"જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં... !!"
" જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં !!" મારી ઉંમરની લગભગ દરેક વ્યક્તિએ અને સાહિત્યમાં રુચિ રાખનાર વાંચકોએ સિન્ડ્રેલાની વાર્તા સાંભળી કે વાંચી જહશે. સાધારણ ઘરમાં જન્મેલી અતિ સુંદર સિન્ડ્રેલાને એની સાવકી માતા અને સાવકી બહેનો ઘણો ત્રાસ આપતી. સિન્ડ્રેલાએ બધી જ તકલીફો સહન કરવી પડતી. એક દિવસ એણે ઘરની બહાર નીકળવાની તક ઝડપી લીધી અને એક પરીની મદદથી રાજકુંવર સાથે એનો ભેટો થયો. રાજકુંવરને મળતાં જ એની જિંદગી સુધરી ગઈ. આ વાર્તા અહીં કહેવાનો આશય છે કે દરેક મનુષ્યના જીવનમાં પડકારો આવે છે, પરંતુ જ્યારે કોઈ સારી તક મળે ત્યારે એને ઝડપી લેવી જોઈએ, કારણ કે એક તક સમગ્ર જીવનની દિશા-દશા બદલી કાઢવા સમર્થ હોય છે. બીજું એ કે જીવનના પડકારો વચ્ચે પણ સારાં કામ કરવાનું કદી છોડવું જોઈએ નહીં. સકારાત્મક વિચારો અને વર્તનની મદદથી જીવનને યોગ્ય દિશામાં હંકારી શકાય છે. આપણે શબરીનું ઉદાહરણ પણ જાણીએ છીએ.એણે ભગવાન રામ માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરી અને આખરે રામે એના હાથના એંઠા બોર ખાધા. પ્રહ્લાદે પણ ભગવાનને ખૂબ યાદ કર્યા અને એને જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન હાજર થઈ ...