Posts

Showing posts from May, 2026

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

 અપેક્ષાઓથી પર થઈને જીવવું... આ સુંદર સૃષ્ટિમાં શ્વાસ લેતી હું એક સામાન્ય નારી છું, જેની પાસે જીવન જીવવા માટે બધું જ ઉપલબ્ધ છે. ઉજાસ આપવા સૂર્ય છે, અંધકારને હરવા ચંદ્ર છે અને ચમકતા શીખવવા આકાશમાં તારલા છે. પ્રકૃતિ મને જીવવા માટે અન્ન આપે છે અને મારો દરેક શ્વાસ શુદ્ધ હવાથી ધબકતો રહે છે. ઈશ્વર પરની શ્રદ્ધા મને આંતરિક શક્તિ આપે છે. માતા-પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન છે, તો પરિવાર અને મિત્રોનો બિનશરતી પ્રેમ છે. કુદરતનું આ સૌંદર્ય મને અહેસાસ કરાવે છે કે બ્રહ્માંડમાં મારું અસ્તિત્વ છે. એક મનુષ્ય તરીકે મારી પાસે વિચારવા, શીખવા અને સ્વજનો માટે કંઈક કરી છૂટવાની બુદ્ધિ છે. પરંતુ, જરા થોભીને વિચારીએ કે છેલ્લે ક્યારે આપણે આ કૃતજ્ઞતા અને સંતોષનો સાચો અનુભવ કર્યો હતો? માનવ સભ્યતાની શરૂઆતથી જ આપણી પાસે ઘણું બધું હોવા છતાં, આપણે હંમેશાં કશુંક ખૂટતું હોવાની શોધમાં દોડતા રહ્યા છીએ. પરિવાર, સંપત્તિ અને કીર્તિ હોવા છતાં મનનો એક ખૂણો ખાલી જ લાગે છે. સમયની સાથે આપણી અપેક્ષાઓ માત્ર બીજાઓ પાસેથી જ નહીં, પરંતુ આપણી જાત પાસેથી પણ વધતી જાય છે. હમણાં જ એક સેવાકાર્ય અંતર્ગત, અમે ૧૫ દિવ્યાંગ બાળકોને તેમની જરૂર...

આત્માનો ડિજિટલ ડિટોક્સઃ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાતો માનવીય સ્પર્શ

 આત્માનો ડિજિટલ ડિટોક્સઃ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાતો માનવીય સ્પર્શ આપણા બ્રહ્માંડનો એક શાશ્વત નિયમ છે અહીં એ જ જીવી જાય છે જે પરિવર્તનને સ્વીકારીને પોતાની જાતને અનુકૂળ બનાવી શકે છે. ડાર્વિનનો સિદ્ધાંત પણ કંઈક આવું જ કહે છે કે સૌથી બુદ્ધિશાળી કે સૌથી શક્તિશાળી નહીં, પણ સૌથી વધુ એડેપ્ટેબલ પ્રજાતિ જ ટકી રહે છે. તમે પક્ષીઓ કે પ્રાણીઓને જુઓ, તેઓ કુદરતી ફેરફારો સાથે કેટલી સહજતાથી અનુકૂલન સાધે છે, વાતાવરણ બદલાય એટલે તેઓ સ્થળાંતર કરે, અને જેવું વાતાવરણ ફરી અનુકૂળ બને કે તરત જ તેઓ પોતાના મૂળિયાં તરફ, પોતાના મૂળ આવાસ તરફ પાછા ફરે છે. આ કુદરતી પ્રજાતિઓ હજારો વર્ષોથી કોઈ પણ ટેકનોલોજીકલ ક્રાંતિ વગર જીવી રહી છે. જ્યારે આપણે મનુષ્યોની વાત કરીએ, ત્યારે આપણને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું વરદાન મળ્યું છે. ટેકનોલોજી સગવડ માટે છે, પણ શું તે સુખ માટે છે? લાગણીઓ અને સંવેદનાઓના સ્તરે તો આપણે આજે પણ આપણા મૂળિયાં તરફ જ પાછા વળવું પડે છે. સાચો આત્મીય સંબંધ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી નથી ટકતો, એના માટે તો રૂબરૂ મુલાકાત, એકબીજાની હાજરીની હૂંફ અને પેલા જીવંત સ્પર્શની જરૂર હોય છે. આજે સોશિયલ મીડિયાના કારણે સ્...

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર

 પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર આપણું મગજ સતત વિચારોનું સર્જન કરે છે અને આ વિચારો જ આપણા 'વાઇબ્સ' એટલે કે આભા નક્કી કરે છે. જો વિચારપ્રક્રિયા હકારાત્મક અને રચનાત્મક હોય, તો આપણી આંતરજૂઝ અને આસપાસનું વાતાવરણ પણ તેજસ્વી બને છે. કહેવાય છે કે વ્યક્તિએ જો તેની દુનિયા બદલવી હોય, તો માત્ર તેની જોવાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. તાજેતરમાં મને એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતો એક યુવાન મળ્યો. તે સ્માર્ટ હતો, પણ તેને બોલવામાં થોડી ખચકાટ અનુભવાતી હતી. તેનું સપનું પાયલોટ બનવાનું હતું. મેં તેને સહજતાથી પૂછ્યું, જો તું પાયલોટ ન બની શકે, તો બીજું શું કરીશ? તેણે તરત જ તેની માતા સામે જોયું અને કહ્યું, મમ્મી જે કહેશે તે હું કરીશ. પરંતુ તેની માતાના ચહેરા પર એક અજીબ શૂન્યતા હતી. પછીથી જ્યારે મેં તેની માતા સાથે વાત કરી, ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમનો દીકરો પાયલોટ બને. અહીં જ મુખ્ય સમસ્યા છે. એ દીકરો ક્યાંકને ક્યાંક તેની માતાના આ અસંતોષને અનુભવી રહ્યો છે. જ્યારે આપણી સૌથી નજીકની વ્યક્તિના વાઇબ્સ નકારાત્મક હોય, ત્યારે સફળતા મેળવવી મુશ્કેલ બને છે. મેં માતાને પ્રેમથી સમજા...