જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી
જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી ભગવાને આ સૃષ્ટિમાં એકલા મનુષ્યને વિચાર કરવાની અદભુત ક્ષમતા આપેલી છે. જેઓ શિક્ષણ ક્ષેત્રમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધે છે એમને સામાન્ય ભાષામાં બૌદ્ધિક કહેવામાં આવે છે. આ જ ભણતરને કારણે તેઓ આર્થિક રીતે સાધન-સંપન્ન બની શકે છે અને વ્યવસાયમાં તથા કામકાજમાં કુશળ હોય છે. બીજી બાજુ એવા પણ લોકો હોય છે જેઓ લાગણીશીલ હોય છે. તેઓ આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે વધુ આગળ હોય છે. સામાન્ય રીતે એ પણ જોવામાં આવ્યું છે કે શૈક્ષણિક રીતે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ સમજદાર હોય એવું જરૂરી નથી અને જેઓ સમજદાર છે તેઓ શૈક્ષણિક રીતે બૌદ્ધિક હોય એવું પણ જરૂરી નથી. બુદ્ધિ અને શાણપણ બંને એક જ વ્યક્તિમાં હોય એવું ઘણું ઓછું જોવા મળે છે. એવા લોકો પોતાની વ્યાવસાયિક અને વ્યવહારિક કુશળતાની સાથે સાથે જીવનમાં આધ્યાત્મિકતા અને લાગણીશીલતા પણ ધરાવતા હોય છે. ભગવાન કૃષ્ણ આપણા માટે આદર્શ છે, કારણ કે એમનામાં બુદ્ધિ અને શાણપણ બંને ભરપૂર પ્રમાણમાં હતાં. સમગ્ર સૃષ્ટિને નવી નજરે જોવાની આવડત કૃષ્ણના જીવન પરથી જાણવા મળે છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાક્ષસોનો ખાતમો કેવી રીતે કર...