Posts

Showing posts from August, 2021

ઉત્કૃષ્ટતાનું બીજું નામ આત્મશુદ્ધિ છે

  ||  ઉત્કૃષ્ટતાનું બીજું નામ આત્મશુદ્ધિ છે || મનુષ્યના મનને શુદ્ધ કરવા માટે શરીરમાં અગ્નિ સતત પ્રજ્જ્વલિત રહેતો હોય છે. આપણે મનુષ્યો દરેક જન્મમાં સદ્કાર્યો કરવાની શક્તિ ધરાવીએ છીએ અને એમ કરવા માટે સૌથી પહેલાં આપણો અંતરાત્મા તૃપ્ત અને શુદ્ધ હોવો જોઈએ. તૃપ્તિ અને શુદ્ધિની આ ભાવનાને લીધે આપણે બાહ્ય જગત સાથે સુમેળ સાધી શકીએ છીએ. ઘન જંગલમાં પાણીનો પ્રવાહ ઘણા લાંબા માર્ગ પરથી વહેતો હોય છે, પરંતુ એની શુદ્ધતા ક્યારેય ઓછી થતી નથી. આપણું શરીર પણ આશરે 70 ટકા પાણીનું બનેલું છે. એ જ રીતે આ પૃથ્વી પર પણ 70 ટકા પાણી છે અને એ પાણી મહાસાગર, દરિયો, તળાવ, નદી અને નહેર એમ પાંચ જળાશયોમાં હોય છે. આપણા શરીરમાં પંચેન્દ્રિયો છે, જેમ કે કાન , નાક , જીભ , આંખ ને ત્વચા. આપણે મન કે મગજથી આ પંચેન્દ્રિયો પાસેથી કામ લઈએ છીએ. મનની શુદ્ધતા હોય તો એમની પાસે સારાં કાર્યો કરાવી શકીએ છીએ. આ ઇન્દ્રિયો ઘણા ઉપભોગ ચાહતી હોય છે, પરંતુ આપણે મનની શુદ્ધતા-પવિત્રતા જાળવી રાખવી જોઈએ. એનાથી પરોક્ષ રીતે આપણા વિશ્વને પણ સારું બનાવવામાં મદદ મળે છે. ભગવદ્ ગીતા આપણા આત્માને પવિત્ર બનાવવા માટેનો માર્ગદર્શક ગ્રંથ છે. અન્ય ધાર્મિક ...

બીજાઓને સુખ આપવાનું શરૂ થાય ત્યારે પોતાનું સુખ અનેક ગણું વધી જાય છે!

|| બીજાઓને સુખ આપવાનું શરૂ થાય ત્યારે પોતાનું સુખ અનેક ગણું વધી જાય છે! || આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિએ એક કામ ફરજિયાતપણે કરવાનું હોય છે. એ કામ છે પોતાના માટે અને અન્યો માટે સુખનું સર્જન કરવું. આપણે આ કામ કેટલી સારી રીતે કરી શકીએ છીએ એ આપણા પોતાના પર નિર્ભર હોય છે . દરેક વ્યક્તિ માટે સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે. મારા મતે સુખ બીજાઓને આપવાની ભાવનામાં રહેલું છે. તમે જો કોઈને સુખ આપી શકો તો પોતે પણ સુખી રહી શકો. આપણું શરીર અગણિત શિરાઓ, ધમનીઓ અને ઘણાં બધાં હાડકાંનું બનેલું છે. પક્ષીઓનાં શરીર પણ આપણી જેમ જ કામ કરે છે, પરંતુ એમની પાસે ઉડવાની વિશેષ શક્તિ છે. શું આપણે પણ આકાશમાં ઊડી શકીએ છીએ ? ‘હા, ઊડી શકીએ છીએ, પણ પક્ષીઓ જેટલું સારું નહીં,’ એવું આપણે મનુષ્યો વિચારીએ છીએ. ચાલો, એક દિવસ વિચાર કરીએ અને પક્ષીઓની જેમ જ મુક્તપણે ઊડીએ. આવી કલ્પના કરવા માત્રથી પણ ઘણો આનંદ આવે છે! આજનાં બાળકો, ખાસ કરીને કિશોર વયનાં બાળકો બૂમરેંગ, સેલ્ફી, સ્લો મોશન પિક્ચર, વગેરે ટેક્નૉલૉજી અપનાવીને આકાશમાં ઉડવાની કલ્પનાનો અનુભવ કરે છે. એ વસ્તુને તેઓ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને બીજાં બધાં સોશિય...

આપણને એવા વ્યાવસાયિકોની જરૂર છે, જેઓ પોતાના ઉત્તમ ગુણ અને કાર્યક્ષમતા દર્શાવીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકે

|| આપણને એવા વ્યાવસાયિકોની જરૂર છે, જેઓ પોતાના ઉત્તમ ગુણ અને કાર્યક્ષમતા દર્શાવીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકે || આપણે દરેક પરિવારમાં કહેવા લાગ્યા છીએ કે શિક્ષણનું ઘણું જ મહત્ત્વ છે. જોકે, ફક્ત શિક્ષણ લેવાથી કામ પૂરું થતું નથી. આપણે વ્યવસાયમાં તેનો અમલ કેવી રીતે કરીએ છીએ એ પણ અગત્યનું છે. કોઈ પણ વ્યવસાયમાં વ્યાવસાયિકનું વલણ, તેનો અભિગમ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. રોજીરોટી કમાવા માટે ઓછામાં ઓછું સ્નાતક સ્તર સુધીનું શિક્ષણ આવશ્યક છે. એક સમયે દરેક પરિવારમાં વધારે બાળકો હતાં અને શાળાઓની સંખ્યા ઓછી હતી. શિક્ષણ માટેની સુવિધાઓ પણ ઘણી ઓછી હતી, કારણ કે એની માગ વધારે ન હતી. આજના સમયમાં શિક્ષણમાં પસંદગીના અનેક અવસર ઉપલબ્ધ છે. વિજ્ઞાનમાં જે રીતે મોટાં પરિવર્તનો આવ્યાં છે એ જ રીતે શિક્ષણમાં પણ ફેરફારો થયા છે. આથી દરેક બાળકની રુચિ પ્રમાણે શિક્ષણ ક્ષેત્ર પસંદ કરીને જીવનમાં તેનો અમલ થવો જરૂરી છે. ઘણા કળાકારોએ બનાવેલાં ચિત્રો આપણને ગમે છે, કારણ કે એમાં સુંદર રંગ ભરેલા હોય છે. રંગોનું મિશ્રણ, ચિત્રની પાછળનો કોન્સેપ્ટ અને ચિત્રકારે કરેલી રજૂઆત એ બધાને પગલે ચિત્ર સુંદર લાગતું હોય છે. એ જ રીતે દરેક વ્યા...

અસરકારક સંદેશવ્યવહાર માટે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય જરૂરી છે

||અસરકારક સંદેશવ્યવહાર માટે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય જરૂરી છે||   સંદેશવ્યવહાર આપણા જીવનનો અંતરંગ હિસ્સો છે. તેના દ્વારા વિશ્વ આજે સાવ નાનકડું લાગે છે અને લોકો પલકવારમાં વિશ્વના કોઈપણ ખૂણે વાતચીત કરી શકે છે. સંદેશવ્યવહારનાં સાધનો આજે એટલી સરળતાથી ઉપલબ્ધ થઈ ગયાં છે કે કોરોનાના રોગચાળા દરમિયાન લોકોએ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોતાનાં કામકાજ કરવા ઉપરાંત સમગ્ર વિશ્વ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. આજનું સોશિયલ મીડિયા પણ અદ્યતન ટેક્નૉલૉજીને આભારી છે. સંદેશવ્યવહાર સરળ થઈ ગયો હોવાથી આપણે વૈશ્વિક દૃષ્ટિકોણ રાખી શકીએ છીએ અને વિશ્વ સુંદર લાગે છે. જોકે, આપણે સંદેશવ્યવહારનાં કેટલાંક અગત્યનાં પાસાં બાબતે સભાન થવાની જરૂર છે. આ સૃષ્ટિમાં એકમાત્ર મનુષ્ય એવો જીવ છે, જે વૈચારિક શક્તિ ધરાવવા ઉપરાંત ભાષાના માધ્યમથી એકબીજા સાથે સંદેશવ્યવહાર કરી શકે છે. જો આપણે સંદેશવ્યવહાર કેવી રીતે સુધારવો એ સમજી શકીએ તો આપણા જીવનમાં ઘણો વિકાસ અને પરિવર્તન આવી શકે છે. પરિવર્તન દ્વારા આપણે ફક્ત કોઈ એક સમાજને કે એક દેશને નહીં, પરંતુ સમગ્ર વિશ્વને બદલી શકીએ છીએ. કોઇ પણ વ્યક્તિને જીવનનાં બધાં જ ક્ષેત્રોનું જ્ઞાન હોય એ...

ચાલો, સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરીને દુનિયાને પોતાના માટે તથા અન્યો માટે વધુ સારી જગ્યા બનાવીએ

||ચાલો, સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરીને દુનિયાને પોતાના માટે તથા અન્યો માટે વધુ સારી જગ્યા બનાવીએ|| કોઈ પણ નવી શોધ કરવાની પ્રક્રિયા ધીમી અને ક્રમિક હોય છે. એમાં રાતોરાત સફળતા મળતી નથી. તમે સુંદર પુષ્પો ધરાવતું કોઈ ઉદ્યાન જોશો, એમ્સ્ટરડેમમાં ટ્યુલિપનાં બગીચાઓ જોશો કે પછી અમેરિકામાં ચેરી બ્લોસમ જોશો તો તમારી આંખો અને મન બન્ને ઠરશે. નાકને સરસ મજાની સુગંધ મળશે. તમને આવી જગ્યાએ ઉઘાડા પગે ચાલવાનું અને અમુક ફૂલ તોડીને તેની સાથે રમવાનું ગમશે. આપણી ઇન્દ્રિયો આવા સમયે આનંદનો અનુભવ લેતી હોય છે. આ ઉદ્યાનો બનાવવા પાછળ કેટલાય લોકોનાં સમય અને શક્તિ લાગેલાં હોય છે. જમીન ખેડવી પડે, તેમાં રોપાં વાવવાં પડે અને પાણી પીવડાવવું પડે. ઘણી બધી મહેનત કર્યા બાદ સુંદર મજાનાં પુષ્પો ઊગતાં હોય છે. છોડવાંને સારી માટી, પાણી અને સૂર્યપ્રકાશની જોડે જોડે માવજત પણ જોઈતી હોય છે. આ જ રીતે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે. આપણા માટે હવા, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી છે. જોકે, તેનો ઉત્તમ અનુભવ કરવા માટે આપણે પોતાની જાતને કેળવવી પડે, અંતરખોજ કરવી પડે અને સ્વની નવી ઓળખ-નવી શોધ કરવી પડે. કોરોના રોગચાળાએ મનુષ્યજાતિને સ્વની ન...