Posts

Showing posts from December, 2023

વિવિધતા સમાનતા અને સમાવેશથી જીવન વધુ સુખમય થશે

 વિવિધતા સમાનતા અને સમાવેશથી જીવન વધુ સુખમય થશે કોરોનાકાળ બાદ આખી દુનિયાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. વ્યવસાય ક્ષેત્રે ઘણા બદલાવ આવ્યા છે ત્યારે લોકો આરોગ્યની વધુ સંભાળ રાખતા થઈ ગયા છે. દરેક ક્ષેત્રમાં આવેલી વિવિધતા અને વિભાનવાઓને સમજવાનું મહત્ત્વ વ્યવહારમાં વધુ આવ્યું છે. લોકોને એ સમજાઈ રહ્યું છે કે જો મહત્ત્વ આપવામાં નહીં આવે તો દરેક વસ્તુ અસર કરશે એક તબીબ તરૂકે હું વિવિધ સંસ્કૃતિ, ધર્મો અને સમાજના લોકોને જોઉં છં. મારા માટે એ સમાન છે. મારી ફરજ છે કે તેમની સમસ્યાને ઓછી કરવી, જેથી હૂંફ અને આરામ અનુભવે. આપણા સમાજમાં આ વિશેષ રૂપે વિકલાંગ બાળકોને સમાવવા માટે સક્ષમ થવું જરૂરી છે. આ બ્રહ્માંડ એક એવું ચક્ર છે, જે સંપૂર્ણપણે ભગવાન દ્વારા ચલાવવામાં આવે છે. આપણે બધા જુદા જુદા ધર્મો, જાતિઓ અને સંપ્રદાયોથી પોતાને અલગ પાડીએ છીએ, ઘણી જુદી જુદી ધાર્મિક વિધિઓનું પાલન કરીએ છીએ આ બ્રહ્માંડમાં અને કિન્ડરગાર્ટન, પ્રાથમિક, માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણમાં જાઓ, શાળાઓ કોઈપણ ભાષાને અનુસરતી હોઈ શકે છે, પરંતુ તે શાળા સત્તાવાળાઓ ક્યારેય પરિભાષા બનાવતા નથી કે ફક્ત અમુક સમુદાયના સભ્યોને જ પ્રવેશ મળશે. તમે શિક્ષણ માટ...

વિશ્વાસ કરતાં મહત્વનો આત્મવિશ્વાસ

 વિશ્વાસ કરતાં મહત્વનો આત્મવિશ્વાસ વિશ્વાસ હોય એના કરતાં પણ આત્મવિશ્વાસ હોય એ વધારે મહત્વનું છે. તમને તમારી વાત પર, તમારા કામ પર વિશ્વાસ હોઈ શકે પણ આ વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમને જાત પર આત્મવિશ્વાસ હોય. આત્મવિશ્વાસ હોય એ જ જાત પર વિશ્વાસ રાખી શકે અને વિશ્વાસ સાથે આગળ વધી શકે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો એ હોય તો જ તમે સામેવાળાને વિશ્વાસ અપાવી શકો નહીં તો તમારો ભરોસો કોઈ કરી ન શકે. નાનામાં નાની વાતમાં પણ વિશ્વાસની જરૂર પડે. તમારે ડૉગીને પણ રમાડવું હોય તો પહેલાં તમારે એને વિશ્વાસ દેવડાવવો પડે કે તમે એને નુકસાનકર્તા નથી. તમે એને સાચવશો અને તમે એની સાથે દગાબાજી નહીં કરો. તમારે ત્યાં કામ કરવા આવતી વ્યક્તિને પણ તમારે ભરોસો દેવડાવવો પડે છે, કૉન્ફિડન્સ આપવો પડે છે કે કામ કર્યા પછી તમે તેને પહેલી તારીખે તેની સૅલરી ચૂકવી દેશો. કૉન્ફિડન્સ આપી શકો તો જ તમે પ્રગતિ કરી શકો અને કૉન્ફિડન્સ આપી શકો તો જ તમે ટકી શકો. વિશ્વાસ તમને સફળતાની ચરમસીમા પર લઈ જવાનું કામ કરે તો એ વિશ્વાસને અકબંધ રાખો. એને તોડવાની ભૂલ ક્યારેય કરતા નહીં. વિશ્વાસ જ્યારે તૂટે છે ત્...