Posts

Showing posts from March, 2022

આજે જરૂર છે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની

  ||  આજે જરૂર છે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની || અમેરિકાનું સ્ટેચ્યુ ઑફ લિબર્ટી માનવીય સ્વતંત્રતાનું પ્રતીક ગણાય છે. જોકે, તેની સ્થાપના ફ્રાન્સ અને અમેરિકાના લોકો વચ્ચેની મૈત્રી અને સ્વતંત્રતાની પરસ્પરની ભાવનાના પ્રતીકરૂપે કરવામાં આવી હતી. આજની તારીખે એની સાથે બીજા અનેક અર્થ સંકળાઈ ગયા છે. મેં જ્યારે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત લીધી ત્યારે મને એમાં પોતાના દેશ પ્રત્યેની અમેરિકનોની વફાદારીનાં દર્શન થયાં. કહેવાય છે કે સ્વતંત્રતાની એ દેવીની મશાલની જ્યોત સમગ્ર વિશ્વમાં સત્ય અને ન્યાયનું પ્રતીક છે. વફાદારીની ભાવના ક્યાંય મૂર્ત સ્વરૂપે દેખાતી નથી, એ તો અમૂર્ત છે ; અને દરેકના મનમાં હોય છે. સ્વતંત્રતાની દેવીની મશાલ જે રીતે સદા પ્રજ્વલિત રહે છે એ જ રીતે આપણા હૃદયમાં વફાદારીની ભાવનાની જ્યોત સળગતી રહેવી જોઈએ. આ પ્રતિમાની રચના પણ રસપ્રદ છે. તેના પરનું આવરણ તાંબાનું છે. તાંબુ ઑક્સિજનના સંપર્કમાં આવવાને લીધે ઑક્સિડેશન થાય છે અને તેને લીધે તાંબાના રંગ પર લીલો થર બાઝી જાય છે. આ થરને લીધે તાંબાનું રક્ષણ થાય છે. પ્રતિમાનો રંગ તાંબાના રંગથી બદલીને લીલો થવામાં લગભગ 30 વર્ષ લાગ્યાં છે. આ ...

જો જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તો કોઈ વસ્તુ તમને રોકી શકે નહીં

  ||  જો જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તો કોઈ વસ્તુ  તમને રોકી શકે નહીં || આપણે બધા વિશ્વની સાત અજાયબીઓ જાણીએ છીએ. શું તમે જાણો છો, આપણી અંદર પણ સાત અજાયબીઓ છુપાયેલી છે ? એ છે શ્રવણશક્તિ, દૃષ્ટિ, સૂંઘવાની શક્તિ, સ્વાદશક્તિ, સ્પર્શ, લાગણીઓ અને પ્રેમ. સાત અજાયબીઓમાં સામેલ નાયગરા ધોધને આપણે પોતાની લાગણીઓ સાથે સરખાવી શકીએ છીએ. નાયગરા ધોધ શક્તિ તથા વિકાસનું પ્રતીક છે અને ઊર્જા તથા સકારાત્મકતા દર્શાવે છે. પાણીનો પ્રવાહ હંમેશાં આગળ વધતો રહે છે, ક્યારેય પાછળ જતો નથી. કુદરતી સૌંદર્ય આપણને એ શીખવે છે કે જો તમારે કુદરતની સાથે સુમેળપૂર્વક જીવવું હોય તો નાયગરા ધોધની જેમ અવિરત વહેવું જરૂરી છે. સકારાત્મકતા વિશે લખતાં લખતાં હું દરેક પરિસ્થિતિમાં સકારાત્મકતાનું ઊંડાણ જોઈ શકી છું. નાયગરા ધોધ પરથી હું એ શીખી છું કે શક્તિશાળી વ્યક્તિ પણ પોતાના પર કાબૂ રાખીને શાંત રહી શકે છે. આ ધોધમાં વહેતું સફેદ પાણી ઇન્દ્રધનુષી રંગો રચે છે. આપણા શરીરમાં 70 ટકા પાણી છે અને એ સતત વહેતું રહે છે. આ જ રીતે લોહી પણ વહેતું રહે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. રસ્તાઓ પર ભલે ખાડાટેકરા હોય, એમના અસ્તિત્વનો હેતુ સૌને આગ...

પૃથ્વી પરના અસ્તિત્વ માટે જરૂરી સૌથી વધુ મહત્ત્વનું પરિબળ એટલે આત્મવિશ્વાસ

  ||  પૃથ્વી પરના અસ્તિત્વ માટે  જરૂરી  સૌથી વધુ મહત્ત્વનું પરિબળ  એટલે આત્મવિશ્વાસ || એક વાત મને વારેઘડીએ કહેવાનું મન થાય છે. સૂર્ય, ચંદ્ર અને તારા આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ઉગે છે અને આથમે છે. એટલું જ નહીં, તેઓ આ પૃથ્વી પરના મનુષ્યોની પ્રતિક્રિયાનો વિચાર કર્યા વગર પોતાનું કામ કર્યે રાખે છે. એ ઉપરાંત તમામ પશુ-પંખીઓ પણ આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. તેઓ ક્યારેય કોઈ બીજા સાથે પોતાની તુલના કરતાં નથી. એમનો રોજિંદો ક્રમ પણ નિશ્ચિત હોય છે. તેઓ કપરામાં કપરા સંજોગોમાં પણ ટકી રહેવા માટેની સ્વયંસ્ફુરણા ધરાવે છે. એમનું અસ્તિત્વ બીજાઓના વિચારો પર નિર્ભર નથી. એમને જીવવા માટે કોઈ દવાની જરૂર પડતી નથી. તેઓ પોતાના જીવનમાં સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર હોય છે. ઉપરોક્ત વાતો પરથી એટલું કહી શકાય કે પૃથ્વી પરના અસ્તિત્વ માટે જરૂરી સૌથી વધુ મહત્ત્વનું પરિબળ એટલે આત્મવિશ્વાસ. ફક્ત મનુષ્યમાં એ આત્મવિશ્વાસની કમી સર્જાઈ જાય છે. બીજા જીવો ક્યારેય ભવિષ્યની ચિંતા કરતા નથી કે બીજાઓ સાથે સ્પર્ધામાં ઊતરતા નથી અને આત્મવિશ્વાસની ઊણપ ધરાવતા નથી. પ્રાચીન કાળમાં ગુરુઓ વિદ્યાર્થીઓને સમાન ધોરણે અલગ...

બધા સાથે ખૂલીને વાત કરો અને જીવનનો આનંદ માણો

  ||  બધા સાથે ખૂલીને વાત કરો અને  જીવનનો  આનંદ માણો || પ્રગતિ કરવા માટે પરિવર્તન કરવું જરૂરી છે. જો આપણે પોતાની માનસિકતા બદલી શકીએ નહીં તો બીજું કંઈ જ બદલવાનું શક્ય નથી. હવે આપણે વધુ સારી રીતે અને સલામત રીતે સાંભળવાનું પરિવર્તન લાવીને પ્રગતિ કરવાની છે. આમ કહેવાનું કારણ જણાવું. જ્યારે પણ અધર્મનું વર્તુળ વિસ્તરતું જાય છે ત્યારે ધર્મનો માર્ગ ચીંધનારી કોઈ વ્યક્તિની જરૂર હોય છે. જ્યારે પણ નકારાત્મક ઊર્જા વધતી જાય છે ત્યારે જો ઊજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરવું હોય તો નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવો જરૂરી બને છે. આ કામ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે પોતાના જીવનમાં ખરેખર શેની જરૂર છે એ બરોબર સમજી લઈએ. શું આપણે ખોટાં કામો કરીને પૈસા ભેગા કરવા માટે, બીજાઓને ઉતારી પાડીને સફળ થવા માટે મનુષ્ય જન્મ લીધો છે ? ભારતનો ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે પણ અહંકારનો અતિરેક થયો છે ત્યારે અંત નજીક આવ્યો છે એ સમજી લેવું. કરુણા, નમ્રતા, સાદગી, સેવા એ બધા ગુણ કાયમી છે અને રહેવાના. રામ, કૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, મધર ટેરેસા એ બધા આપણા હૃદયમાં હજી પણ...