'ચંદ્રયાન-3'ની સફળતામાંથી કંઈ શીખવા જેવું છે?
'ચંદ્રયાન-3'ની સફળતામાંથી કંઈ શીખવા જેવું છે? જીવનને સકારાત્મક દૃષ્ટિએ જોનારા લોકો આપણને ઘણી સારી સારી વાતો કહેતા હોય છે. "ભલે ગમે તે થાય હું તો ખૂબ મહેનત કરીશ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરીશ." "સમય ગમે તેટલો ખરાબ હોય, ગમે તેટલી મુશ્કેલીઓ આવે; હું મારા માર્ગ ઉપર અડગ રહીશ." આવા અનેક સંકલ્પો કરીને લોકો આગળ વધતા હોય છે અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ભારતે અગાઉ નિષ્ફળ પ્રયાસો કર્યા બાદ આખરે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યું. ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતરનારું વિશ્વનું આ પ્રથમ યાન છે. જીવનમાં સકારાત્મકતા, ખંત, મહેનત અને સંકલ્પ એ બધાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભારતના અવકાશી ખેડાણમાં ચંદ્રયાન3ની સફળતા સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. આપણે એ કાર્ય સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો તથા અન્ય કર્મચારીઓ અધિકારીઓને શ્રેય આપવું રહ્યું. એક વૈજ્ઞાનિક કાર્યમાં લોકોએ આટલી બધી રુચિ લીધી એ પણ ઘણા આનંદની વાત છે. માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વના લોકોએ ચંદ્રયાન-3ની સફળતાને બિરદાવી છે અને હરખ વ્યક્ત કર્યો છે. મનુષ્યના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાની દિશામાં આ ઘણું મોટું પગલું છે. ...