મારો (કોરોના) પોઝિટિવિટીનો અનુભવ
મારો (કોરોના) પોઝિટિવિટીનો અનુભવ નવા વર્ષની આટલી પોઝિટિવ શરૂઆત ! હું પહેલી જાન્યુઆરીએ જ કોરોના પોઝિટિવ આવી એ કેવો મોટો યોગાનુયોગ. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ત્યારે પરિવારજનો ચિંતિત થઈ ગયા. તાવ વધવાની સાથે એમની ચિંતા પણ વધી. જોકે, ભૂતકાળમાં મોટી બીમારીઓમાંથી બચી ગયા બાદ મારું આજનું જીવન બોનસ જ ગણાય. હું માનું છું કે ઈશ્વરને મને પોઝિટિવિટીના આ બ્લોગ લખવા માટે જ જીવતી રાખી હતી. મારી (કોરોના) ' પોઝિટિવિટી ' મારા પતિમાં પણ દેખાઈ ! પહેલાં મારી તબિયત બગડી અને મેં પહેલાં ટેસ્ટ કરાવ્યો, પણ પોઝિટિવ રિપોર્ટ પતિનો પહેલાં આવ્યો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ મેં આયુર્વેદના મારા વર્ષો જૂના ડૉક્ટરની સલાહ લીધી. તેઓ 79 વર્ષના છે. મને ઘણા લોકોએ ઘણાં સૂચનો કર્યાં, પણ હું આયુર્વેદિક સારવારને વળગી રહી અને ત્રણ દિવસમાં તાવ, શરદી, વગેરે બધું ગાયબ ! મારા કૉલેજકાળમાં મેં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. મને એના પરથી સમજાયું છે કે દરેક વ્યક્તિએ પહેલાં પોતાના શરીર, મન અને આત્માનો પરિચય કેળવી લેવો જોઈએ અને એમાં જ્યારે પણ કોઈ ફેરફાર થાય ત્યારે તેની નોંધ લેવાની જોઈએ. સકારાત્મકતાના લેખો લખતી વખતે મેં આત્મ...