Posts

Showing posts from January, 2023

શું તમે કુદરત અને ઈશ્વર સાથે મૈત્રી કરી છે?

શું તમે કુદરત અને ઈશ્વર સાથે મૈત્રી કરી છે ?     ચંદ્ર અને તારાને તથા સમુદ્ર અને વાદળાંને એકબીજાના મિત્રો ગણી શકાય. આ જ રીતે પ્રકૃતિ અને મનુષ્ય પણ એકબીજાના ઉત્તમ મિત્રો છે.    પ્રાચીન સમયમાં રામ પોતાના ભાઈના ઉત્તમ મિત્ર જેવા હતા અને હનુમાનજી ઉત્તમ સેવક હતા. આ જ રીતે કૃષ્ણ પાંડવોના, ખાસ કરીને અર્જુનના ઉત્તમ મિત્ર હતા.    કૃષ્ણને તો અનેક બીજા મિત્રો પણ હતા. સુદામા સાથેની એમની મૈત્રી વિશે આજે પણ આપણે વાત કરીએ છીએ. બાળપણમાં ગોપ-ગોપીઓ એમના મિત્રો હતા.    કૃષ્ણલીલાની બધી વાતોમાં આપણે જોઈ શકીએ છીએ કે એમણે મિત્ર તરીકેની ફરજ સારી રીતે નિભાવી હતી.    મનુષ્ય જ્યારે પ્રકૃતિ પ્રત્યેની દોસ્તી નિભાવે ત્યારે એને દવાની જરૂર રહેતી નથી. કુદરતને નુકસાન કરવામાં આવે ત્યારે કોરોના જેવા રોગચાળા આવે છે. જૂના સમયમાં પ્રકૃતિ સાથેનો નાતો ગાઢ હતો અને તેથી બીમારીઓ ઓછી હતી. આજે નાની-નાની વાતોમાં ડૉક્ટર પાસે દોડી જવું પડે છે, કારણ કે કુદરત સાથેનો આપણો સંબંધ ક્ષીણ થતો જાય છે. આપણે પોતાના મિત્રો, સ્વજનો સાથે ખૂલીને વાત કરતા નથી, જેને પરિણામે આપણને યોગ્ય ઉપાયો મળતા ન...

તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, જો એ તમે જાતે ઘડ્યું હશે!

તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, જો એ  તમે જાતે ઘડ્યું હશે !    તમે ભવિષ્યની આગાહી કરી શકો છો, જો તમે એ જાતે ઘડ્યું હોય ;  અને તમે ભવિષ્ય ત્યારે જ ઘડી શકો, જ્યારે તમે એના માટે મહેનત કરી હોય.   આ નિવેદન એકદમ સચોટ છે. આપણા દેશમાં એટલાં બધાં સુંદર સ્થાપત્યો છે કે જ્યારે એને જોઈએ ત્યારે અવાચક રહી જવાય છે. આપણે એ જગ્યાઓએ પ્રવાસ કરવા માટે ઉત્સુક હોઈએ છીએ. એ સ્થાપત્યો બાંધવા માટે લોકોએ મહેનત કરી ન હોત તો શું થયું હોત ?     આપણે ફરવા જઈએ છીએ, કારણ કે રાબેતા મુજબનું જીવન કોઈને ગમતું નથી. આપણે રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી બહાર નીકળવા માટે રચનાત્મક બનવું જરૂરી છે.    કૃષ્ણભક્તિનું એક ગીત છે. એની એક પંક્તિ છેઃ  " દ્વાર દયા કા જબ તુ ખોલે પંચમ સૂર મેં ગુંગા બોલે, અંધા દેખે લંગડા ચલ કે પહુંચે કાશી રે... "  ઈશ્વરે હંમેશાં કોઈ ને કોઈ ઉદ્દેશ્ય સાથે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે.    ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો પોતે કોણ છીએ એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. દરેક મનુષ્યે રાબેતા મુજબના જીવનમાંથી બ્રેક લઈને આત્મમંથન કરવું જોઈએ. ક્યા...

ભગવાને આ સુંદર વિશ્વ આપણને જીવનમાં વિજેતા બનાવવાના હેતુથી બનાવ્યું છે

ભગવાને આ સુંદર વિશ્વ આપણને જીવનમાં  વિજેતા બનાવવાના હેતુથી બનાવ્યું છે      આજના જટિલ આધુનિક વિશ્વમાં સરળ બનવું મુશ્કેલ છે, એમ કોઈકે કહ્યું છે. એક કહેવતમાં પણ કહેવાયું છે કે , " યુવાન રહેવું હોય તો બાળકની જેમ સરળ અને ખુશ રહેવું."    મારાં બાળકો નાનાં હતાં ત્યારે એક દિવસ   જ્યારે હું એમને ગણિત શીખવી રહી હતી ત્યારે મેં  4  વત્તા  4  એટલે  8   એમ કહ્યું   ત્યારે મારી મોટી દીકરીએ જવાબ આપ્યો કે પાંચ અને ત્રણનો સરવાળો પણ આઠ થાય છે.    મારી નાની દીકરીએ એમાં ટાપશી પુરાવતાં કહ્યું  6 માં  2  ઉમેરવાથી પણ  8   થાય. મારા પતિએ પણ મજાકમાં ઉમેર્યું કહ્યું કે  1 માં  7  ઉમેરો તોપણ  8   થાય. આમ, એક પરિણામ હાંસલ કરવા માટે અનેક રસ્તા હોઈ શકે છે.    હું હજી પણ  4+4=8   કહું છું, કારણ કે હું માનું છું કે જીવન સકારાત્મક અને નકારાત્મક પરિબળોનું સંતુલન છે !    જીવનનાં આ સકારાત્મક અને નકારાત્મક પાસાંને આપણે કેવી રીતે જોઈએ છીએ અને સંતુલિત કરીએ છીએ તે નક્ક...

દરેક વ્યક્તિને ખીલવા માટે મોકળાશ-સ્વતંત્રતા જોઈતી હોય છે

દરેક વ્યક્તિને ખીલવા માટે મોકળાશ-સ્વતંત્રતા  જોઈતી હોય છે   એક વખત મેં કલ્પના કરી હતી કે જો આપણા અવયવો એકબીજા સાથે વાતચીત કરતા હોય તો શું કહેશે. કાન એમ કહેશે કે હું બધાને શ્રવણશક્તિ આપું છું, આંખ કહેશે મારા લીધે લોકો જોઈ શકે છે, નાક કહેશે બધા જીવ મારા થકી સુગંધ માણી શકે છે, મગજ કહેશે કે હું જ લોકોને વિચારશક્તિ આપું છું અને હૃદય કહેશે કે મારા કારણે જ લોકોને લાગણીઓ અનુભવાય છે. તેઓ એમ પણ કહેશે કે આપણે બધા એકબીજાથી સ્વતંત્ર રહીને કામ કરીએ છીએ, પરંતુ આપણને ટકી રહેવા માટે એકબીજાના સહારાની જરૂર પડે છે. બધી ઇન્દ્રિયો એકબીજાને કેવી રીતે સ્વતંત્રતા અને મોકળાશ આપે છે એના વિશે વાત કરે તો શું કહેશે એવો પણ વિચાર આવ્યો છે. હૃદય કહેશે, મને હંમેશાં સકારાત્મક લાગણીઓ જ અનુભવાય છે. એની વાત સાંભળીને આંખ, કાન અને નાક કહેશે કે હૃદય બધે સકારાત્મક લાગણીઓ જન્માવતું હોવાથી તેઓ પણ સકારાત્મકતાનો અનુભવ કરે છે. મગજ કહેશે મારામાં લાગણીઓ નથી, પરંતુ જો મને હૃદય મારી રીતે લાગણીઓ અનુભવવાની સ્વતંત્રતા આપે તો હું સકારાત્મક જ વિચાર કરીશ. આ સંવાદના આધારે એમ લાગે છે કે મનુષ્યના આત્માને સ્વતંત્રતા અને મોકળાશ વધારે ગમે...

ખંતપૂર્વકના પ્રયાસો અને સફળતા

ખંતપૂર્વકના પ્રયાસો અને સફળતા હું એવા ઘણા દર્દીઓને ઓળખું છું જેવો લાંબા સમયથી કોમામાં સરી પડ્યા છે અને એમના પરિવારજનો કોઈ ચમત્કાર થવાની રાહ જોઈને બેઠા છે . તેઓ કહે છે કે હૃદય હજી ચાલી રહ્યું છે એટલે આપણે દર્દી સાજા થવાની રાહ જોવી જોઈએ . એક દર્દી 107 વર્ષની ઉંમરના હતા અને એમના દીકરાએ એમને ફરી બેઠા કરવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કર્યા . એ વૃદ્ધા આખા ઘરમાં સહેલાઈથી ફરી શકે એના માટે એમને દરેક ઓરડામાં સ્ટીલના પાઇપ નખાવ્યા હતા જેનો ઉપયોગ આધાર તરીકે કરી શકાય. એ માજીને સાંભળવાની પણ તકલીફ હતી અને તેઓ સંગીત કે ભક્તિ ગીત સાંભળી શકતા ન હતા. આથી એમના દીકરાએ એમના માટે શ્રવણ યંત્ર લઈ શકાય કે નહીં એ પૂછવા મારો સંપર્ક કર્યો હતો. મેં યોગ્ય શ્રવણ યંત્ર બનાવી આપ્યા અને તેઓ પોતાનું ગમતું ભક્તિ સંગીત સાંભળવા લાગ્યા. એ દીકરાને ધન્ય છે જેમણે માતા માટે આટલી દરકાર કરી . આ કિસ્સા અહીં લખવાનો ઉદ્દેશ્ય એ  દર્શાવવાનો છે કે વ્યક્તિ જ્યારે કોઈના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ રાખે ત્યારે એમને મદદરૂપ થવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતી હોય છે . સ્વજનોને જીવાડવા માટે લોકો છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરતા હો...