Posts

Showing posts from May, 2022

ધગશ અને સાતત્યનું મિશ્રણ એટલે સફળતા

  ધગશ અને સાતત્યનું મિશ્રણ એટલે સફળતા જ્યારે પણ શહીદોની વાત આવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એમની દેશભક્તિ બીજા બધા કરતાં ચડિયાતી હોય છે. એટલું જ નહીં, એમનું ધ્યેય પણ સ્પષ્ટ હોય છે. તેઓ જે કામ કરે તે ધગશથી કરતા હોય છે. દેશદાઝને લીધે તેમણે પોતાના જીવ ખોયા હોય છે. તેઓ ક્યારેય દેશ પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી, ફક્ત દેશને આપવામાં માને છે.  તમે જોયું હશે કે પર્વત પરથી આવતું ઝરણું સતત નીચે વહેતાં વહેતાં મોટું થઈને નદી બની જાય છે અને છેવટે સમુદ્રમાં ભળે છે. એ પ્રવાહમાં એક સાતત્ય હોય છે અને મુશ્કેલીઓમાંથી પસાર થવાની હિંમત હોય છે. તેથી જ એને સમુદ્રમાં ભળવા મળે છે. આ એની સફળતા જ હોય છે. આમ, સૈનિકો અને કુદરત બન્ને પાસેથી આપણે ધગશ અને સાતત્ય શીખવા મળે છે.  કૃષ્ણના મુખે લાગતાં પહેલાં વાંસળીના લાકડાએ કપાવું પડે છે અને છિદ્રો પડાવવાં પડે છે. તકલીફમાંથી પસાર થયા બાદ એમાંથી મધુર સૂર પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણને જે રીતે કષ્ટ સહન કરીને બનેલી વાંસળી વહાલી છે એ જ રીતે કષ્ટ સહન કરીને આગળ વધેલા મનુષ્યો પણ વહાલા છે.  હું જેટલા સફળ માણસોને મળી છું એ બધામાં મેં નમ્રતા, ધગશ અને સાતત્યપૂર્ણ મ...

સકારાત્મકતાના ચમત્કારો!!!

  સકારાત્મકતાના ચમત્કારો!!! આજની યુવા પેઢી સેલ્ફીમાં માને છે. પાર્ટીઓ, રોક મ્યુઝિક, કોન્સર્ટ તેમના માટે આનંદના વિષય છે. એક વ્યક્તિ તરીકે, હું માનું છું કે "સકારાત્મકતાના ચમત્કારો"ની ફિલસૂફી આપણા બધા માટે ઉપકારક કરશે. ભગવાન કૃષ્ણના જીવન પરથી ઉપદેશ મળે છેઃ "અંધકારમાં અડીખમ રહો, તમે પ્રકાશ બની જશો". કૃષ્ણે જન્મ પછી તરત જ માતાપિતાને છોડી દેવા પડ્યાં હતાં તથા નાની ઉંમરે ઘણા રાક્ષસોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાના સમાજ, મિત્રો, ગામ માટે બલિદાન આપવું પડ્યું હતું. તેમણે સમાજને મદદ કરવા માટે રાધા સાથેના પ્રેમનું પણ બલિદાન આપ્યું. તેમણે મિત્રને યોગ્ય રસ્તો બતાવવા માટે મહાભારતના યુદ્ધનો ભાગ બનવું પડ્યું હતું અને તેના દ્વારા તેમણે સૌને સકારાત્મક કાર્ય અને કર્મનું મહત્ત્વ સમજાવ્યું. પોતે ઈશ્વર હોવા છતાં જીવનના દરેક તબક્કે પડકારોનો સામનો કર્યો. ભગવાન કૃષ્ણે આપેલો સકારાત્મકતાનો સિદ્ધાંત હજી પણ સૌને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યો છે. એમનું જીવન શીખવે છે કે દરેક સકારાત્મક વિચાર તમને તમારા જીવનના દરેક નકારાત્મક અને ખરાબ અનુભવોને દૂર કરવામાં મદદ કરે છે. સકારાત્મકતા તમને આ વિશ્વ...

આપણે સુંદર દુનિયા શોધવાની નહીં, દુનિયાને સુંદર બનાવવાની જરૂર છે

આપણે સુંદર દુનિયા શોધવાની નહીં, દુનિયાને સુંદર બનાવવાની જરૂર છે જે દિવ્યાંગ બાળકો અનેક તકલીફો પડવા છતાં પોતાની પંગુતાને અતિક્રમી જવા માટે પ્રયત્ન કરતાં હોય અને સમાજના મુખ્યપ્રવાહમાં ભળવા માટે પોતાની જાતને તૈયાર કરતાં હોય તેઓ ખરેખર મક્કમ મનનાં હોય છે. આવી મક્કમતા ધરાવતા લોકો જ બીજાઓને પ્રેરણા આપતા હોય છે.  વૈશ્વિક આરોગ્ય સંસ્થાનના આંકડાઓ દર્શાવે છે કે વિશ્વની કુલ વસતિમાંથી 5.3 ટકા લોકો શ્રવણશક્તિની ખામી ધરાવે છે. અલગ અલગ પ્રકારની પંગુતા ધરાવતી વસતિનું પ્રમાણ આશરે 15 ટકા છે. આ પૃથ્વી પર જે રીતે પાણી પોતાનો રસ્તો કરી લે છે એ જ રીતે દિવ્યાંગો પોતાના માટે રસ્તો બનાવતાં જાય છે. તેઓ ક્યારેય એકબીજા સાથે લડતા નથી, ઉલટાનું એકબીજાને મદદરૂપ થતા હોય છે. તેઓ પોતાની પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. મારી કારકિર્દીમાં મેં આવા હજારો લોકોને જોયા છે. તેઓ ક્યારેય પરસ્પર સ્પર્ધા કરતા નથી. હું શ્રવણમંદ બાળકોની અનેક સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ગઈ છું, પરંતુ તેઓ સ્પર્ધા કરવાને બદલે એકબીજાને જીતવામાં મદદ કરતાં હોય છે. આથી હું આશા રાખું છું કે સામાન્ય લોકો પણ આ બાળકો પાસેથી કંઈક શીખે. આપણે સુંદર દુનિયા શોધવા જવ...

ચાલો, આપણે સારા ઈરાદાઓ રાખીને સારું ભવિષ્ય ઘડીએ

ચાલો, આપણે સારા ઈરાદાઓ રાખીને સારું ભવિષ્ય ઘડીએ આરોગ્ય સેવા ક્ષેત્રે કાર્યરત હોવાના નાતે મારે બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો એમ બધાં જ વયજૂથના લોકોને મળવાનું થાય છે. એટલું જ નહીં, 30 વર્ષની મારી પ્રૅક્ટિસ દરમિયાન હું અનેક વ્યવસાય, ધર્મ, આર્થિક સ્થિતિ, જાતિ, સમુદાય અને દેશનો લોકોને મળી ચૂકી છું. લોકો સાથેના સંપર્ક વખતે હું હમેશાં એમનું નિરીક્ષણ કરતી રહું છું. તેઓ શું કરે છે, શું વિચારે છે, એમનામાં કઈ ખાસિયત છે, એમની પાસેથી હું શું શીખી શકું છું, વગેરેનું મારા મનમાં આકલન ચાલતું રહે છે.  આજે જો મારે એમનું વર્ગીકરણ કરવાનું હોય તો ફક્ત બે શ્રેણીઓ બનાવીશ. એક, જેઓ સારા ઈરાદા ધરાવે છે અને બે, જેઓ પોતાના ઈરાદાઓ વિશે સ્પષ્ટતા ધરાવતા નથી. હું સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવું છું તેથી ક્યારેય 'ખરાબ ઈરાદાઓ' જેવો શબ્દપ્રયોગ નહીં કરું.  આજે લોકો સ્વકેન્દ્રી બની ગયા હોવાથી વધુ ને વધુ પ્રમાણમાં માનસિક બીમારીઓના રોગી થઈ જાય છે. તેઓ એકલતા અનુભવે છે અને સ્પર્ધાનું, સોશિયલ મીડિયામાં ટકી રહેવાનું તથા સમોવડા લોકોનું દબાણ અનુભવે છે.  અહીં ભગવાન કૃષ્ણ યાદ આવે છે. એમને પોતાનાથી કથિત રીતે નીચી ગણાતી જા...

|| સમગ્ર સૃષ્ટિનો ક્રમ વૃદ્ધિનો છે ||

|| સમગ્ર સૃષ્ટિનો ક્રમ વૃદ્ધિનો છે || આ જગતમાં જન્મ પામનાર દરેક વ્યક્તિનો જીવનક્રમ બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવો જ હોય છે. વ્યક્તિ નાની ઉંમરે ગુજરી જાય અને ગરીબ-મધ્યમ વર્ગ કે શ્રીમંત વર્ગનો ભેદ હોય એ બાબતો જુદી છે. બાકી બધાનું જીવન આ જ ક્રમમાં આગળ વધે છે. આવી જ રીતે દરેક વનસ્પતિ અને પશુ-પંખીનો પણ પોતપોતાનો જીવનક્રમ હોય છે. આ સમગ્ર સૃષ્ટિનો એક નિશ્ચિત ક્રમ છે. એ છે વૃદ્ધિનો ક્રમ. આ જગતમાં અસ્તિત્વમાન દરેક વસ્તુની પાછળ કોઈક ને કોઈક હેતુ અને તર્ક રહેલો છે. સ્વામી વિવેકાનંદે સરસ સંદેશ આપ્યો છે. એમણે કહ્યું છે, જ્યારે ભક્તિ ખોરાકમાં ભળે ત્યારે ખોરાક પ્રસાદ બને છે, જ્યારે એ પાણીમાં ભળે છે ત્યારે એ અમૃત બને છે. જ્યારે ભક્તિ પ્રવાસમાં ભળે છે ત્યારે પ્રવાસ તીર્થ બની જાય છે અને સંગીતમાં ભળે ત્યારે સંગીત કીર્તન બની જાય છે. ઘરમાં ભક્તિનો પ્રવેશ થવાથી ઘર મંદિર બની જાય છે અને કોઈ પણ પ્રવૃત્તિમાં એનો પ્રવેશ થાય ત્યારે એ સેવા બની જાય છે. આ દૃષ્ટિને સકારાત્મક દૃષ્ટિ કહી શકાય. હું દૃઢપણે માનું છું કે કૃષ્ણ અને જરૂરિયાતમંદ મનુષ્યો પ્રત્યેની મારી ભક્તિ અને સમર્પણને કારણે જ મને સારા...