આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત સમયગાળો છે; ઉતાવળે આંબા પાકતા નથી
|| આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત સમયગાળો છે ; ઉતાવળે આંબા પાકતા નથી || યુવાનનાં લક્ષણો કયાં એ વિશે હું વાંચી રહી હતી. યુવાન એને કહેવાય, જે તેજસ્વી, ધગશવાન, અસાધારણ રીતે વિચક્ષણ અને સદા સતર્ક હોય. દિલથી યુવાન એને કહેવાય, જેને જીવન પ્રત્યે લગાવ હોય અને એક યુવાન વ્યક્તિનાં બધાં જ લક્ષણો જેમાં જોવા મળે. યુવાન વ્યક્તિ અને દિલથી યુવાન એ બન્ને પ્રકારના માણસો આખો દિવસ સૂર્યપ્રકાશમાં ચમકતા રહેનારા સૂર્યમુખી જેવા હોય છે અને રાત્રે શાંત થઈને બીજા દિવસની સવારે ફરી પ્રવૃત્તિમય બનવાની રાહ જોતા હોય છે. આ માણસો વાતાવરણ અનુસાર પોતાને ઢાળતા હોય છે, ખુલ્લા દિલે હસી શકતા હોય છે અને જરૂર પડ્યે શાંત પણ રહી શકે છે. અંતરથી પ્રકાશમાન રહેનારી વ્યક્તિ હંમેશાં મનથી યુવાન રહી શકે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ હંમેશાં દરેક વ્યક્તિના મનમાં યુવાન રહેશે, કારણ કે એ વિશુદ્ધ હતો અને એમાં પરસ્પરની ઊંડી સમજ હતી. તેઓ જીવનના તમામ સંજોગોમાં સતત સકારાત્મક બનીને રહ્યાં હતાં. મહાભારતમાં મનુષ્યના અનેક ગુણ અલગ અલગ પાત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રેમ અને પવિત્રતાના ભાવ રાધા-કૃષ્...