Posts

Showing posts from May, 2021

ચાલો, સકારાત્મક રહીએ અને વિશ્વમાં હંમેશાં સારાપણું ટકી રહેશે એવો વિશ્વાસ રાખીએ

||ચાલો, સકારાત્મક રહીએ અને વિશ્વમાં  હંમેશાં સારાપણું ટકી રહેશે એવો વિશ્વાસ  રાખીએ||  આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા અર્થે વિદેશમાં પ્રવાસ કરીને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના વિશેની ઘણી સમજ પ્રાપ્ત થઇ છે. આ સમજમાં આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, ટેક્નિકલ, લોકોની ખાણીપીણી કે બીજી શોધખોળ, વગેરે વિષયોનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં ટેક્નૉલૉજીકલ વિકાસનો ક્રમ ચાલ્યા કરે છે. કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. તેના પરથી આપણે કહી શકીએ કે સારાપણું અને કરુણાનો પણ સમગ્ર વિશ્વમાં પસાર થઈ શકે છે ; અને એ જ્યારે થશે ત્યારે વિશ્વ જીવવા માટે વધુ સારું બની જશે. આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયામાં ઘણી બધી ભાષાઓ બોલાય છે અને એ બધી સમજવાનું શક્ય નથી, પરંતુ કરુણાની ભાષા બધા સમજી શકે છે. ભારતમાં 850 ભાષાઓ છે. આપણે ત્યાં અનેક ધર્મ પણ છે અને 33 કરોડ દેવી-દેવતા હોવાનું પણ કહેવાય છે. જો કે, ઈશ્વર એક જ છે અને બધા લોકો ઈશ્વર નામની કોઇ ખાસ હસ્તીમાં શ્રદ્ધા ધરાવે છે. આપણે પોતાના દેશમાં હોઈએ ત્યારે પોતાના ધર્મ વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે વિદેશમાં જઈએ ત્યારે ધર્મ કરતાં પોતાના દેશ વિશે ...

ચાલો, વિભૂતિઓ પાસેથી પ્રેરણા લઈને પોતાનું નવઘડતર કરીએ

||ચાલો, વિભૂતિઓ પાસેથી પ્રેરણા  લઈને પોતાનું નવઘડતર કરીએ|| આજે આપણે સકારાત્મકતાના પ્રસાર માટેનું 25 મું પગલું ભરી રહ્યા છીએ. આ વિચારનું બીજ 8 જૂન 2020ના રોજ રોપાયું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ દરેક લેખમાં નવા વિચારો અને નવી વિભાવનાઓને સમાવી લેવાની જરૂર વર્તાઈ, કારણ કે તેના દ્વારા જ જીવનમાં સકારાત્મકતા અપનાવવા માટે બધાને પ્રેરિત કરી શકાય. નવસર્જન, નવી શોધ અને પ્રેરણા એ ત્રણ શબ્દો દ્વારા આપણે આપણી નિયતિ અને સ્વપ્નને સાંકળી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પુષ્પ ખીલેલું જોઈએ ત્યારે તરત જ આપણા મનમાં વિચાર આવે છે કે એને પૂરતો સૂર્યપ્રકાશ મળ્યો હશે, વિકસવા માટે પૂરતી જગ્યા મળી હશે અને સાથે સાથે યોગ્ય માટી અને પાણી મળ્યાં હશે. એ બધાની મદદથી પુષ્પ તેની આસપાસની જગ્યાને સુંદર બનાવે છે અને ત્યાં સુવાસ પ્રસરાવે છે. પુષ્પો સુંદર દેખાય છે કારણકે તેમાં સુંદર રંગો હોય છે. આપણે એ પુષ્પની જેમ જ ખીલવાના અને સુવાસ ફેલાવવાના વિચારને અપનાવીએ તો કેવું ! ચાલો, આપણે એક સુંદર ફૂલની જેમ ખીલીએ અને ફોરમ ફેલાવીએ. આપણે જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે આ સૃષ્ટિના નિર્માતા તરીકે નહીં, પરંતુ એમની...