દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં ખીલવવાની તૈયારી કરે
|| દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં ખીલવવાની તૈયારી કરે || સ્ત્રી અને પુરુષ બન્ને ભેગાં મળીને આ પૃથ્વી પર પ્રેમ અને માનવતાની લાગણીનો પ્રસાર કરે છે. એમ તો આ કામ સંયુક્તપણે થાય છે, પરંતુ મહિલાઓ એમાં વધુ યોગદાન આપતી હોય એવું પ્રતીત થતું હોય છે. ભારતની ખાસિયત છે કે મહિલાને શક્તિ, દેવી તરીકે પૂજવામાં આવે છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ’ એ ઉક્તિ સદીઓથી પ્રચલિત છે. શક્તિ સ્વરૂપી મહિલા આ જગતમાં ઘણું મોટું યોગદાન આપે છે. એક જવાબદાર મહિલા તરીકે મને લાગે છે કે જો આ વિશ્વમાં સારું પરિવર્તન લાવવું હોય તો આપણે પોતાની સાથે સાથે બીજાઓને સુખી કરવાને પણ મહત્ત્વ આપવું જોઈએ. દેવકી, યશોદા, રાધા, મીરા, સરસ્વતી માતા, અંબિકા દેવી, અહિલ્યાબાઈ, ઝાંસી કી રાની, જીજાબાઈ, વગેરે કેટકેટલીય માતૃશક્તિઓની ઊજ્જવળ પરંપરા આપણા દેશમાં રહી છે. ભારતીય મહિલાઓ માટે કોઈ કામ અઘરું નથી. મેં એક કન્યા તરીકે જન્મ લીધો, પરંતુ ક્યારેય ઉપેક્ષાની કે અસલામતીની લાગણી અનુભવી નથી. ઉંમર વધતાં હું આત્મવિશ્વાસ વધારતી ગઈ છું. લગ્ન થયા પછી પણ મેં ક્યારેય મારી ઈચ્છ...