સંતુલન એટલે જ જીવન
સંતુલન એટલે જ જીવન જીવનમાં દરેક વસ્તુમાં સંતુલન હોવું જરૂરી છે. દિવસ અને રાત પૃથ્વી પરના જીવનને સંતુલિત કરે છે. પૃથ્વી બે ગોળાર્ધમાં વિભાજિત છે, જે દિવસ અને રાત્રિના સંતુલન માટે છે. જ્યારે આપણે એક ખંડથી બીજા ખંડમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે સમય બદલાય છે, પરંતુ આપણે મુસાફરી કરીએ છીએ અને સમયરેખા સાથે ઍડજસ્ટ થઈએ છીએ. હવાઈ પ્રવાસ બાદ જેટ લેગ થાય છે અને એ સ્થિતિમાં આપણે શારીરિક અને માનસિક શક્તિને સંતુલિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઈશ્વરે વિવિધ આબોહવાનું સર્જન કર્યું છે, જેથી પૃથ્વીની ઇકોસિસ્ટમ સંતુલિત રહે. આપણી પાસે ગણિત, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, ભાષા, કળા, વગેરે જેવા વિષયો છે, જેથી દરેકને પોતપોતાની જ્ઞાનાત્મક વિચારશક્તિને સંતુલિત કરવા માટેના વિષયો મળી રહે. ભાષામાં આવતા વિરોધી શબ્દોના મહત્ત્વ વિશે મને એક સમયે પ્રશ્ન થતો હતો. હવે ખબર પડી કે એનાથી ભાષા સંતુલિત રહે છે. આપણા દેશમાં વ્યાવસાયી અને પારિવારિક જીવનને સંતુલિત કરવા માટે તહેવારો છે. ભગવાને પૃથ્વી પર માનવ જાતિને સંતુલિત કરવા માટે નર અને માદાની રચના કરી છે. હા, જીવન એટલે જ સંતુલન. ...