Posts

Showing posts from June, 2023

ભગવાને આપણને આપેલું જીવન જ અમૂલ્ય છે; એનાથી મોટા ખજાનાની જરૂર નથી

ભગવાને આપણને આપેલું જીવન જ અમૂલ્ય છે ;     એનાથી મોટા ખજાનાની જરૂર નથી      લોકોની પાસે જાતજાતના ખજાના હોય છે. કેટલાક લોકોને રોકડનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, તો કોઈની પાસે સોના-ચાંદી, તો કોઈની પાસે ઘણી બધી પ્રોપર્ટી હોય છે. મારા મતે જીવનમાં સૌથી મોટો ખજાનો તો પોતાનાં સંસ્મરણોનો છે. એ એવાં સંસ્મરણો, જેમાં તમને સારામાં સારી લાગણીનો અનુભવ થયો હોય અને તમે જેનું ખૂબ જ જતન કરીને સાચવવા માગતા હો. કહેવાય છે કે, જીવન ઘણું ટૂંકું હોય છે, આથી એને ભરપૂર જીવી લો. પ્રેમ વધારો, ગુસ્સાનો ત્યાગ કરો, ડરને ભૂલી જાઓ અને સારામાં સારી યાદો ભેગી કરો. જો કે, વાસ્તવમાં એવું બને છે કે આપણે રોજબરોજના જીવનમાં સારી યાદો ભેગી કરીને રાખી મૂકવાનું ભૂલી જઈએ છીએ. આપણને જન્મદિવસ, લગ્નદિવસ કે કોઈના પ્રસંગો યાદ રહી ગયા હોય છે, પરંતુ બીજી એવી અનેક ક્ષણોની યાદગીરી છૂટી જાય છે, જેને સાચવીને રાખવાની જરૂર હોય છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે એમણે બાળપણની યાદોના સહારે જ કપરા સમયનો સામનો કર્યો હતો. મારાં માતાપિતાએ જે રીતે મહેનત કરીને અમારાં ભાઈ-બહેનોનો ઉછેર કર્યો, એ યાદ આજે મને ઘણી હૂંફ આપે છે. આપણે દૂધ ચોવી...

દિવ્યાંગો ઈશ્વરના ખરા ભક્ત કહેવાય

  દિવ્યાંગો ઈશ્વરના ખરા ભક્ત કહેવાય      દરેક છોડ વૃદ્ધિનું પ્રતીક હોય છે. એને પૂરતું પાણી યોગ્ય જમીન અને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તો એ વૃદ્ધિ પામે છે. મનુષ્ય પણ વૃદ્ધિનું પ્રતીક છે. એ ફક્ત શારીરિક રીતે નહીં, પરંતુ માનસિક રીતે પણ વૃદ્ધિ પામે છે. શારીરિકની સાથે સાથે માનસિક વૃદ્ધિ થાય એ બહુ જ જરૂરી છે. ભગવાન કૃષ્ણે પોતાના અવતાર દ્વારા મનુષ્યને વિકાસવાની એટલે કે વૃદ્ધિ કરવાની જરૂરિયાત સમજાવી છે. એમણે કર્મ અને ધર્મ દ્વારા વૃદ્ધિ પામવાનો માર્ગ દર્શાવ્યો છે. મેં ક્યાંક વાંચ્યું છે કે બદલાતા સમયની સાથે સાથે તાલ મિલાવવામાં આવે તો જ વિકાસ શક્ય બને છે. ભગવાન કૃષ્ણની લીલાઓ તેમનો વિકાસ દર્શાવે છે. તેમના બાળપણની મસ્તીઓ કરવાથી માંડીને ભગવદગીતાના સ્વરૂપે અર્જુનને બોધ આપવા સુધીની સફરમાં વિકાસ જ જોઈ શકાય છે. મનુષ્યના વિકાસ માટે એટલું ચોક્કસ કહી શકાય કે હસતું મો રાખીને સકારાત્મકતા સાથે પડકારોનો સામનો કરતાં રહીને ચોક્કસપણે વિકાસ કરી શકાય છે. થોડા વખત પહેલાં એક લગ્નલાયક યુવતી સાથે ફ્લાઈટમાં મારી મુલાકાત થઈ. અમે એકબીજાને વિશે ઘણી બધી માહિતીની આપ લે કરી. એણે પોતાના સારા અને નરસા બધ...

ધીરજ રાખો, તમારા હકનું બધું મળી રહેશે

  ધીરજ રાખો ,  તમારા હકનું  બધું મળી રહેશે    આપણે આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ્યા છીએ. આપણે ખાલી મન સાથે આવીએ છીએ ,  અને પછી ધીમે ધીમે ,  જેમ જેમ આપણું મગજ સક્રિય થાય છે ,  તેમ તેમ આપણા વિચારો ,  અનુભવો અને આસપાસના વાતાવરણના સંપર્કને લીધે જીવનયાત્રા વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ અને વિકસીએ છીએ.    જે રીતે આપણે મુસાફરી વખતે જીવનની ઘણી બધી યાદો ભેગી કરીએ છીએ. એવી જ રીતે ,  જીવનની સફરમાં ,  આપણે દુ:ખ ,  સુખ અને બીજી ઘણી બધી લાગણીઓ ભેગી કરીએ છીએ.    જન્મ પછીનાં જીવનનાં પ્રથમ થોડાં વર્ષો આપણા જીવનનાં સૌથી સુખી વર્ષો હોય છે ,  કારણ કે આપણે ધીરજ રાખવાની જરૂર નથી હોતી ;  આપણે લાગણીઓને નિર્દોષતાથી વ્યક્ત કરી શકીએ છીએ.    જ્યારે વિચારો જ્ઞાન બની જાય છે ,  ત્યારે આપણે આપણી આસપાસની દુનિયાને સમજવા માટે અત્યંત ધીરજ રાખવી જોઈએ. જો તમે કુદરતને જોશો ,  તો ખયાલ આવે છે કે સૂર્ય પણ સવારમાં ઊગવા આખી રાત ધીરજપૂર્વક રાહ જુએ છે.    ચંદ્ર આખી રાત ચમકવા માટે રાત પડવાની રાહ જોવાની ધીરજ ધરાવે છે...

જીવન માણવા માટે ખુશ રહો અને ખુશ રહીને જીવન માણો!!!

  જીવન માણવા માટે ખુશ રહો   અને ખુશ રહીને જીવન માણો !!!        ઘણા લોકો આપણને સલાહ આપતા હોય છેઃ "તમે જે પણ કરો તેમાં ખુશ રહો ," " તમારી પાસે જે છે તેનાથી ખુશ રહો ,"  અથવા "તમે જીવિત છો તેનાથી ખુશ રહો." "ખુશ રહો હું તમારી સાથે વાત કરી રહ્યો છું".      વાસ્તવમાં આપણામાંથી કેટલા લોકો ખરેખર બેસીને આપણા વ્યસ્ત જીવનમાં ઉપર કહેલી વાતોનો અમલ કરવાનો પ્રયાસ કરે છે ?     આજના વ્યસ્ત જીવનમાં ખરેખર જીવન જેવું લાગે એ માટે કેવી રીતે રહેવું અને કેવી રીતે ખુશ રહેવું એ શીખવા માટે સમય કાઢવો જરૂરી છે.      આપણે પ્રકૃતિનાં વિવિધ રૂપ અને સ્વરૂપ જોઈએ છીએ. દરિયાનાં મોજાં કિનારે આવીને ક્ષણભર મોજ કરીને પાછાં જતાં રહે છે ,  પતંગિયા એક મોરથી બીજા મોર સુધી ઉડ્યા કરે છે અને તેમની સુગંધ લઈને પાછા ફરે છે. પક્ષીઓ ખોરાક અને આશ્રય શોધવા માટે ઉડે છે અને દરેક પળે કુદરતના ભરોસે હોય છે. આમ ,  બહારનાં કોઈ પણ પરિબળ વગર તેઓ પોતપોતાનું ઈશ્વરદત્ત કાર્ય કર્યે રાખે છે.    આપણે એ નોંધવું રહ્યું કે કુદરતની કોઈ પણ વસ્તુ ખુશી વગરની નથી. આપણે ...