માનસિકતા બદલો, જીવન જરૂર બદલાશે
માનસિકતા બદલો , જીવન જરૂર બદલાશે એક સમયે મનુષ્ય ગુફાઓમાં રહેતો અને પાંદડાનાં વસ્ત્રો પહેરતો. આજે દેશ-વિદેશમાં કેટકેટલીય ફેશન પ્રચલિત છે. મનુષ્યની ઉત્ક્રાંતિમાં સતત કંઈક ને કંઈક નવું થયા કરે છે અને પહેલાંના સમય કરતાં આજકાલ પરિવર્તનો ઘણા ઝડપથી આવી રહ્યાં છે. જો કે , હજી જીવનનાં મૂળભૂત તત્ત્ત્વો કે સિદ્ધાંતોમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. મનુષ્ય હંમેશાં પડકારોને ઝીલીને પ્રગતિ કરતો આવ્યો છે. સાથે સાથે આપણે એવાં પણ ઉદાહરણો જોઈએ છીએ કે દુનિયાની નજરે સફળ માણસ અચાનક જ આત્મહત્યા કરી બેસે છે. આના પરથી કહી શકાય કે મનુષ્યની માનસિકતા એના વર્તન-વ્યવહાર પર અસર કરે છે. ભારતમાં આપણે દેવી-દેવતાઓ પર શ્રદ્ધા રાખીએ છીએ. આપણે પોતાને સુખી અને સમૃદ્ધ રાખવા માટે ઈશ્વરને વિનવણી કરીએ છીએ. કોઈ આપદા આવે ત્યારે ભારતમાં એક સમયે લોકો એવું માનતા કે ભગવાન ગુસ્સે થયા છે. આજે પણ લોકો અલગ અલગ ઈચ્છાઓ અને અપેક્ષાઓ લઈને મંદિરમાં જાય છે. કોઈ પોતાની ભૂલ બદલ ક્ષમા માગે છે , તો કોઈ પોતાના લગ્ન માટે આશીર્વાદ માગે છે. કોઈ સંતાન ઈચ્છે છે , તો કોઈ જીવનમાં શાંતિ મેળવવા માગે...