Posts

Showing posts from April, 2022

|| જગતના કલ્યાણ માટે હૃદયથી સાંભળવાનું શરૂ કરી દો ||

|| જગતના કલ્યાણ માટે હૃદયથી સાંભળવાનું શરૂ કરી દો || મારા પ્રથમ ગર્ભધારણ વખતે મેં જ્યારે સોનોગ્રાફી મશીનમાં ગર્ભના હૃદયના ધબકારા સાંભળ્યા ત્યારે મને જે ખુશી થઈ તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. પ્રથમ સંતાનપ્રાપ્તિ અવિસ્મરણીય અનુભવ હોય છે. એ દિવસોમાં શરૂ થયેલું મમત્વ આજીવન રહે છે. બાળક ચાલતાં શીખે કે એની શાળાનો પ્રથમ દિવસ હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય અને નોકરી-ધંધાનો પહેલો દિવસ હોય, એ બધા પ્રસંગોએ માતાને અનહદ આનંદ થતો હોય છે, જેની અનુભૂતિ અવર્ણનીય હોય છે. મારા સંતાન માટે સારું શું છે એ જ વિચાર દરેક માતાના મનમાં ચાલતો હોય છે. કોરોના રોગચાળાના સમયમાં દરેક વ્યક્તિએ અલગ અલગ પ્રમાણમાં હાડમારી અને વિપદાઓ વેઠી છે. મેં ખાસ જોયું છે કે એ અરસામાં મગજ કરતાં હૃદયનું સાંભળનાર માણસ કોઈકને ને કોઈકને મદદરૂપ થયો છે. હૃદયથી સાંભળવું એ આજના સમયની જરૂરિયાત છે. ભક્તને જરૂર હોય ત્યારે એને સાંભળનારા ભગવાનના હૃદય, નાગરિકોની જરૂરિયાતો પૂરી કરનારા સત્તાધીશના હૃદય, કર્મચારીઓની તમામ જરૂરિયાતોને સમજનારા માલિકના હૃદય અને સંતાનોને પૂછ્યા વગર એમના મનની વાતો જાણી લેનારા માતાપિતાના હૃદય જેવા જ હૃદયની આજના સમયમાં આવશ્યકતા...

|| કોઈ પણ સંબંધનું પાવિત્ર્ય પ્રામાણિકતાથી ટકે છે ||

  || કોઈ પણ સંબંધનું પાવિત્ર્ય પ્રામાણિકતાથી ટકે છે || સકારાત્મકતા સંસર્ગજન્ય હોય છે એ વાંચ્યા બાદ વૃંદાવનના ગૌરાંગદાસ પ્રભુ આપણી સાથે જોડાયા છે. તેઓ પૂછે છે પ્રેમ કોને કહેવાય? પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ અલગ અલગ રીતે કરે છે. પ્રેમ ચહેરા પર વ્યક્ત થાય છે અને વર્તન દ્વારા પણ વ્યક્ત થાય છે. જો કે, અહીં કહેવું રહ્યું કે ચહેરા પરનો ભાવ થોડા સમય પછી ઓસરી જાય છે, પરંતુ સ્વભાવ અને વર્તન કાયમ રહે છે. ફક્ત ચહેરો સારો હોય એના કરતાં જેનું હૃદય સારું હોય એવા માણસ સાથે રહેવાનું બધાને ગમતું હોય છે.  આપણે દરેક વ્યક્તિના પ્રેમ અને વર્તનને કારણે જ તેમના તરફ આકર્ષાઈએ છીએ. આપણા માટે પણ આ જ વાત લાગુ પડે છે. આ ગુણને પગલે લોકો આપણી સાથે સંબંધ રાખવાનું પસંદ કરતા હોય છે.  પ્રેમમાં ઘણી શક્તિ હોવાનું કહેવાય છે અને એ સાચી વાત છે. તમને પ્રેમ કરનાર વ્યક્તિ તમે વગર કીધે તમારી પોતાની બની જાય છે. જે વસ્તુ માગીને લેવી પડે એને પ્રેમ ન કહેવાય. પ્રેમ અણિશુદ્ધ લાગણી છે.  કોઈ પણ સંબંધનું પાવિત્ર્ય પ્રામાણિકતાથી ટકે છે. જો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સંડોવાયેલો હોય તો સંબંધનું માહાત્મ્ય ઘટી જાય છે. શુદ...

દરેક મનુષ્યમાં બુદ્ધિ અને લાગણીઓનું સંતુલન હોવું જરૂરી છે

  ||  દરેક મનુષ્યમાં બુદ્ધિ અને લાગણીઓનું  સંતુલન હોવું જરૂરી છે || ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાનાં પાપ દૂર કરવા માટે ગંગા નદીમાં નાહીને પવિત્ર થઈ શકે છે. ગંગાસ્નાનથી મન, શરીર અને આત્માના મેલ ધોવાઈ જતા હોવાની માન્યતા છે. જો એક ગંગા નદીમાં નાહવાથી આટલો મોટો ફાયદો થતો હોય તો સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની શક્તિનો અંદાજ લગાવી જુઓ. કહેવાય છે કે એક વખત લોકોએ ગંગા નદીને પૂછ્યું કે તમે બધાનાં પાપ અને વિચારો ધોઈને એનો ત્યાગ છેવટે ક્યાં કરો છો ? ગંગાએ જવાબ આપ્યો, “ હું સમુદ્રમાં ભળીને એનો ત્યાગ કરું છું. ” આ સાંભળીને સમુદ્રને પૂછવામાં આવ્યું કે “ આટલા બધા મનુષ્યોનાં પાપ તમારામાં ભળી જાય છે તો તમે એ બધા કેવી રીતે સાફ કરો છો ?” સમુદ્રે જવાબ આપ્યો, “ હું એ બધો મેલ વાદળોને આપી દઉં છું ” વાદળોને પૂછવામાં આવ્યું , “ તમે શું કરો છો ?” વાદળો S કહ્યું “ હું મનુષ્યે કરેલા વિચારોના આધારે આશીર્વાદ અથવા અભિશાપ તરીકે એમની વર્ષા કરી દઉં છું. ” આ સંવાદ પરથી ખ્યાલ આવે છે કે કુદરત દરેક વસ્તુનું સંતુલન જાળવી રાખે છે અને એને જે મળે છે એ જ પાછું આપે છે. આજે દરેક મનુષ્ય કુદરત...

આનંદપૂર્વક જીવવા માટે વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવો પણ જરૂરી છે

||  આનંદપૂર્વક જીવવા માટે વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવો પણ જરૂરી છે || શ્વાસોચ્છવાસ વગર જીવન સંભવ નથી. કોરોના રોગચાળાએ આપણને ઊંડા શ્વાસ લેવાનું મહત્ત્વ સમજાવી દીધું છે. રાબેતા મુજબના શ્વસનમાં આપણે નાક વાટે હવા અંદર લઈને ફેફસાંમાં મોકલીએ છીએ અને ફેફસાંમાંથી હવા નાક વાટે બહાર આવે છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ઉચ્છવાસ નાકને બદલે મોંમાંથી બહાર આવે છે. શ્વાસોચ્છવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને જો એમાં તકલીફ સર્જાય તો જીવનમાં મુશ્કેલીઓ આવે છે. કોરોના વાઇરસ ફેફસાં પર અસર કરે છે અને તેને લીધે શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે. પરિણામે, કોવિડ-19ના કેટલાક દરદીઓને ઑક્સિજન સપોર્ટ પર રાખવા પડે છે. લાંબી સફરમાં આપણે હંમેશાં વચ્ચે પોરો ખાઈ લેતા હોઈએ છીએ. ઘણું બધું કામ કરનાર વ્યક્તિને પણ આપણે વચ્ચે વચ્ચે વિરામ લઈ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. પોરો ખાવો અને ઊંડા શ્વાસ લેવા એ બન્નેનું મહત્ત્વ હવે સમજીને જીવનમાં તેનો અમલ કરવાની જરૂર છે. કુદરતની નજીક રહેવાથી આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળી રહે છે. એ જ રીતે આપણે સહજ-કુદરતી જીવન જીવીએ તો શ્વસન પણ પ્રાકૃતિક રીતે થાય છે. આ વાત આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે...