Posts

Showing posts from April, 2021

ચાલો, જીવનને વધુ સુંદર બનાવવા માટે મહેનત કરીએ

||ચાલો, જીવનને વધુ સુંદર  બનાવવા માટે મહેનત કરીએ|| કોરોનાના રોગચાળાના દિવસોમાં લોકોએ જોયું છે કે સ્વચ્છ આકાશ જોવા માટે બીજે ક્યાંય જવું પડતું નથી, ઘરે બેઠાં બેઠાં એ દેખાય છે. આપણે લાંબા અંતર સુધી નજર કરી શકીએ છીએ, કારણ કે પ્રદૂષણ ઓછું છે. આશરે 200 કિ.મી.ના અંતરેથી હિમાલયના પર્વતો દેખાયા હોવાના સમાચારો પણ ચમક્યા છે. તેનું પણ કારણ એ જ છે કે હવામાં પ્રદૂષણ નહીંવત્ છે. જો ચોખ્ખી હવાથી આટલું સારું લાગતું હોય તો પ્રદૂષણરહિત-ચોખ્ખા મનથી કેટલું સારું લાગે ! સ્વચ્છ મનથી આપણે જિંદગીને સ્પષ્ટપણે જોઈ શકીશું અને એ સુંદર પણ દેખાશે. કરુણા, માનવતા, સકારાત્મકતા, પ્રેમ, સમજણરૂપી બીજ રોપવાં અને સારા વિચારોરૂપી માટી અને મહેનતરૂપી જળથી તેમનું સિંચન કરવું તથા ઉજ્જવળ ભવિષ્ય માટે તેનું યોગ્ય રીતે જતન કરવું એ આપણા જીવનની પ્રવૃત્તિઓ છે. તેનાથી સુંદર મનુષ્યજીવનનાં ફળ પ્રાપ્ત થાય છે. આપણે રાધા-કૃષ્ણના પ્રેમ પરથી પણ આ વાત સમજી શકીએ છીએ. તેમણે માનવતાનાં બીજ રોપ્યાં, મનુષ્યોને મહેનતથી ભેગા કર્યા, અધર્મનો નાશ કર્યો અને લોકોનું માર્ગદર્શન કરીને એમને સારા મનુષ્યો બનાવ્યાં તથા પોતાના જીવનનો ભોગ આપ્યો. ભગવા...

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

||આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ||   આજના વૈજ્ઞાનિક જગમાં ઊર્જાનું વિજ્ઞાન એ ઘણી મોટી ક્રાંતિઓમાંનું એક છે. આપણે કેટલાય વૈજ્ઞાનિક અભ્યાસો કર્યા અને તેમાં ઘણી શોધો પણ કરી, પરંતુ એ બધું કર્યા પછી આપણે ફરી સૌરઊર્જા તરફ વળ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં સૌરઊર્જા વાપરવા પર જોર અપાઈ રહ્યું છે. એ દૃષ્ટિએ જોઈએ તો આપણે બધા ' સૂર્યમુખી ' થઈ ગયા છીએ ! ફૂલની જેમ આપણે પણ કુદરતી રીતે ખીલી શકીએ છીએ. આપણે સંશોધનો કરતાં આવ્યા છીએ અને વૈજ્ઞાનિક ક્રાંતિઓનું સર્જન કરતાં આવ્યા છીએ, છતાં આપણને મનુષ્ય તરીકે સહજ અને કુદરતી રાખવા માટે આધ્યાત્મિક ઊર્જાની જરૂર પડે છે. જેઓ મોટી ઉંમરના છે તેમનામાં એમના સમય અનુસાર આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું, પરંતુ આજની યુવા પેઢીમાં એ સિંચન કરવાની જરૂર છે. અત્યારનાં બાળકોને વિજ્ઞાન, ઈતિહાસ અને ભૂગોળ શીખવવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિકતાના શિક્ષણને હજી જોઈએ એટલું મહત્ત્વ અપાયું નથી. ભૌતિકવાદી અને સ્પર્ધાત્મક વિશ્વમાં આપણે પ્રેમ, કરુણા, અનુકંપા અને ક્ષમાની આધ્યાત્મિક ઊર્જાનો સ્રોત બનવાનું ભૂલી ગ...