Posts

Showing posts from June, 2025

સકારાત્મક ઉર્જાનો સંચાર આંતરિક ઉર્જાના પ્રવાહને વધારે છે

 સકારાત્મક ઉર્જાનો સંચાર આંતરિક ઉર્જાના પ્રવાહને વધારે છે આ કહેવત મારી જીવનશૈલીનો એક અગત્યનો ભાગ બની ગઈ છે, અને હું મારા અનુભવથી કહું છું કે એ ખરેખર કામ કરે છે. જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે લોકો પોતાના અને સ્વજનોના સ્વાસ્થ્યને લઈને ભયભીત થયા હતાં અને એ ભય સ્વાભાવિક હતો. હું પણ ડરી ગઈ હતી અને ઘરેથી કામ કરવાની શરૂઆત કરી. એ સમયે ઘરેથી હું બધુ કેવી રીતે વ્યવસ્થાપન કરીશ અને સંભાળીશ એ મામલે હું અન્ડરકોન્ફિડેન્ટ હતી. બાળકોને હું ઓનલાઈન કન્સલ્ટ કરતી હતી. સાંભળવામાં અને બોલવામાં તકલીફ હોય એવા બાળકોને કેટલી તકલીફ પડી રહી હતી એ મેં મારી આંખે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો તેમની હકીકત છે. બાળપણથી જ તેઓ સાંભળતા લોકોની દુનિયામાં સંવાદ કરવામાં સંઘર્ષ કરે છે. છતાં, તેઓ ઉત્સાહથી શીખવા તૈયાર રહે છે, સંઘર્ષ કરતા રહે છે અને નિરાશ નથી થતાં. તેઓ દરેક દિવસે "સામાન્ય" દુનિયામાં ફિટ થવાની કોશિશ કરે છે. એ સમયે મેં સકારાત્મકતા વિશે લખવાનું શરૂ કર્યું. મારા કામમાંથી પ્રેરણા લઈને, આજે મારા મન, શરીર અને આત્મામાં સકારાત્મક ઊર્જા વહે છે. છેલ્લા પાંચ વર્ષમાં મેં 250 થી વધુ લેખો લખ્યા છે. મુસાફરી સમય દરમિય...

શાંતિમાં પણ પોતાની અંતરઆત્માનો અવાજ સાંભળવો જરૂરી

  શાંતિમાં પણ પોતાની અંતરઆત્માનો અવાજ સાંભળવો જરૂરી એ દિવસ હું કદી ભૂલી નથી શકતી. એ દિવસે બનેલી એક ઘટના મારા જીવન પર ઊંડો પ્રભાવ છોડી ગઈ છે. નાણાકીય રીતે ગરીબ પરંતુ માનવી તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવવાની સાચી રીત શી હોય એ મને એક સ્ત્રીએ શીખવાડી. આ સ્ત્રી લગભગ ૪૦ વર્ષની હશે. દેખાવથી સરળ અને મીઠી લાગતી. તેણે ફક્ત દસમો ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પુત્રીના જન્મ પછી તે શ્રવણશક્તિ ગુમાવી બેસી.  હવે તેની એકજ દીકરી છે, જે હવે એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે એટલે કે તેને છેલ્લા ૧૮ વર્ષથી શ્રવણશક્તિની સમસ્યા છે. તેણે જણાવ્યું કે લગભગ દસ વર્ષ પહેલા મેં તેને શ્રવણયંત્ર આપ્યું હતું, જેનાથી તે ધ્વનિ સાંભળી શકતી હતી.  પતિએ તેને ત્યજી દીધેલી, તેથી હવે તે માતા-પિતાની સાથે રહે છે. તેના પિતા તેની પુત્રીના ભણતરનો ખર્ચ કરે છે. બે વર્ષથી શ્રવણયંત્ર ખરાબ થઈ ગયું છે પણ એ સમયગાળામાં તેણે ફરી ક્યારેય મદદ માંગવાનો વિચાર કર્યો ન હતો. અત્યાર સુધી તો ચાલતું હતું, પણ હવે જેવી રીતે પિતા વૃદ્ધ થઈ રહ્યાં છે, તેણીએ નક્કી કર્યું કે હવે તો શ્રવણયંત્ર લેવું જ પડશે જેથી કામ મેળવી શકે અને પોતાનું ગુજરાન...

તમારું જીવન બદલો...

 તમારું જીવન બદલો... બિઝનેસ જગતની લગભગ ૪૦% કંપનીઓ ટેક્નોલોજીકલ પરિવર્તન ન અપનાવે તો ટકી શકશે નહીં. એવું મેં એક જગ્યાએ વાંચ્યું હતું ત્યારે મને લાગ્યું કે મારી તર્કબદ્ધ વિચારશક્તિથી પણ આ સાચું જ લાગે છે. દાખલા તરીકે, પશ્ચિમી દેશોમાં ઘરમાં ડીશવોશર હોય છે, જે આપમેળે વાસણ ધોઈ આપે છે, એટલે કે કામવાળી રાખવાની જરૂર રહેતી નથી. આજે તો જેની આર્થિક સ્થિતિ નબળી હોય તે લોકો પણ સ્માર્ટફોન જેવી ટેકનોલોજીથી પરિચિત થયા છે અને તેઓ હવે માનતા થયા છે કે શિક્ષણ લઈ આગળ વધવું શક્ય છે. હું એક પત્રકાર સાથે વાત કરી રહી હતી ત્યારે મેં તેને જાગૃતિ ફેલાવવા માટે બનાવેલી ફિલ્મો બતાવી. તેણે કહ્યું કે મારી ફિલ્મોમાં સીધા સોલ્યુશન્સ હતા, જ્યારે લોકો માટે મોટાભાગે દુઃખદ સ્થિતિ જોવી જરૂરી બને છે ત્યારે જ તેઓ બદલાવ માટે તૈયાર થાય છે. ખાસ કરીને ભારતમાં લોકો કોઈ પણ બાબતમાં બદલો લાવવા માટે મોટા દુઃખ કે વિનાશ જોવું પડે ત્યારે જ સતર્ક થાય છે. પરંતુ હવે એ સ્થિતિ બદલાઈ રહી છે. આજે સામાન્ય વર્ગના લોકો પણ સમજવા લાગ્યા છે કે બદલાવ શક્ય છે. આજે માત્ર સહાનુભૂતિ આપવી પૂરતી નથી, આપણે નવીનતાઓથી જીવન બદલવાનું કામ કરવું પડશે. છેલ્લા પા...

આશા એ જાગૃત સ્વપ્ન છે…

 આશા એ જાગૃત સ્વપ્ન છે… મારી તમામ સકારાત્મકતાની શરૂઆત મારા સપનાથી થાય છે. કોઈક નવું કરવાનું, કંઈક સારું સર્જવાનું. કેટલાંય વખત એવું થાય છે કે હું બાળકો માટે ઇવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરવા માંગું છું, મારા વ્યવસાયમાં વિસ્તૃત કાર્ય કરવા ઈચ્છું છું, પુસ્તક લખવા અને પ્રકાશિત કરવા માટે આતુર થઈ જાઉં છું, યાત્રા પર જવાનું મન થાય છે, તીર્થયાત્રા કરવા ચાલી જાઉં છું, કે પછી કંઈક એવું નવું અને વિશેષ કરવાનું મન થાય છે જે મારે માટે રોમાંચક હોય, જેમ કે ફિલ્મ બનાવવી હોય, નૃત્ય કરવું હોય, કે પછી બોક્સિંગ જેવી ફિઝિકલ એક્ટિવિટી કરવી હોય. આવા અનેક કાર્ય છે જે મને આનંદ આપે છે.મારું સર્જનાત્મક બનવું ક્યારેક મારા આસપાસના લોકોને પણ પ્રભાવિત કરે છે. ખાસ કરીને મારા પરિવારજનો, મિત્રો, કે વ્યાવસાયિક જોડાણો. તેઓ ક્યારેક મજાકમાં પૂછે છે કે ‘મૅમ, તમે કેટલાં સપના જુઓ છો? અને કેટલાં પૂરા કરવાના ઈરાદા છે?’ હું સીધો જવાબ આપું છું: ‘હું આ દુનિયામાં એક ઉદ્દેશ્ય લઈને આવી છું. આ એક જ જીવન છે, અને મારામાં જે કુશળતા છે તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ મારે કરવો છે.’ મારા બધા સપનાં સાકાર ન થાય, પણ હું પ્રયત્ન તો જરૂર કરી શકું છું. સફળ ન ...

સત્યની શોધમાં...

 સત્યની શોધમાં... આજના વૈજ્ઞાનિક યુગમાં જ્યાં તુલના, સ્પર્ધા અને ખોટા આકર્ષણો છવાયેલા છે, ત્યાં સત્યની શોધ દુર્લભ બની ગઈ છે. છતાં, દરેક વ્યક્તિની અંતરાત્મા જાણે છે કે એક જ સત્ય છે  અને એ છે એક ડિવાઈન તત્ત્વનું અસ્તિત્વ એટલે કે ભગવાન છે, કોઈ ગમે તે દાવાઓ કરે પણ અનંતકાળ સુધી આ સત્ય એક જ રહવાનું છે. જે વ્યક્તિ ખરા મનથી સત્યની સેવા કરે છે, એ સુનિશ્ચિત રીતે તેને અનુભવે છે. સત્ય કોઈ વ્યક્તિગત માલિકીની વસ્તુ નથી, એ તો સર્વજનોની સંપત્તિ છે. એને વ્યાખ્યાઓમાં બાંધી શકાય નહિ. એ તો માત્ર અનુભવાય છે. એક માતા પોતાના બાળકને જે નિશ્રય અને નિસ્વાર્થ પ્રેમ આપે છે એ પણ સત્ય છે. પણ જ્યારે આજના આડંબરયુક્ત સમાજમાં કેટલીક માતાઓ પોતાની છબી કે સોશિયલ જીવનને પ્રથમ સ્થાને મૂકે છે અને તેની અસર બાળકના ઉછેર પર પડે છે. આવા કેસમાં સત્યની વ્યાખ્યા બદલાઈ જાય છે. જે એક અસ્વાભાવિક જીવનદ્રષ્ટિની ઊપજ છે તેનો દેખાડો થાય છે. આજની ઝડપી યુગમાં શિક્ષણનું મહત્વ સર્વેને અવિભાજ્ય લાગતું થયું છે, છતાં એ દરેક બાળક સુધી પહોંચતું નથી. કોઈ બાળક માતા-પિતાની નિષ્ઠાને લીધે ભણે છે, તો કોઈ પોતાની મહેનતથી આગળ વધીને માતા-પિતાનું નામ ...