Posts

Showing posts from July, 2025

બાળપણ હરિફાઈ નહીં, પ્રવાસ છે

 બાળપણ હરિફાઈ નહીં, પ્રવાસ છે આજકાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા યુવાનોએ અભ્યાસ તો કર્યો છે, ઘરેથી બધું મળ્યું છે, પરંતુ શારીરિક અને માનસિક હેલ્થ વચ્ચે સંતુલન જાળવી શકતા નથી. તેને બેલેન્સ કરવામાં સંઘર્ષનો અનુભવ કરી રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં સારા ઘરના, સારા શિક્ષણ ધરાવતા છોકરાઓ જીવનમાં એકલા પડી જતાં હોય છે, પછી તેઓ માનસિક રીતે તૂટવા લાગે છે. બાળપણથી મળેલી ખોટી પરવરિશ અને અત્યંત લાડ-પ્યાર ક્યારેક બાળકોને જાતે નિર્ણય લેવાનું, જવાબદારી ઉઠાવવાનું શીખવા દેતી નથી. હમણાં એક એવા યુવકના વિશે વાત થઈ, જે ૩૨ વર્ષની ઉંમરે પણ કામ કરવા તૈયાર નથી. બધું મળ્યું છતાં જીવનમાં ઉદ્દેશ નથી. સમય જતાં શરીર અને મન પર અસર થવા લાગી, અને અંતે એક દિવસ તેને બ્રેન સ્ટૉક આવ્યો અને હૉસ્પિટલમાં દાખલ થયો, પણ પછી દુખની વાત એ હતી કે સારવારમાં પણ તેને સહકાર આપવો ગમતો નહોતો. આ કિસ્સામાંથી એ ખબર પડી કે બાળપણથી મળેલી પરવરિશમાં સ્વતંત્રતા અને જવાબદારીના અભાવથી આ સ્થિતિ આવી છે અને આ તેના જીવનનું સૌથી કટુ સત્ય છે. તેના પરિવારજનો ખાસ કરીને બહેન તેને સમજાવવાનો બહુ પ્રયાસ કરે છે, પણ તે કંઈ જ સાંભળવા તૈયાર નથી. જ્યા...

સાચું સુખ એટલે જીવાતી જિંદગીનો આનંદ માણવો

 સાચું સુખ એટલે જીવાતી જિંદગીનો આનંદ માણવો એક વાર કોઈએ કહ્યું હતું કે સુખ એટલે પોતાની જીવાતી જિંદગીનો આનંદ માણવો. તાજેતરમાં મારી મુલાકાત એક પરિવાર સાથે થઈ, જેમને બે પુત્રો છે. મોટા પુત્ર હવે યુ.એસ.એ.માં કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો તે માતા-પિતાની સાથે ભારત આવ્યો હતો. આ બાળક ખૂબ જ સંવેદનશીલ હતો. જોરથી અવાજ થતા તે અશાંત થઈ જાય છે અને જયારે ઘણાં લોકો સાથેમાં વાત કરે છે ત્યારે તે સમજવામાં હચમચાય છે. માતાએ હંમેશાં બંને બાળકો માટે પોતાની ફરજ સંપૂર્ણ રીતે નિભાવી છે. જયારે મોટો પુત્ર પ્રથમ વખત અમેરિકામાં ગયો, ત્યારે કેટલીક મુશ્કેલીઓના કારણે માતા-પિતા સાથે જઈ શક્યા ન હતા. એ સમય બાળક માટે ખૂબ જ નિણૅાયક અને મુશ્કેલ રહ્યો. કોલેજમાં પ્રવેશ, રહેવા માટેનું સ્થાન શોધવું, બેન્કના કામકાજ જેવી ઘણી જવાબદારીઓ તેને એકલાએ સંભાળવી પડી. ભારત જેવા આશ્વાસક માહોલમાંથી એ રખડાતી દુનિયામાં એકલા પડતા તે હચમચી ગયો. અહીં માતા-પિતા જે શોખથી બાળકોનું પાલન કરે છે, શું આપણે ક્યારેય પૂછ્યું છે કે શું બાળક ખરેખર જવા માગે છે? શું તે એવું જીવન સંભાળી શકશે? શું તેનું સુખ ત્યાં છે કે અહીં? આજના દિવસે એ બાળક ન તો ત્યાં ખુશ છ...

સાંભળવું એ પ્રેમનું એક રૂપ જ છે

 સાંભળવું એ પ્રેમનું એક રૂપ જ છે જોશ ફાઉન્ડેશન દ્વારા, અમે મુંબઈમાં શ્રવણશક્તિ ગુમાવનાર બાળકો માટે ૧૬ વિશિષ્ટ શાળાઓને ટેકો આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં, અમારે આ શાળાઓમાં ૨,૦૦૦થી વધુ વંચિત બાળકોને મદદરૂપ બન્યા છીએ. દરેક બાળકને તેમની જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ્ડ ડિજિટલ શ્રવણયંત્રો આપવામાં આવ્યા છે. ઉપરાંત, વર્ષમાં એકવાર અમે ખાસ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જ્યાં અમે જાણીએ છીએ કે આ સાધનો દ્વારા બાળકોમાં કેટલી પ્રગતિ થઈ છે. તેમ છતાં, અમને એવું લાગ્યું કે ક્યાંક કંઈક અધૂરું રહી ગયું છે. એવી સમજણ ઉગતી ગઈ કે આ શાળાઓના શિક્ષકો માટે તાલીમ જરૂરી છે. તેથી, અમે તાજેતરમાં શ્રવણશક્તિ ગુમાવનારા બાળકોના શિક્ષકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કર્યું હતું અને તેને ચાર ભાગોમાં વહેંચાયું હતું. પ્રથમ વિભાગમાં, શિક્ષકોને તાજેતરના શ્રવણ નિદાન અને ટેકનોલોજીની વિસ્તૃત સમજ આપવામાં આવી.બીજા વિભાગમાં, ટેકનોલોજીથી પુનર્વસન કાર્યક્રમ કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય, એ અંગે ચર્ચા કરવામાં આવી. ત્રીજા વિભાગમાં વિદેશી વિશેષજ્ઞે શિક્ષણમાં આવતા પડકારોનું વિશ્લેષણ અને તેના ઉકેલ અંગે માર્ગદર્શન આપ્યું. અને છેલ્...

ખુશીની સાચી કળા

 ખુશીની સાચી કળા હમણાં મારી મુલાકાત એક નવમી ધોરણમાં ભણતી છોકરી સાથે થઈ. કોરોનાકાળ પહેલાં તે ભણવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ ઓનલાઇન શિક્ષણના અચાનક બદલાવને કારણે તેણે ભણવામાં રસ ગુમાવી દીધો. હવે તેનો રસ રમતમાં વધુ છે અને અભ્યાસમાં પાછળ રહી ગઈ છે. તે હવે ગ્રેસ માર્ક્સથી જ પાસ થાય છે. એ જોઈને તેના માતા-પિતા ખૂબ ચિંતિત થયા. સલાહકારની સલાહથી તેમણે તેની આંખ અને કાનની તપાસ માટે મને મળ્યા, કારણ કે શંકા હતી કે શૈક્ષણિક અક્ષમતા હશે. જ્યારે તે મારી ક્લિનિકમાં આવી, ત્યારે એની આંખોમાં કોઈ ભાવ ન હતા, ચહેરા પર એક પણ સ્મિત ન હતું, જાણે એને દબાણ હેઠળ પરીક્ષણ માટે લાવવામાં આવી હોય. મેં હળવા રૂપમાં વાત કરતાં કહ્યું કે મારી નાની દીકરીને પણ વાંચન અને લેખનમાં ખાસ રસ નહોતો. આજે તેણે ગ્રેજ્યુએશન કર્યા પછી સ્ક્રિપ્ટ અને વેબ સિરીઝ લખવાનું શરૂ કર્યું છે. હું એને હંમેશાં કહતી, "તું જે કરો તે કર, પણ એમાં તને આનંદ આવવો જોઈએ. અને જીવવા માટેનો આધારભૂત અભ્યાસ તો જરૂરી છે." આ વાત સાંભળતાં જ એ છોકરીના ચહેરા પર એક ચમક આવી. એની માતાએ તરત જ કહ્યું, "હાં, મારી પણ બે દીકરીઓ છે. મોટી ભણવામાં ઘણી સારી છે, પણ નાની ...