Posts

Showing posts from June, 2024

વૃદ્ધત્વ અભિશાપ નહીં વરદાન છે

 વૃદ્ધત્વ અભિશાપ નહીં વરદાન છે તમને શું લાગે છે વૃદ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે? 40 કે 60? 50 કે 70? કે પછી ક્યાંક તેની આસપાસ? આ અંગે કરવામાં આવેલા એક ઑનલાઇન સર્વે અનુસાર વૃદ્ધાવસ્થા 62 વર્ષની ઉંમરે શરૂ થાય છે. તેની વિપરીત 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોનું માનવું હતું કે વૃદ્ધાવસ્થા 71ની ઉંમરે શરૂ થાય છે. તે વાત સમજી શકાય છે કે આખરે થઈ શું રહ્યું છે. જો કોઈ તમને કહે કે તમે વૃદ્ધ છો તો તમને સાંભળવું ગમશે? એ રીતે કોઈને પણ નથી ગમતું કે તેઓ એવું વિચારે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધાવસ્થાનો સવાલ લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્ય વિશે વિચારતા કરી દે છે. અને જો તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે અથવા તો તેઓ એક ગરીબ જીવન જીવી રહ્યા છે તો તેમને સારું નથી લાગતું અને તેમને લાગવા લાગે છે કે તેમની વૃદ્ધાવસ્થા નજીક આવી રહી છે. વૃદ્ધાવસ્થાની સાથે સાથે અનુભવોની લાંબીસચક ડાયરી પણ સાથે હોય છે. યુવાની એ ભગવાન દ્વારા આપેલી કુદરતી ભેટ છે અને આ સમયમાં જીવનના આર્ટવર્કને તૈયાર જેટલી સારી રીતે તૈયાર કરશો તો વૃદ્ધાવસ્થા તેટલી જ સમૃદ્ધ બનશે. માનવી પાસે લાગણીઓની સાથે સાથે આધ્યાત્મિકતા અને શ્રદ્ધા પણ હોય છે. મહાકાવ્ય ...

માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી સફળ જીવનનો આધાર

 માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી સફળ જીવનનો આધાર માનસિક બીમારીઓ વિશે પહેલા જાહેરમાં વાતો થતી નહોતી, પણ હવે લોકો સજાગ થયા છે અને મેન્ટલ હેલ્થ વિશે જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે. સ્પર્ધાત્મક યુગમાં અને દોડધામભરી લાઈફસ્ટાઈલમાં માનસિક રીતે મજબૂત રહેવું પ્રાથમિકતા બની ગઈ છે. માનસિક રીતે સ્વસ્થ હશો તો પરિસ્થિતિને સારી રીતે સમજી શકશો અને સાચી દિશામાં વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકશો. પરિવાર માટે મેન્ટલ હેલ્થની સાથે ઈમોશનલ હેલ્થને જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. આજકાલ નાની નાની વાતોમાં લોકો તણાવનો અનુભવ કરવા લાગ્યા છે અને શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની પણ અવગણના કરે છે, પરિણામે સમસ્યા એટલી વકરી જાય છે કે ડિપ્રેશનમાં સરી પડતાં તેઓ આત્મહત્યાનું જીવલેણ પગલું લઈ લે છે. આવું ન થાય તે માટે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ભારત એ સંસકૃતિ અને વિવિધતાનો દેશ છે. રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા જેવા ગ્રંથો આપણને આજની તારીખમાં પણ દિશા દર્શાવે છે. પરિવારના મૂલ્યોની સાથે વ્યક્તિગત રીતે આગળ કેવી રીતે વધવું તથા નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક દિશા તરફ કેવી રીતે જવું તેનું જ્ઞાન આપે છે....

સકારાત્મક વિચારધારા માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે

 સકારાત્મક વિચારધારા માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે આજકાલની દોડધામભર્યા જીવનમાં વ્યક્તિ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની અવગણના કરે છે. જોકે, એક સ્વસ્થ જીવન માટે માનસિક સ્થિતિ અને તંદુરસ્ત શરીર ખૂબ જ જરૂરી છે. તે આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે, આપણા સંબંધો, કારકિર્દી અને અમારી કુશળતામાં. જ્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે, ત્યારે આપણે સ્વસ્થ રીતે વિચારી શકીએ છીએ, લાગણીઓને સંચાલિત કરી શકીએ છીએ, સંબંધો બનાવી શકીએ છીએ અને અમારી પૂર્ણ સંભાવનાઓને પ્રાપ્ત કરી શકીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે 56 મિલિયન ભારતીયો ડિપ્રેશનથી પીડાય છે અને લગભગ 38 મિલિયન ચિંતાના વિકારથી પીડાય છે. ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે. WHO અનુસાર, ભારતમાં દર સાતમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાય છે. તેથી, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા, પહોંચ અને માળખાકીય સુવિધાઓના અભાવને દૂર કરવાની સમયની જરૂરિયાત છે. ઈર્ષ્યા એટલે કે જલન જેવી લાગણીઓ છે જે પરસ્પર સંબંધોને બગાડે છે. ઘણી આપણે બતાવતા નથી પરંતુ આ લાગણી બીજાની ખુશીઓ જોઇને પણ થતી હોય છે. પરંતૂ શું તમને ખ...