Posts

Showing posts from March, 2023

જીવનમાં પ્રેસરને કેવી રીતે પ્લેઝરમાં પરિવર્તિત કરવું?

જીવનમાં પ્રેસરને કેવી રીતે પ્લેઝરમાં પરિવર્તિત કરવું ?     આજે ,  દરેક માણસને  " મારી  પર   કામનું  ખૂબ જ પ્રેસર  છે " એવું કહેતાં  સાંભળીએ છીએ .  ભાગ્યે જ તમે કોઈને કહેતા સાંભળશો , " હા, હું ખૂબ જ મજામાં છું અને મારું કામ આનંદપૂર્વક કરી રહ્યો છું. " ગૃહિણી  હોય, સામાન્ય નોકરિયાત હોય, બિઝનેસમેન કે પ્રોફેશનલ હોય, દરેક વ્યક્તિ કામના દબાણ એટલે કે કામના પ્રેસરની વાત કરે છે. હાલમાં બે કિશોરોને મળવાનું થયું. એમાંથી એકને અભિનેતા બનવું છે અને બીજો કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. એ બન્ને બુદ્ધિશાળી અને દેખાવે સારા છે, પરંતુ બન્નેનું વજન ઓછું છે. એમની સાથેની વાતમાં જાણવા મળ્યું કે તેઓ પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે. બન્ને જણે પોતાના પરિવારમાં અસામાન્ય કહેવાય એવા ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. એમના પિતાએ એમને કહ્યું હતું કે તેઓ જો પોતાના પ્રયત્નોમાં સફળ થાય નહીં તો બન્નેએ દુકાને બેસી જવું. અસામાન્ય ક્ષેત્રને લીધે બન્ને પર એક પ્રકારનો બોજ છે. એમણે મને એમ પણ કહ્યું કે આજકાલ એમના મિત્રો પણ એવું વિચારે છે કે અત્યારે મહેનત કરી લેવી, જેથી ...

સકારાત્મક બનવાના સંકલ્પનું મહત્ત્વ

  સકારાત્મક બનવાના સંકલ્પનું મહત્ત્વ      આપણે બધાએ આ વાક્ય સાંભળ્યું છે , "   જ્યાં સુધી તમે સફળ ન થાઓ ત્યાં સુધી પ્રયાસ કરતા રહો." આપણા બધા વૈજ્ઞાનિકો આવું જ કરતા આવ્યા છે. એમણે અનેક નિષ્ફળતાઓ પછી સફળતા પ્રાપ્ત કરી. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ દરેક નિષ્ફળતા બાદ ફરીથી સંકલ્પ કરતા હતા. આજે એમના જ અવિરત પ્રયાસોને કારણે આપણે ટેલીફોન પર વાત કરીએ છીએ, વીજળીનો લાભ લઈએ છીએ અને પ્રવાસનાં અદ્યતન સાધનોને લીધે મન ફાવે ત્યાં ફરવા ઊપડી જઈએ છીએ.    વૈજ્ઞાનિકોની જેમ બીજાં અનેક ક્ષેત્રોમાં લોકોએ આવો જ ક્રમ અપનાવ્યો હતો. એમના દરેક પ્રયાસની પાછળ એક આશા છુપાયેલી હતી. ક્યારેક તો સફળતા મળશે એવી આશા હતી. આથી જ આજે મને સવાલ થયો છે કે શું કામ આપણે બધાએ જીવનમાં આશાવાદી બનવાનો સંકલ્પ કરવો નહીં !    આપણામાંથી ઘણા લોકો બીજા દિવસથી સવારે ઉઠીને કસરત કરવા અથવા ફરવા જવાનો સંકલ્પ કરે છે. મોટાભાગે એવું થતું હોય છે કે એ જ સંકલ્પ વારંવાર કરવો પડે છે, કારણ કે આપણી એ શરૂઆત થતી નથી. ઘણી વાર એવું થઈ જાય છે કે તબિયત ઘણી બગડી જાય ત્યારે કસરત કર્યા વગર છૂટકો હોતો નથી અને પછી આપણે એમાં ...

જીવનના અર્થ પ્રત્યેની સ્પષ્ટતા સફળતા તરફ દોરી જાય છે

જીવનના અર્થ પ્રત્યેની  સ્પષ્ટતા સફળતા તરફ  દોરી જાય છે     આપણા જીવનનો અર્થ શું છે એવું જો અચાનક કોઈ પૂછી બેસે તો એનો જવાબ શોધવામાં ઘણી વાર લાગી જાય છે, કારણ કે આપણે આ ભાગદોડભરી જિંદગીમાં જીવનના ઉદ્દેશ્ય કે અર્થ કે હેતુ વિશે વિચારવાનું જ ભૂલી ગયા છીએ !     એક અંગ્રેજી ઊક્તિમાં કહેવાયું છે કે તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો એ વસ્તુ તમને મળી શકે છે. આથી તમારે જે જોઈતું હોય એના પર જ લક્ષ આપવું જોઈએ. પોતાને શું જોઈએ છે એના વિશેની સ્પષ્ટતા જ આપણા જીવનનો અર્થ નક્કી કરી શકે છે.    ક્યારેક આપણા પોતાના સ્વપ્નો સાકાર કરવાનો સમય આવે ત્યારે આપણી શક્તિ ઓછી પડી જાય છે. બાહ્ય જગતમાં ઘણી સિદ્ધિઓ મેળવી હોય એવી અનેક વ્યક્તિઓ નિરાશાને કારણે આત્મહત્યા કરી ચૂકી છે. પૈસો, ખ્યાતિ બધું હોવા છતાં લોકો પોતાનું આયખું ટૂંકાવી દે એનું શું કારણ ?  આનું એક જ કારણ છે કે તેઓ જે જોઈએ છે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. તેઓ ફક્ત પોતાના માટે જ નહીં પણ આસપાસના સૌ લોકો માટે માનસિક તાણ ઉભી કરે છે.    અહીં ફરી એકવાર સકારાત્મક વિચારસરણીનું મહત્ત્વ જણાવવું જરૂરી છે. જીવ...

જીવનની નાની-નાની વાતોમાં ખુશી-સુખ અનુભવો

  જીવનની નાની-નાની  વાતોમાં  ખુશી-સુખ અનુભવો    કોઈ પણ પરિસ્થિતિમાં આનંદિત રહો, જે કરો એમાં ખુશ રહો, પોતાની પાસે છે એનાથી સંતુષ્ટ રહો, તમે જીવતા છો એ એક હકીકત તમારા પ્રસન્ન રહેવા માટે પૂરતી છે, હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ પણ ખુશીની જ વાત છે. આવાં અનેક વિધાનો આપણને સાંભળવા મળે છે, પરંતુ મને વિચાર આવે છે કે આપણામાંથી કેટલા લોકો આ બાબતે શાંતિપૂર્વક વિચાર કરીને ખરેખર સુખી-ખુશ રહે છે.    આજકાલની ભાગદોડભરી જિંદગીમાં ખુશ રહેવાનું અઘરું બની રહ્યું છે ત્યારે એના માટે સભાનતાપૂર્વક પ્રયાસ કરવા જરૂરી બની રહે છે.    જો તમે કુદરતી ઘટનાઓ-પરિબળોનું બારીકીપૂર્વક નિરીક્ષણ કરો તો તમને ઘણું શીખવા મળી શકે છે. સમુદ્રમાં ક્ષણભર માટે જ મોજાં કાંઠે આવે છે. એવા વખતે એમાં છબછબિયાં કરીને મોજ કરી લેવી જોઈએ. આ જ આજની આપણી વાતનો મુખ્ય મુદ્દો છે. દરેક પરિસ્થિતિમાં જ્યારે મળે, જેટલી મળે એટલી ખુશી પ્રાપ્ત કરી લેવી જોઈએ. પતંગિયાં પણ સતત બાગમાં ફર્યા કરતાં હોય છે અને એક ફૂલમાંથી ક્ષણભરમાં મધ લઈને ઊડી જાય છે. પક્ષીઓ પણ ચણ ચણીને પાછાં તરત ઊડી જાય છે.    તમે જોયું...