ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ
|| ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ || શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત અને મન તંદુરસ્ત તો આત્મા તંદુરસ્ત. હાલ કોરોનાના રોગચાળાને કારણે કપરો સમય ચાલી રહ્યો છે. આ રોગચાળાએ આપણને તંદુરસ્તી જાળવવાનું મહત્ત્વ સમજાવી દીધું છે. પૈસા અને પ્રતિષ્ઠા કરતાં આપણું શારીરિક અને માનસિક આરોગ્ય વધારે મહત્ત્વનું છે એ પણ આપણે સમજી ગયા છીએ. મન, શરીર અને આત્મા જ્યારે એક જ દિશામાં જતાં હોય ત્યારે આપણને મળતો જીવનનો આનંદ અલગ જ હોય છે. જેને સંતોષ હોય એ માણસ જીવનને જાણી અને માણી શકે છે. પૃથ્વીના પરિભ્રમણને લીધે દિવસ-રાત થાય છે. દિવસનો સમય આપણા મગજ અને શરીરને કામ કરવા માટે હોય છે અને રાતનો સમય એમને આરામ કરાવવા માટેનો હોય છે. જો શરીરને પૂરતો આરામ મળ્યો હોય તો મન પણ સારી રીતે કામ કરી શકે છે. શરીર જેટલું કરવા દે એટલું જ કામ કરવું જોઈએ. શારીરિક આરોગ્ય સાચવ્યું હોય તો માનસિક આરોગ્ય જળવાઈ રહે છે. ચંદ્રની કળા કૃષ્ણ અને શુક્લ એમ બન્ને પક્ષમાં વધ-ઘટ થાય છે. આપણે જોયું છે કે આપણા મોટાભાગના તહેવારો શુક્લ પક્ષમાં હોય છે, જ્યારે ચંદ્રની કળા વધતી હોય છે. એ કાળમાં ઘણી સકારાત્મકતા હ...