Posts

Showing posts from October, 2021

ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે

 || ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે || ભારતીય સંસ્કૃતિમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન અથવા પૂજા શરૂ કરતાં પહેલાં ગણપતિની વંદના કરીએ છીએ. એ જ રીતે દિવાળી નિમિત્તે આપણે ધનનાં દેવી લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. કોઈ ઘરમાં કન્યાનો જન્મ થાય તો એને લક્ષ્મીજી કહીને આવકારવામાં આવે છે અને નવવધૂને પણ ઘરની લક્ષ્મી કહીને જ બોલાવાય છે. ઘણી બધી જગ્યાએ નવવધૂને આવકારવા માટે વિશેષ રિવાજ હોય છે, કારણ કે એનાં પગલાં ઘરમાં પડે ત્યારે સુખ આવતું હોવાની માન્યતા છે. વળી, એ જ વ્યક્તિ કુળને આગળ વધારવામાં અને પરિવારનું પાલનપોષણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ બધા પરથી એવો વિચાર આવે છે કે જો આપણે સારાં કર્મોનું પણ સ્વાગત કરીએ તો કેવું! ધર્મનો અર્થ ફક્ત મંદિરમાં પૂજા કરવા જવું એવો જ થતો નથી. મનુષ્ય તરીકે આપણે ભગવાનને તન, મન અને આત્માથી પૂજવાની સાથે સાથે સારાં કર્મો પણ કરવાનાં હોય છે, કારણ કે તેનાથી જ આપણા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે.  કૃષ્ણ ભગવાન હતા, છતાં એમણે લોકોના જીવનમાં પરિવર્તન આવે એવાં કાર્યો કરવાનું જ યોગ્ય ગણ્યું. મને અહીં એક કથા યાદ આવે છે. ભગવાન કૃષ્ણ એક દ...

મનુષ્યે આ સૃષ્ટિમાં સારી રીતે જીવવું હોય તો પ્રેમની ભાષા સૌથી પહેલાં શીખી લેવી જોઈએ

 || મનુષ્યે આ સૃષ્ટિમાં સારી રીતે જીવવું હોય તો  પ્રેમની ભાષા સૌથી પહેલાં શીખી લેવી જોઈએ || મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે, "પ્રેમથી બધાને જીતી શકાય છે." સાપેક્ષતાનો પોતાનો સિદ્ધાંત પ્રેમની ઊર્જા સાથે સંબંધ ધરાવે છે એવું એમનું વિધાન ખરેખર આશ્ચર્ય પમાડનારું છે. મનુષ્યને સમજવા માટે પ્રેમને સમજવો જરૂરી છે, કારણ કે એ સૌથી મોટી વૈશ્વિક શક્તિ છે. વિજ્ઞાનની ક્રાંતિ જીવનમાં ઘણો ઉંડો અર્થ ધરાવે છે. કોરોનાના રોગચાળાએ લોકોને સમજાવી દીધું છે કે મનુષ્ય ભલે વિજ્ઞાનથી ચાલતો હોય, પણ વાસ્તવમાં લાગણીઓનું જ મહત્ત્વ હોય છે.  તાજેતરમાં મેં એવા સ્થળની મુલાકાત લીધી જ્યાં 400 વર્ષ જૂનું વડનું ઝાડ છે. એ વૃક્ષ પ્રેમનું પ્રતીક છે. તેના છાંયડા નીચે દરેકને આશ્રય અને હૂંફ મળે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ પરમ કહેવાય છે. એક દિવસ ગોરી રાધાએ કાળા કાનને પૂછ્યું, "તમારી પાસે તો આટલી બધી શક્તિઓ છે અને તમે ઈશ્વર છો છતાં વર્ણે શ્યામ કેમ છો?" કૃષ્ણે જવાબ આપ્યો, "હું આંખમાં ચમકતા કાજળની જેમ ચમકવા માગું છું. મારી બાજુમાં તમે વધુ ઊજળાં દેખાશો અને લોકોને પણ ખબર પડશે કે હું તમને કેટલો પ્રેમ કરું છુ...

સંબંધોનું મૂલ્ય સમજીને એમને માન આપવું જોઈએ, કારણ કે તેનાથી આપણું જીવન સમૃદ્ધ થાય છે

 || સંબંધોનું મૂલ્ય સમજીને એમને માન આપવું જોઈએ, કારણ કે  તેનાથી આપણું જીવન સમૃદ્ધ થાય છે || લોકોની લાગણીઓનો આદર કરવાનું મહત્ત્વ હોય છે. એક જાણીતા મનોવિજ્ઞાનીએ સાચે જ કહ્યું છે, “માણસ લાગણીઓમાં ડૂબી જવાને બદલે તરતા શીખે ત્યારે જ લાગણીઓ ઉત્તમ બને છે. પરસ્પર આદર અને સમજણના પાયા પર ટકેલી લાગણીઓથી બંધાયેલા સંબંધો જ ટકતા હોય છે.”  આજે ઘરના વડીલોની સાથે વધારે સમય ગાળવામાં આવે એ ઘણું જરૂરી બની ગયું છે. સાથે જ તમામ પરિવારજનો પરસ્પર આદર જાળવે અને અનુભવોનું આદાનપ્રદાન કરે એ પણ આવશ્યક છે. યુવાનોને પોતાનાં માતાપિતા કે વરિષ્ઠ નાગરિકો સાથે વિતાવવા માટે ઘણો સમય મળતો નહીં હોવા છતાં માતાપિતા માટે એનું ઘણું મહત્ત્વ હોય છે. માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનાં સંતાનો સુખી રહે. આ જ રીતે જીવનસાથી એકબીજાને સુખી જોવા ઈચ્છતા હોય છે. જીવનમાં સંબંધોની ઉષ્મા હોય તો કોઈ પણ પડકારને પહોંચી વળવાની હિંમત આવે છે.  રાધા અને કૃષ્ણ હંમેશાં એકબીજાની લાગણીઓને સમજતાં અને આસપાસના લોકોની લાગણીઓને પણ આદર આપતાં. રાધાએ પોતાના પ્રેમનું બલિદાન આપીને માતાપિતાનો આદર કર્યો અને કૃષ્ણે પણ બીજાઓ માટે પોતાના પ્રે...

વધુપડતા વિચારો છોડો, જીવનની દરેક પળને માણતાં શીખો

 || વધુપડતા વિચારો છોડો, જીવનની દરેક પળને  માણતાં શીખો || પુસ્તકો જોઈને મારા મનમાં અનેક વિચારો આવે છે. પુસ્તકો ફક્ત જ્ઞાન અને જાણકારી આપે છે એટલું જ નહીં, તેના કારણે અનેક વિચારોના, સકારાત્મકતાના અને ઊર્જાના તરંગો સર્જાય છે. પુસ્તક આધ્યાત્મિકતાનું હોય, વિજ્ઞાનનું હોય, ઈતિહાસનું હોય કે પછી ભૂગોળનું હોય, એ આપણી આસપાસના જગત સાથે સંબંધ ધરાવતું હોય છે.  પુસ્તક જ્યારે વિચારશક્તિ ખીલવે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. આપણું જીવન ખૂલ્લા પુસ્તક જેવું હોય છે. આપણે પોતે જ તેનું વાંચન કરીએ ત્યારે એ વધુ રસપ્રદ બની જાય છે.  કેટલાક લોકોને રહસ્યકથાઓ, ડરામણી વાર્તાઓ, કેટલાકને પરીકથાઓ તો કેટલાકને નાટકો કે સાહસકથાઓ વાંચવામાં રસ પડતો હોય છે. પુસ્તકો રોમાંચ લાવે છે, જીવનને અર્થપૂર્ણ બનાવે છે અને એમની સાથે આપણો એક નાતો રચાઈ જાય છે.  તમે, ખાસ કરીને હાલના કપરા સંજોગોમાં, વર્તમાન ઘડીને જીવંત-આનંદમય બનાવી નાખે એવું પુસ્તક વાંચવાનું પસંદ કરશો? અત્યારે દરેક જણ અનેક પ્રકારની મર્યાદાઓ વચ્ચે જીવી રહ્યો છે એવા સમયે આવા પુસ્તકની ખાસ જરૂર છે. આથી કહેવાનું કે હાલ જીવનના દરેક પાસાને આવરી લેનારું...