દયાળુ સ્વભાવ એ વીકનેસ નહીં સ્ટ્રેન્થ છે
દયાળુ સ્વભાવ એ વીકનેસ નહીં સ્ટ્રેન્થ છે ધણા લોકોને એવું લાગે છે કે સ્વભાવ દયાળુ હોય તો તે એની વીકનેસ છે, પણ એવું નથી. દયા ક્યારેય વ્યર્થ નથી જતી. હું જાણું છું કે દયાળુ બનવા હિંમત જોઈએ, પણ મને એ પણ ખબર છે કે ભારતીય નાગરિકો તરીકે આપણામાં એ હિંમત છે. આપણે દેવ-દેવીઓથી અનંત આશીર્વાદ પામેલા છીએ. તાજેતરમાં, મેં ફોન પર એક જાહેરાત જોઈ હતી તેમાં આપત્તિઓ, અચાનક મૃત્યુ અને પરિવારને સુરક્ષિત બનાવવા માટે વીમા, મ્યુચ્યુઅલ ફંડ, બેંકિંગ સુવિધાઓ વગેરેના મહત્વ વિશે બોલીને શરૂ થઈ. આ બધું જરૂરી છે, પરંતુ મને વિચાર આવ્યો, શરૂઆત નકારાત્મકતાથી કેમ કરવી? સકારાત્મકતાથી કેમ નહીં? જીવનમાં જે થાય, આપણે બધા સુરક્ષિત રહેવું ઈચ્છીએ છીએ. જો આપણે સમજદારીપૂર્વક રોકાણ કરવાનું શીખીએ તો વધુ સારું અને સુંદર જીવન જીવી શકીએ. એ પછી વિશ્વમાં સકારાત્મક લહેરો ફેલાય. મારે ઘણી વાર કુટુંબના તહેવારોમાં જો કોઈ કાળો ડ્રેસ કે સાડી પહેરવા માગતો હોય, તો ચોક્કસ કોઈક વ્યક્તિ તરત કહી દે કે “આજે ઘરમાં કેટલો શુભ પ્રસંગ છે, કાળા કપડાં કેમ પહેરી રહ્યા છો?” ઘણીવાર મને વિચાર આવે છે કે વર્ષો જૂની માન્યતા માટે નાની બાબતોમાં એટલું મોટું પ્રતિક્...