Posts

Showing posts from July, 2021

ચાલો, જીવનના પ્રકાશમાંથી શ્વેત રંગ શોધીએ!

 || ચાલો, જીવનના પ્રકાશમાંથી શ્વેત રંગ શોધીએ ! || પ્રકાશ વગર જીવન સંભવ નથી અને શ્વેત રંગ વગર બીજો કોઈ રંગ સંભવ નથી. સફેદ રંગ આશાનું પ્રતીક છે. એટલું જ નહીં, એ રંગ શાંતિ, નિર્દોષતા, પૂર્ણતા, શુદ્ધતા, સ્પષ્ટતા, સાદગી, સ્વચ્છતા, પ્રારંભ, સમાનતા, એકતા, મુક્તિ અને જાગૃતિનું પણ પ્રતીક મનાય છે. હવે આપણે એ સમજવાનો સમય આવી ગયો છે કે જો આપણે સફેદ રંગનું મૂલ્ય યોગ્ય રીતે સમજી લઈએ તો જ આપણા જીવનમાં બીજા રંગો ઉમેરી શકીએ છીએ. આપણે સકારાત્મકતા, સારાપણું લાવવાનું છે અને સ્વની ઓળખ કરીને નવેસરથી જીવનને માણવાનું શરૂ કરવાનું છે. મને લાગે છે કે જો આપણે આ કામ કરવામાં સફળ રહીશું તો પરીકથાના ચમત્કાર જેવી એ ઘટના હશે. તેનાથી આપણે નવપલ્લવિત થઈશું અને તળાવમાં પાણીના આંતરિક ખળખળાટ વચ્ચે પણ શાંતિપૂર્વક તરતા હંસની જેમ આપણે પોતાના જીવનમાં શાંતિ લાવીશું. તમે ધ્યાનથી જોશો તો ખયાલ આવશે કે આપણા દેશનાં મોટાભાગનાં મંદિરોમાં શ્વેત રંગનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે, કારણ કે તેમાં શુદ્ધતા, દૈવીપણું અને શાંતિ સમાયેલાં છે. જેઓ ઈશ્વરમાં અને પ્રેમમાં માને છે તેઓ સફેદ રંગનું મહત્ત્વ સમજે છે. વૃંદાવનમાં રાધા-કૃષ્ણના પ્ર...

મહિલાઓ આ જગતને વધુ સુંદર બનાવવાનું સામર્થ્ય ધરાવે છે

 ||  મહિલાઓ આ જગતને વધુ સુંદર બનાવવાનું સામર્થ્ય ધરાવે છે|| એક નાનકડા બીજને પૂરતું પાણી અને યોગ્ય જમીન તથા આબોહવા મળે તો એ મોટું વૃક્ષ બની જાય છે. એક મોટું વૃક્ષ મનુષ્યોની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃક્ષ જ્યારે લોકોને ઓક્સિજન, ફળ-ફૂલ, છાંયડો, વગેરે ચીજવસ્તુઓ આપે ત્યારે એ સફળ થયું ગણાય. આ બ્લોગ હું જગતની તમામ માતાઓને અર્પણ કરું છું. માતા ગર્ભમાં બાળકનો ઉછેર કરવાની સાથે સાથે એવો પણ વિશ્વાસ રાખે છે કે એનું બાળક મોટું થઈને બીજાઓને મદદરૂપ થશે અને આ દુનિયાને વધુ સારી બનાવવામાં યોગદાન આપશે. ચાલો, એક સંતાનનું પાલનપોષણ કરનાર માતાને તથા નાગરિકોને આશ્રય આપનાર માતૃભૂમિને વંદન કરીએ ! કહેવાય છે કે માણસ જ્યારે અતિશય કપરા સમયમાંથી પસાર થતો હોય એવા વખતે માતાની સોડમાં એને અનહદ શાંતિ મળે છે. એ જ રીતે માતૃભૂમિમાં રહીને માણસને સુખ-સુવિધાઓ તથા આત્મીયતા મળે છે. રાધા-કૃષ્ણનું નામ પ્રેમના પ્રતીક તરીકે લેવાય છે. રાધા સુંદરતાનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય છે. એમનાં 32 નામો છે અને એ દરેકનો અર્થ ફક્ત ' પ્રેમ ' થાય છે. શાસ્ત્રોમાં લખાયું છે કે કૃષ્ણનો જન્મ થયો ત્...

ચાલો, ઉત્સવોને ઊજવીને જીવનમાં ઉત્સાહ-ઉમંગ લાવીએ

|| ચાલો, ઉત્સવોને ઊજવીને જીવનમાં ઉત્સાહ-ઉમંગ લાવીએ|| કોઈ પણ સંસ્કૃતિની મહાનતા એના ઉત્સવો પરથી જોઈ શકાય છે. ઉત્સવ કોઈ પણ દિવસને ઉત્તમ બનાવી શકે છે. ભારતમાં સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવો ઊજવવામાં આવે છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો એ બધાને આપણા જીવન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ હોય છે. આ પૃથ્વી પર આપણો જન્મ થાય ત્યારે મન કોરી પાટી જેવું હોય છે. આપણી કેળવણી આપણી આસપાસના વાતાવરણ, સમાજ, માતાપિતા, ગુરુઓ તથા સંપર્કમાં આવતા દરેક માણસને લીધે થાય છે. આપણે દેવી-દેવતાઓની વાર્તાઓ પરથી જોઈ શકીએ છીએ કે એમાંથી દરેકે સૃષ્ટિની રચનામાં અલગ અલગ ભૂમિકા ભજવી હતી. ચંદ્ર, તારા, સૂર્ય, આકાશગંગાઓ, વગેરે બધા એક જ આકાશમાં હોય છે, પરંતુ એમનું પણ અલગ અલગ કાર્ય હોય છે. પૃથ્વી પર આપણે મનુષ્યો પણ એકબીજા સાથે રહીએ છીએ, પણ ઝડપી યુગમાં આપણી વ્યક્તિગત ઓળખનો ભોગ લેવાઈ ગયો છે. પૃથ્વી પર જન્મ લેનાર દરેક બાળકે બીજાઓની જેમ જ ભાષા અને બોલી શીખવાની હોય છે. એ બાળક બીજાઓને જોઈને પોતાની એક અલગ તરેહ વિકસાવે છે. કૃષ્ણના જન્મદિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ. આજે પણ ગોવાળોની જેમ કેટલાક લોકો મટકી ફોડે છે. મટકી ફોડતી વખતે...

દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણારૂપી ચમકારો પ્રગટ કરીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે

  || દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણારૂપી ચમકારો પ્રગટ કરીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે || આકાશમાં તારા, ચંદ્ર, ગ્રહો, બધું જ પ્રકાશમાન છે, દરેકની આગવી ચમક છે. વીજળી થાય ત્યારે પણ ભરપૂર પ્રકાશ ફેલાય છે. તમે ક્યારેય મનુષ્યનો પ્રકાશ જોયો છે ? આવતી કાલને ઉજ્જવળ અને વધુ અર્થપૂર્ણ બનાવનારું મનુષ્યનું દરેક પગલું તેનો પ્રકાશ કે તેની ચમક જ કહેવાય. આ વિશ્વમાં દરેક વસ્તુની પોતપોતાની ચમક હોય છે. દરેકને આશાનું કિરણ બનવાની તક મળેલી હોય છે. આપણે મનુષ્યો પણ જીવનને વધુ ચમકાવવા માટે કામ કરી શકીએ છીએ. એમ કરીને આપણે જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. કંઈક હાંસલ કરવાની તમન્ના આ પ્રકાશ રેલાવી શકે છે. આપણે અંદરથી જ એ પ્રકાશપૂંજ સર્જવાનો હોય છે. પ્રેમ અને સકારાત્મકતાથી પ્રકાશ રેલાવવો એ આજના સમયની જરૂરિયાત છે. ભારત જેવા દેશમાં આધ્યાત્મિક પ્રકાશ હંમેશાં ફેલાયેલો રહે છે. જો તમે જુઓ તો બધે જ કૃષ્ણનું અસ્તિત્વ દેખાય છે. અલગ અલગ સ્થળોએ કૃષ્ણનાં અલગ અલગ રૂપ છે, જેમાં રાધાવલ્લભ, ગોવિંદ, શ્રીનાથજી, દ્વારકાધીશ, વિઠ્ઠલ, બાંકેબિહારી, રાધામાધવ, ઉડિપી કૃષ્ણ, ગુરુવયુર પાર્થસારથિ પેરુમલ, તિરુપતિ બાલાજી, જગન્નાથ, વગે...