Posts

Showing posts from April, 2024

નસીબ અને કૌશલ્ય જીવનના આધાર

 નસીબ અને કૌશલ્ય જીવનના આધાર નસીબ એટલે નિયતિ. નસીબ એ છે જેને કર્મના દીપ દ્વારા અજવાળી શકાય છે, નસીબ એ છે જેને પુરુષાર્થના પરસેવાથી સુગંધિત કરી શકાય છે અને નસીબ એ છે જેને મહેનતથી મહેકતું કરી શકાય છે. આપણે નસીબદાર છીએ કે આપણે આ બ્રહ્માંડમાં મનુષ્ય તરીકે જન્મ્યા છીએ, પરંતુ શું આપણે આ નસીબને જાળવી રાખવા માટે આપણે એટલા કુશળ છીએ? ચેતનાની બે અવસ્થાઓ છે. એક સામાન્ય ચેતના છે, જે સંપૂર્ણ રીતે મનની સામાન્ય હિલચાલ દ્વારા સંચાલિત થાય છે, જેમાં દુઃખ, આનંદ, ચિંતા અને જીવનની સામાન્ય સામગ્રી બનાવે છે તે બધું કરવાની ઇચ્છાનો સમાવેશ થાય છે. માનસિક શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તે ક્યારેય કાયમી કે સુરક્ષિત હોઈ શકતી નથી. અન્ય કૌશલ્યો, જેમાં આધ્યાત્મિક ચેતનાનો પણ સમાવેશ થાય છે, તે પ્રકાશ, શાંતિ, શક્તિ અને આનંદ વિશે છે. જો કોઈ વ્યક્તિ આ કુશળતા સાથે જીવી શકે છે, તો આ વસ્તુઓ તેના માટે કુદરતી અને સુરક્ષિત બની જાય છે. જે વ્યક્તિ આ અનુભવે છે તે પછી તેને તેના જીવનના તમામ આંચકાઓમાંથી સુરક્ષિત રીતે લઈ જવા માટે તેના આધ્યાત્મિક પ્રકાશ, શાંતિ, શક્તિ અને ખુશીઓ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણ અને ભગવાન રા...

સકારાત્મક પરિવર્તન જીવન સફળ બનાવે

 સકારાત્મક પરિવર્તન જીવન સફળ બનાવે સફળ જીવન એટલે ભૂતકાળનો અફસોસ કર્યા વગર અને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવવું. આમ તો દરેક વ્યક્તિની સફળતાનો અલગ અલગ માપદંડ હોય છે. કોઈ માટે સફળતા એટલે મોટી ગાડી, મોટો બંગલો, નોકર ચાકર, બેંક બેલેન્સ  હોય છે તો કોઈ માટે પ્રસિદ્ધિ હોય છે. જોકે, કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાના જીવનને સારું બનાવાની કોશિશ કરીને પોતાને સફળ માને છે. પરિવર્તન સંસારનો નિયમ છે એ પરમ સત્ય છે, પણ સકારાત્મક પરિવર્તન જીવનને સુંદરની સાથે સફળ બનાવે. પડકારો આવે છતાં પણ તમે સત્યની રાહ પર ચાલવાનું પસંદ કરીને જીવનને સાર્થક બનાવે એ વ્યક્તિને સાચા અર્થમાં સફળ કહી શકાય. ભારતીય  વૈજ્ઞાનિકોને ચંદ્રયાન ટુની નિષ્ફળતા મળ્યા બાદ હિંમત હાર્યા વગર ચંદ્રયાન થ્રીની તૈયારી કરી હતી અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થતાં તેમના વિશ્વાસ અને મહેનતની ઐતિહાસિક જીત થઈ હતી અને આખી દુનિયાએ ભારતના આ પરાક્રમને વધાવ્યું હતું. આવી ઘટનાઓ જીવનને સકારાત્મકતા તરફ દોરે છે. તાજેતરમાં હું એક યુવાનને મળી હતી તેને સ્પીચ ઈશ્યુ હતો. દરમિયાન મેં તેની સમસ્યાને સમજવાની કોશિશ કરી હતી. દરમિયાન મને જ...

જીવનનો મૂળ મંત્રઃ શેરિંગ ઈઝ કેરિંગ

 જીવનનો મૂળ મંત્રઃ શેરિંગ ઈઝ કેરિંગ કહેવાય છે કે શેરિંગ ઈઝ કેરિંગનો મંત્ર જીવનમાં સુખ શાંતિ અને સકારાત્મકતા લાવે. મનુષ્યોમાં જો શેરિંગ અને કેરિંગ એટલે કે વહેચણી અને સંભાળ ન રાખે તો દુનિયા ચાલી શકે નહીં. ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશોમાં જણાવાયું છે કે કોઈ ઈચ્છાને સંતોષવાને બદલે તેને જીતવામાં અને તેને દૂર કરવામાં અનંત આનંદ છે. ઈચ્છા એ નાની મોટી ચીજોમાં મળતા આનંદ કરતા મોટી હોય છે. તેમના ઉપદેશમાં દૈવીય તત્વ પર ભાર મૂકાયો છે અને નિસ્વાર્થ ભાવથી પ્રેમ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણે તેમની જીવનયાત્રા દરમિયાન વિવિધ પ્રકારના પડકારોનો સામનો કર્યો અને તેમણે આ મુશ્કેલીઓમાંથી બહાર આવવા રસ્તો કાઢ્યો અને બોધપાઠ આખી દુનિયાને શીખવ્યો. ભગવદ્ ગીતા, મહાભારત અને રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાંથી આજે પણ મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિને સમાધાન અવશ્ય મળે છે અને આપણી આગળની પેઢીને પણ આ ગ્રંથો મદદરૂપ થશે. હું તાજેતરમાં એક યુવકને મળી હતી. તે ડબલ ગ્રેજ્યુએટ હતો અને સ્પીચ પ્રોબ્લેમ હતી. મેં તેની સમસ્યાનું વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તે એકદમ નોર્મલ છે. મેં તેને પરિવાર, શિક્ષણ અને તેની લાઈફ રિલેટેડ માહિતી શેર કરવ...

લેખનની આદત જીવન સુધારે

 લેખનની આદત જીવન સુધારે ઘણા લોકોને દરરોજ ડાયરી લખવાની આદત હોય છે. પોતાના વિચારો, યાદો, સપનાઓ ચિંતા અને ખુશીને કાગળ પર ઉચારે છે. ટૂંકમાં કહીએ તો લખવાની આદત તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કાગળ પર પોતાની ફીલિંગ્સને ઉતારી દેવામાં આવે તો આપણી ભાવનાઓની તીવ્રતા ઓછી થઈ જાય છે શાંતિ અનુભવાય છે તથા સકારાત્મક પરિવર્તનમાં પણ મદદ કરે છે. લખવાની આદત જીવનમાં સ્થિરતા અપાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ભગવદ્ ગીતાના રૂપે મનુષ્યોની સમસ્યાનું સમાધાન આજે પણ કરી રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો આજની મોડર્ન સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ બને છે. લેખન એ ફક્ત અભિવ્યક્તિ વ્યક્ત કરવા પૂરતું જ નથી, પરંતુ જ્ઞાનનો ભંડાર છે. લેખક ફક્ત પ્રસંશા મેળવવાના હેતુથી નથી લખતા તે ફરજ સમજીને પોતાના વિચારો કાગળ પર ઊતારે છે જેથી ભવિષ્યમાં તેમની ટિપ્સ લોકોના કામમાં આવી શકે. હાલમાં મારા પાસે ત્રણ વર્ષના બાળકના માતા-પિતા આવ્યા હતાં તેમના બાળકને સ્પીચ ક્લૅરિટી ઈશ્યુ હતો. પડકારોનો સામનો કરી રહેલું એ બાળક ચાલાકીથી તેના માતા-પિતા અને દાદા-દાદી પાસેથી પોતાનું કામ કરાવી લેતું હતું ત્યારે મેં તેમને સમજાવ્યું હતું કે લકવાગ્રસ્ત દરદીઓન...