જે તેમને ભવિષ્યમાં એક સારો મનુષ્ય બનાવશે અને સમાજને ઘડવામાં મદદરૂપ બનશે. મારા માતા-પિતા અને બહેર સાથે તાજેતરમાં ગોકુળ, મથુરા અને વૃંદાવનની તીર્થયાત્રા પર ગયા હતાં. પ્રવાસ પહેલા મારા પિતાએ મને પૂછ્યું કે શું તું તારા બિઝી શેડ્યુલમાં આટલો ટાઈમ મળી શકશે? તો મેં જવાબમાં જણાવ્યું કે, શું મને તે સમયની ...