Posts

Showing posts from February, 2024

ભૌતિક ચીજો કરતાં જીવનના અનુભવોનું મૂલ્ય સમજવું આવશ્યક

 ભૌતિક ચીજો કરતાં જીવનના અનુભવોનું મૂલ્ય સમજવું આવશ્યક એવું કહેવાય છે કે અનુભવથી વ્યક્તિ ઘડાય છે. સારી આદતો, સારું શિક્ષણ, સકારાત્મક વાતાવરણ, સારા મિત્રોની સંગત વ્યક્તિની સ્વસ્થ વિચારસરણીને વિકસિત બનાવે છે અને જીવનના દરેક તબક્કામાં શ્રેષ્ઠ પરિણામો આપે છે. અને ભૌતિક સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન બને છે. જીવનમાં દરેક પગલું અને ક્ષણ નવા અનુભવો લાવે છે, અને એવું કહેવાય છે કે કોઈપણ અનુભવ, પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક, તેનું આંતરિક મૂલ્ય હોઈ શકે છે. તે મૂલ્યને અનલૉક કરવું એ અમારી પસંદગીની બાબત છે. ભૌતિક ચીજો કરતાં જીવનમાં મળતા અનુભવોની કિંમત કરશો તો તમારી સાથે તમારા આસપાસના લોકોમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. શ્રીમદ્ ભગવદ ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ પણ ભૌતિક વસ્તુઓ કરતાં જીવનમાં તમારા અનુભવો અને સકારાત્મક વિચારોનું મૂલ્યાંકન કરવાના મહત્વ પર ભાર મૂકે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે, 'જે લોકો મારામાં વિશ્વાસ કરે છે અને મને સંપૂર્ણ રીતે સમર્પણ કરે છે, હું હંમેશા તેમના માટે છું.' જો કે, મારો અનુભવ મને કહે છે કે જીવનમાં ઘણા સફળ લોકો એવા હોય છે જેમને નામ ...

સારા કર્મો જીવન વધુ સારું બનાવશે

 સારા કર્મો જીવન વધુ સારું બનાવશે જ્યારથી સોશિયલ મીડિયા પ્લેફોર્મ્સની બોલબાલા વધી છે ત્યારથી ઘણા લોકો દરરોજ ગૂડ મોર્નિંગની સાથે પ્રેરણાદાયી સંદેશાઓ મોકલતા હોય છે. ઘણા લોકો કંટાળી જાય છે અને ઘણા મેસેજ એવા હોય છે જે તમને વિચારવા મજબૂર કરે છે, "હું કેટલો સારો છું?" મને એક દિવસ એક મેસેજ મળ્યો જેને હું જીવનભર ભૂલી શકીશ નહીં. એ મેસેજમાં એવું હતું કે 1960માં ઈંગ્લેન્ડના ડેવિડ લેટિમરે એંસી લિટરની સીલબંધ કાચની બોટલમાં છોડ રોપ્યો. અને તેને છેલ્લે 1972માં પાણી આપવામાં આવ્યું હતું. કાચની બોટલે ઇકોસિસ્ટમ વિકસાવી છે. જેમ પાણી બોટલમાં બાષ્પીભવન થાય છે અને ટોચ પર ઘટ્ટ થાય છે અને પાણીના ટીપાં તરીકે આવે છે. ચક્ર ચાલુ રહે છે અને આમ છોડ હજુ પણ જીવંત છે. આ સંદેશ દર્શાવે છે કે જીવન તેનો માર્ગ શોધી લે છે. આજકાલ યુટ્યૂબ, એમેઝોન અને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટની ભરમાર છે. કેટલાક કન્ટેન્ટ ખરેખર સારા હોય છે ત્યારે કેટલાક ફક્ત મનોરંજન અથવા કારણ વગરની અશ્લીલતાને દર્શાવે છે. આ તમામ પ્રકારના કન્ટેન્ટમાંથી આપણા જીવનમાં વેલ્યૂ એડ કરી શકે એવા કોન્ટેન્ટને જોવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. આ .ઉપરાંત વા...

સકારાત્મકતાનો ચેપ આખી દુનિયામાં ફેલાવો જોઈએ

સકારાત્મકતાનો ચેપ આખી દુનિયામાં ફેલાવો જોઈએ   વ્યક્તિના જીવનમાં ભાષા એ મહત્ત્વનું ઘટક ગણાય છે. પોતાની ભાષાને જે રીતે વ્યક્ત કરીને અન્ય વ્યક્તિ સુધી તે લાગણીને પહોંચાડવી જરૂરી છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય ભાષાની સાથે મનની ભાષા આવડવી પણ જરૂરી હોય છે. મનની ભાષા એટલે તમે જે ફીલ કરો છો તે જ ફીલિંગ અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવી. ઘણી વાર આપણું મન ઉદાસ હોય , પણ આપણે નિકટની વ્યક્તિ સમક્ષ તે લાગણીને વ્યક્ત ન કરી શકીએ તો તેનો ઉકેલ આવતો નથી અને વ્યક્તિ અંદરોઅંદર ઘૂંટાયા કરે છે. આવું થવાથી અંદર રહેલી સકારાત્મક ઉર્જાને માઠી અસર થાય છે. મારા ક્લિનિકમાં 25 વર્ષનો છોકરો સાંભળી ન શકતો હોવાની ફરિયાદ લઈને આવ્યો હતો. તેની કરિયાણાની દુકાન છે અને ઘોંઘાટવાળા વિસ્તારમાં ગ્રાહકો આવે તો તે બરાબર સાંભળી શક્તો નથી. અમે તેનું શ્રવણ પરિક્ષણ કર્યું. આ ટેસ્ટ ત્રણ અલગ ભાષાઓમાં કર્યો હતો. દરમિયાન મેં નોંધ્યું કે તેને ઓવરથિંક કરવાની આદત છે. જો ભૂલ થાય તો તેને ગમતું નથી અને તેની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જા છે. તેની સાથે ગહન ચર્ચા કર્યા બાદ જાણવા મળ્યું કે યુવકને ક્રિકેટ રમવાનો શોખ હતો. ભણવામાં નબળો હતો એટલે ફેમિલીન...