Posts

Showing posts from January, 2022

તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય દિશામાં વિચાર કરવા પ્રેરે એને સકારાત્મકતા કહેવાય

  ||  તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય  દિશામાં વિચાર કરવા પ્રેરે એને  સકારાત્મકતા કહેવાય || આપણે બધા જાણીએ છીએ કે સંધ્યાકાળે સૌથી વધુ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે. આ સમયે સૂર્યાસ્ત થવાની છે અને ચંદ્રોદય થવાની તૈયારી હોય છે. એને સંક્રાંતિકાળ પણ કહી શકાય. આપણે કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. થોડા વખતમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એવી સર્વત્ર આશા છે. આમ, અત્યારે પણ સંક્રાંતિકાળ ચાલી રહ્યો છે. મારું માનવું છે કે સમગ્ર વિશ્વને સકારાત્મક ઊર્જાની જરૂર છે, જેથી આપણે જીવનમાં સુંદરતા અને ઉત્કૃષ્ટતાનો અનુભવ કરી શકીએ. ભગવાન રામ અને કૃષ્ણ દેવોના મનુષ્ય અવતાર હતા. હિરણ્કશિપુનો વધ કરવા માટે નરસિંહ અવતારે સંધ્યાકાળની જ પસંદગી કરી હતી. ભગવાનના આ અવતાર પરથી આપણે જોઈ શકીએ છીએ કે એમને મનુષ્યના જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફોનો અનુભવ થયો હતો, પરંતુ એમણે ગમે તેટલા પ્રતિકૂળ સંજોગોમાં પણ ક્યારેય હાર માની ન હતી. ઈશ્વર પ્રત્યેની મારી શ્રદ્ધા અને ભક્તિને કારણે જ હું સકારાત્મકતાનો પ્રસાર કરવાના આ માર્ગ પર આગળ વધી શકી છું અને વધી રહી છું. ઘણા વાંચકોએ મને કહ્યું છે કે પ્રભુ પ્રત્યેની તમાર...

દરેક વ્યક્તિ જવાબદારીપૂર્વક વર્તે તો વિશ્વમાં સકારાત્મકતા વધે

  ||  દરેક વ્યક્તિ જવાબદારીપૂર્વક વર્તે તો  વિશ્વમાં સકારાત્મકતા વધે || ફોટોગ્રાફીના શોખીનો સૂર્યોદય અને સૂર્યાસ્તની તસવીરો અલગ અલગ સમયે અને અલગ અલગ શૈલીમાં લેતા હોય છે. એ સારી વાત છે, પરંતુ આપણે મનુષ્યોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો સૂર્યનો ગુણ શીખવાની જરૂર છે. સૂર્ય અને ચંદ્ર જેવા ગુણો ધરાવતા લોકો જૂજ હોય છે અને વર્તમાન સમયમાં એવા લોકોની વધારે જરૂર છે. ભગવાન કૃષ્ણના અવતાર પરથી આપણને શીખવા મળે છે કે તેઓ ભક્તો માટે હાજરાહજૂર હતા. દરેકને યોગ્ય માર્ગ ચીંધવાનું કામ એમણે કર્યું હતું. તેઓ સૌના મિત્ર અને માર્ગદર્શક હતા. કૃષ્ણની હાજરીનો અનુભવ કરવો હોય તો તમારે પોતે જવાબદાર વ્યક્તિ બનવું જોઈએ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, હું તને નિષ્ફળ થવા નહીં દઉઁ, તારે ફક્ત મારામાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. મને યાદ છે, થોડાં વર્ષો પહેલાં એક માતાપિતા પોતાના શ્રવણમંદ બાળકને લઈને મારી ક્લિનિકે આવ્યાં હતાં. તેઓ અમેરિકાથી આવ્યાં હતાં. ત્યાં તેમના સંતાનની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ એમાં કોઈ ફાયદો થયો નહીં હોવાથી તેઓ મુંબઈ આવ્યાં હતાં. કોઈકના રેફરન્સથી ...

સંગીત આપણા જીવનની સૌથી વધુ સકારાત્મક અભિવ્યક્તિ છે

  ||  સંગીત આપણા જીવનની સૌથી વધુ  સકારાત્મક  અભિવ્યક્તિ છે || કહેવાય છે કે સંગીતથી આપણા મનને પાંખો મળે છે અને દરેક વસ્તુમાં જીવંતતા આવે છે. આજે કૅન્સર હોય, લકવાનો હુમલો હોય કે પછી ઑટિઝમ ધરાવતાં બાળકોને ભાષાનું જ્ઞાન આપવાનું હોય કે પછી સામાન્ય બાળકોને ભાષા શીખવવાની હોય, દરેક કાર્યમાં સંગીત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણો અનુભવ છે કે પ્રભુને પુષ્પ ધરાવવામાં આવે કે પછી પ્રિયતમાને ફૂલ આપવામાં આવે, તેની સુવાસથી આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે. એ જ રીતે ઈશ્વરનું કર્ણપ્રિય ભજન સાંભળવામાં આવે કે પછી પ્રિયતમાને સરસ મજાનું ગીત સંભળાવવામાં આવે ત્યારે આપણી અભિવ્યક્તિ ઉત્તમ કક્ષાની હોય છે. ભારતમાં પ્રાચીન સમયથી સંગીતનું અદકેરું સ્થાન રહ્યું છે, કારણકે સંગીતથી જ આપણી અભિવ્યક્તિ ઉત્તમ રીતે થતી હોવાનું આપણે માનીએ છીએ. સંગીતને આત્મામાં સ્થાન આપવામાં આવે તો એ આપણો આત્મા બની જાય છે, જેનો ક્યારેય નાશ થતો નથી, એવું પણ કહેવામાં આવે છે. રવીન્દ્રનાથ ટાગોરે ક્યાંક કહ્યું છે, " આ વિશ્વ મારી સાથે રંગોથી વાતચીત કરે છે અને મારો આત્મા એને સંગીતથી જવાબ આપે છે. "   આપણી પ્રાચીન સંસ્ક...

પ્રવાસ આપણને વધુ સારા માનવી બનાવે છે

|| પ્રવાસ આપણને વધુ સારા માનવી બનાવે છે ||  આ જગતમાં બધી વસ્તુઓ ચલાયમાન છે. એમાંથી કોઈ જીવ બાકી રહી શકતો નથી. આ જ બાબતને ધ્યાનમાં લેતાં કહી શકાય કે મનુષ્યનો પ્રવાસ પણ જીવન જેટલો જ જરૂરી છે. ગુજરાતીમાં કહેવત પણ છે કે જીવ્યા કરતાં જોયું ભલું.  કોરોનાના સમયગાળામાં આપણે ઘરે બેઠા છીએ, પરંતુ ટેક્નૉલૉજી આપણને બધે લઈ જાય છે. કોરોના રોગચાળાના એક વર્ષમાં ટેક્નૉલૉજી ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. ભણતરથી માંડીને વ્યાવસાયી કામકાજ સુધીનાં અનેક કાર્યો તેની મદદથી થાય છે. જોકે, આપણે પ્રવાસ કર્યા વગર ચાલશે નહીં. થોડા સમય પછી જ્યારે પણ વિશ્વમાં લોકોની હેરફેર શક્ય બનશે ત્યારે પ્રવાસ શરૂ કરવો જ જોઈશે. તેનાથી આપણું મગજ ખીલે છે અને આપણે નવી ભાષા જાણવા-શીખવાનો રોમાંચ પણ અનુભવી શકીએ છીએ.  અહીં ભગવાન કૃષ્ણના વખતની વાત કરું. તેઓ ગોવાળો સાથે ગાયો ચરાવવા જતા. તેઓ ફક્ત ગાયો ચરાવવાનું નહીં, પરંતુ વ્રજવાસીઓની તકલીફો જાણવાનું કામ પણ એ વખતે કરતા અને જરૂરિયાતમંદોને મદદ કરતા. ભગવાન રામ પણ 14 વર્ષ વનમાં રહ્યા અને તેમણે પોતાના પિતાને તથા પ્રજાને આપેલાં વચનોનું પાલન કર્યું.  આપણે જાણીએ છીએ કે ભારતના એક સ...

કાન કરતાં દિલથી સાંભળવાનું વધુ અગત્યનું છે

 || કાન કરતાં દિલથી સાંભળવાનું વધુ અગત્યનું છે || ઑડિયોલૉજિસ્ટ-સ્પીચ થેરપિસ્ટ તરીકેના મારા 29 વર્ષના અનુભવના આધારે મેં અનુભવ્યું છે કે જેટલું આપણે સાંભળી શકીએ છીએ એના કરતાં વધુ મહત્ત્વનું બીજાઓને સારી રીતે સાંભળવાનું છે, અર્થાત્ તમારી શ્રવણશક્તિ કરતાં બીજાની વાત ધ્યાનથી સાંભળી લેવી એ વધુ અગત્યનું છે. શ્રવણમંદ બાળકો સાથેના મારા અનુભવના આધારે હું એમ કહી શકું છું કે એ બાળકોની તકલીફોને જાણીને એમની મનની વાતો તથા એમની તકલીફો પર ધ્યાન આપવાની વધારે જરૂર છે. તેનું કારણ એ છે કે જ્યારે એમની તકલીફો તરફ ધ્યાન આપવાવાળું કોઈ ન હોય ત્યારે તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. અહીં ફક્ત કાનથી સાંભળવાની વાત નથી, દિલથી સાંભળવાની વાત છે. જો આપણે આપણી આસપાસના લોકોની શ્રવણશક્તિનું ધ્યાન રાખીએ તો ઘણાં જીવન સુધારી અને બચાવી શકાય છે. તેના લીધે આપણું પોતાનું જીવન પણ અર્થપૂર્ણ બને છે. કૃષ્ણચરિત્ર દર્શાવે છે કે તેઓ મુસીબતમાં હોય એવી દરેક વ્યક્તિની વાતો સાંભળતા. જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે ગોવાળો, ગોપીઓ, વૃંદાવનવાસીઓ અને મથુરાવાસીઓ એમને યાદ કરતા. દ્રૌપદીએ પણ એમને જ યાદ કર્યા હતા અને એમણે તેની લાજ બચાવી. પાંડવોએ પ...