આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી
આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી આ દુનિયામાં કોઈ જ માણસ પરિપૂર્ણ નથી, દરેકે પરિપૂર્ણ બનવા માટે પ્રયત્ન કરવા પડે છે.આપણને કામ કરવાના આઠ કલાક, ઊંઘના આઠ કલાક અને ઇતર પ્રવૃત્તિઓના આઠ કલાક મળે છે. આપણે એ બધામાં નિયમિતતા જાળવવાની હોય છે અને દરેક પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરવાની જરૂર હોય છે. જન્મથી જ કોઈ પરિપૂર્ણ નહીં હોવાને લીધે ધીમે ધીમે બધું શીખવું પડે છે. આપણે સુઘડ દેખાવું પડે છે અને રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુઓ પોતાની પાસે રાખવી પડે છે. આજકાલ મોબાઇલ આવશ્યક વસ્તુઓમાં સામેલ છે. મારા ઘરમાં હું શિસ્તની આગ્રહી છું. મારી સાથે તમામ પરિવારજનો પણ શિસ્તમાં માને છે અને દરેક કામ પદ્ધતિસર કરે છે. દરેક બાબતે પરિપૂર્ણ બનવા માટે કામ કરવું પડે છે, પણ સાથે એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી. આથી જ ભગવાનને પૂર્ણપુરુષોત્તમ નામ આપવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનના એક પુસ્તકમાં ત્રિવક્રની વાર્તા છે. એને કુબ્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કંસના દરબારમાં ફૂલોમાંથી સુગંધી દ્રવ્યો બનાવીને લઈ જતી. જન્મથી એ સુંદર હતી, પરંતુ એક બીમારીને લીધે એની ખૂંધ વળી ગઈ હતી. ત્રણ ...