Posts

Showing posts from September, 2023

હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક કરેલાં કાર્યોની ધારી અસર થાય છે

 હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક   કરેલાં કાર્યોની ધારી અસર થાય છે   ક્યાંક મેં વાંચ્યું છે કે સાંભળવું એ ચુંબકીય બળ છે. જો તમે ઊંડો વિચાર કરો, તો તે ખરેખર સાચું છે. આપણા કેટલાક સારા ગાયકો, જેમ કે કિશોર કુમાર અને લતાજી પાસે સુમધુર કંઠ હતો અને આપણે બધા એમના અવાજથી આકર્ષિત થતાં. એમના અવસાન પછી આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ.   32 વર્ષથી ઑડિયોલૉજિસ્ટ હોવાને કારણે મને લાગ્યું છે કે સાંભળવાની ક્રિયાનાં બે પાસાં છે. એક, તમે કાને સાંભળવું અને બે, હૃદયથી સાંભળવું.  જ્યારે તમે તમારા પ્રિયજનોની વાતો ત્યારે તમે તમારા હૃદયથી સાંભળો છો; અને તમે તમારા પોતાના તથા તમારા પ્રિયજનોના ભલા માટે સાંભળો છો.   શ્રવણશક્તિની ખામી ધરાવતાં બાળકો સાથે મારે રોજ કામ પડે છે. મને લાગે છે કે તેઓ હંમેશાં ખુશ અને પ્રેરણાદાયી હોય છે, કારણ કે તેઓ આપણી જેમ તેમના કાન દ્વારા સાંભળતાં નથી, પરંતુ હૃદયથી સાંભળે છે. કલ્પના કરો કે જો આપણે તેમના જીવનમાં શ્રવણયંત્ર અથવા કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઉમેરીએ તો તેઓ કેટલું સારું સાંભળી શકશે.   જ્યારે આપણે આ ખાસ પડકારવાળાં બાળકોને ...

જીવનમાં સ્વયંશિસ્તનું મહત્ત્વ

 જીવનમાં સ્વયંશિસ્તનું મહત્ત્વ રાબેતા મુજબના શિક્ષણથી જીવનમાં વિકાસ થાય છે અને વધુ સારું જીવન જીવવાનું શક્ય બને છે. જો કે સ્વયં શિસ્ત હોય તો મનુષ્યનું ભવિષ્ય ઘણું વધારે ઉજ્જવળ બની શકે છે. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા હોય એ ખૂબ જ આવશ્યક છે. આપણે ઘણી એવી ખ્યાતનામ વ્યક્તિઓ જોઈએ છીએ, જેઓ જાહેરખબરોમાં ચમકે છે પરંતુ એમનું વાસ્તવિક જીવન સાવ અલગ જ પ્રકારનું હોય છે. આવા લોકો સમાજમાં આદર્શ બનીને ફરે છે, પરંતુ એમના જીવનમાં ઘણા વિરોધાભાસ હોય છે. હકીકતમાં તો એમણે પોતાની પ્રાથમિકતાઓ અને મૂલ્યો સમજવાં જોઈએ.   થોડા દિવસ પહેલાં 26 વર્ષનો એક યુવક મારી પાસે આવ્યો હતો. એ બોલવામાં થોથવાય છે. એણે અનુસ્નાતક સ્તર સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે અને અત્યારે નોકરી કરી રહ્યો છે. એમાં એણે દર ત્રણ મહિને એક મૌખિક પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હોય છે. છેલ્લા થોડા વખતથી એ મારી પાસે માર્ગદર્શન લેવા આવે છે અને હું એની વાચા વધુ સરળ અને સ્પષ્ટ બને એ માટે એને કેટલાક વ્યાયામ શીખવી રહી છું. થોડા જ દિવસોમાં એણે એક પ્રેઝન્ટેશન કરવાનું હોવાથી એ ઘણો નર્વસ હતો. મેં એને પૂછ્યું કે તું જે પ્રેઝન્ટેશન કરવાનો છે એટલી મ...

સુસંસ્કૃત સમાજ માટે જરૂરી છે સાંસ્કૃતિક વારસાનું જતન

 સુસંસ્કૃત સમાજ માટે જરૂરી છે સાંસ્કૃતિક વારસાનું જતન   કોઈ કન્યાનું આ વિધાન મેં ક્યાંક વાંચ્યું હતું, "મારી મમ્મીનો કૅટરિંગનો બિઝનેસ છે. હું શાળાએથી ઘરે આવ્યા બાદ મારી મમ્મીને એના કામમાં મદદ કરું છું. મને એ ઘણું ગમે છે. મમ્મી ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એને જોઈને મને પણ અન્ન પ્રત્યે અહોભાવ જાગ્યો છે. અન્ન મારા અસ્તિત્વ માટે જરૂરી છે એટલું જ નહીં, એ મારી ઓળખનો પણ એક હિસ્સો છે." આ વિધાન વાંચ્યા બાદ મને મારા પરિવારની વાત યાદ આવી. મારી દીકરીઓ નાની હતી ત્યારે 'જોશ ફાઉન્ડેશન'ના એક કાર્યક્રમમાં ગવાતું "હમ હોંગે કામિયાબ..." ગીત સાંભળીને એમને પણ પ્રેરણા મળી અને તેઓ બધાની સાથે ગાયનમાં જોડાઈ. ઉક્ત બન્ને વાત પરથી હું કહી શકું છું કે બાળકો મોટાઓનું જોઈને ઘણું બધું શીખતા હોય છે. આથી આપણી ફરજ બની જાય છે કે એમને સાંસ્કૃતિક મૂલ્યો, આદર, કરુણા, વગેરેનું મહત્ત્વ સમજાવવા માટે આપણે એને અનુરૂપ વર્તન કરવું જોઈએ.   થોડા વખત પહેલાં હું મારાં માતાપિતા અને બહેન સાથે ગોકુળ, મથુરા અને વૃંદાવન ગઈ હતી. મારા કામકાજ વિશે ખબર હોવાથી પપ્પાએ મને પૂછ્યું કે આટલા બધા દિવસ કેવી રીતે ફાળ...

દેવાંગી દલાલ

 દેવાંગી દલાલ આપણામાં કહેવત છે, 'ઉતાવળે આંબા પાકે નહીં.' એકદમ સાચી વાત છે. આ કુદરતમાં દરેક વસ્તુનો અમુક નિશ્ચિત કાળ લખેલો છે અને વિવિધ કાર્યો-પ્રક્રિયાઓનો નિશ્ચિત સમય હોય છે. આજના ઝડપી યુગમાં રહેનારા અને રાચનારા લોકોને એનો ખ્યાલ નથી. અત્યારે બધું જ યંત્રવત્ ચાલી રહ્યું છે. એકાગ્રતા, ધીરજ, પ્રામાણિકતા, એ બધા શબ્દોની લોકોને ખબર જરૂર છે, પરંતુ જીવનમાં એનો અમલ કરતા નથી. બધાને બધું જ રોકેટ ગતિએ જોઈતું હોય છે. લોકો ટૂંકા ગાળાની દૃષ્ટિ રાખે છે અને ટૂંકા ગાળામાં ઝડપથી લાભ મેળવી લેવાની વૃત્તિ સર્વત્ર જોવા મળે છે. લાંબા ગાળાનાં લક્ષ્યો વિશે ઘણા ઓછા લોકો વિચાર કરે છે. જે રીતે આંબા ઝડપથી પાકતા નથી એ જ રીતે સંબંધો પણ તત્કાળ કેળવાતા નથી. એમને નિભાવવા પડે છે અને સમય જતાં જ એ વધુ મજબૂત બને છે. એનાથી વિપરીત આજના સોશિયલ મીડિયાના યુગમાં ઝડપથી સંબંધો બંધાય છે અને ઝડપથી તૂટે છે. સંબંધો કેળવવા માટે આવશ્યક ધીરજ અને મહેનત અને ખંત લોકોમાં નથી.   મેં જ્યારે સકારાત્મકતા વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે મેં જોયું કે દરેક કાર્ય કે પ્રવૃત્તિ પાછળ અમુક નિશ્ચિત દિશા અને હેતુ હોવાં જરૂરી છે. દિશા અને ઉદ્દે...