Posts

Showing posts from July, 2023

મનુષ્યને વિકસવા માટે શેની જરૂર છે?

  મનુષ્યને વિકસવા માટે શેની જરૂર છે ?  છોડને વિકસવા માટે હવા, પાણી અને યોગ્ય જમીન મળે એટલું પૂરતું હોય છે. એ એની ઈશ્વરદત્ત પ્રકૃતિ મુજબ વિકસે છે. મનુષ્યને વિકસવા માટે ભગવાને બીજા બધા જીવો કરતાં વધુ શક્તિ-ક્ષમતા આપી છે. આમ છતાં મેં એવા ઘણા લોકો જોયા છે, જેઓ શરીરે વધે છે, પરંતુ એમની માનસિક ક્ષમતા બાળકો જેટલી જ હોય છે. એમનું વર્તન બધાને સ્વીકાર્ય હોતું નથી.   ભગવાન કૃષ્ણે મનુષ્યો માટે કહ્યું છે કે કર્મ અને ધર્મનું પાલન કરીને થતો વિકાસ અગત્યનો છે. કૃષ્ણના જીવનના અલગ અલગ તબક્કે કરવામાં આવેલી લીલાઓ પરથી આ વાતનો પરિચય થાય છે. એમના વ્યવહાર કહો કે કર્મ કહો, એમાં એક વાત ઊડીને આંખે વળગે છે કે એમણે હંમેશાં જવાબદારીપૂર્વક અને પોતાના ધર્મ-કર્તવ્ય અનુસાર કામ કર્યું. એમણે પ્રતિકૂળતાઓનો સહજતાથી સ્વીકાર કર્યો અને હસતાં હસતાં પડકારોનો સામનો કર્યો. એમનું વર્તન એટલે સકારાત્મકતાનું પ્રતીક.   મારા જીવનમાં પણ અનેક પડકારો-અવરોધો આવ્યા છે, પરંતુ ભગવાન કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા હોવાથી મારું જીવન આસાન બની ગયું છે. હું અપંગ બાળકોને અવરોધો પાર કરતાં જોઉં છું ત્યારે મને મારા પડકારો ઘણા નાના ...

પ્રામાણિકતાને શ્રીમંતાઈ કરતાં વધુ મહત્ત્વ મળે છે ખરું?

પ્રામાણિકતાને શ્રીમંતાઈ કરતાં વધુ મહત્ત્વ મળે છે ખરું ?   થોડા વખત પહેલાં વિચાર કરતાં કરતાં પ્રામાણિકતા વિશે કંઈક કહેવાનું મન થયું. આજના વિશ્વમાં એવું જોવામાં આવ્યું છે કે શ્રીમંતોને વધારે મહત્ત્વ અને પ્રાથમિકતા આપવામાં આવે છે, જ્યારે પ્રામાણિકતાને પૂરતું મહત્ત્વ કે માન મળતું નથી. સોશિયલ મીડિયા જુઓ કે પછી વિવિધ પ્રકાશનો જુઓ, બધે કરોડપતિઓની અને અબજોપતિઓની વાતો થયા કરે છે. આપણું ભવિષ્ય કહેવાતાં આજનાં બાળકોને આ વાતાવરણમાંથી શું શીખવા મળશે ?  એક બાજુ શાળાના અભ્યાસમાં એમને મહાત્મા ગાંધી તથા અન્ય મહાન નેતાઓ વિશે ભણવાનું આવે છે અને બીજી બાજુ સમગ્ર વિશ્વમાં એમને કરોડપતિઓનાં ગુણગાન ગવાતાં જોવા મળે છે. આવી સ્થિતિમાં તેઓ મુંઝાઈ જાય એવું શક્ય છે.    કોરોનાના સમયમાં આપણે જોયું છે તે સોશિયલ મીડિયા આજના સમયમાં ઘણી અસર ધરાવે છે. તેનાથી વિપરીત, આપણી પાસેનાં સારાં પુસ્તકોનો પ્રભાવ ઘણો ઓછો જોવા મળે છે. વધુ ને વધુ આવક કમાવાની લાયમાં પ્રામાણિકતા બાજુએ રહી ગઈ છે. ભગવાન અસ્તિત્વ ધરાવે છે એ વાતનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ જીવનમાં પ્રામાણિકતા રાખવાનું છે. તકલીફ એ છે કે આજના યુવ...

સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ

સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ મહાન મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે, "રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદયમાં અને આત્મામાં રહે છે." યુ.એસ.એ.ના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે ભારતમાં પત્નીઓ અને માતાઓ ઘણી વાર પરિવારો અને સમુદાયોને સાથે રાખે છે. ભારતીય મહિલાઓએ બતાવ્યું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. ભારતીય યુવા મહિલાઓ રસ લઈ રહી છે અને દેશના વિકાસમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ છે. એમને લાગે છે કે જ્યારે મહિલાઓ વધુ સફળ થાય છે ત્યારે રાષ્ટ્રો વધુ સફળ થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ આપણા દેશ અને આપણા પરિવારોમાં માતાઓની સંભાળ રાખવાને પ્રાથમિકતા આપે છે કારણ કે તેઓ જ ભારતના ભાવિ નેતાઓને જન્મ આપે છે. માતા-પિતાનો પ્રેમ અને કાળજી બાળકના વધુ સુરક્ષિત વિકાસને પ્રેરક ઠરે છે. આથી જ ભારતની પ્રગતિ આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને આભારી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં, મથુરા અને વૃંદાવનમાં લગભગ એક મહિના સુધી હોળી ઉજવવામાં આવે છે. જૈન ધર્મમાં ભગવાન લગભગ 8 દિવસ સુધી પર્યુષણ ઉજવવામાં આવે છે. ઇસ્લામમાં લગભગ એક મહિના સુધી રમઝાનને અનુસરવામાં આવે છે. પ્રેમ અને આદર...

જીવનમાં બધું હંગામી છે

જીવનમાં બધું હંગામી છે જીવન અસ્થાયી પરિસ્થિતિઓથી ભરેલું છે જે આપણને લાંબા ગાળાના જવાબો શોધવામાં મદદ કરે છે.  સૂર્ય, ચંદ્ર, તારાઓ અને આપણી આસપાસની પ્રકૃતિ કાયમી છે અને આપણે મનુષ્યો જન્મ્યા ત્યારથી બ્રહ્માંડમાં અસ્થાયી ભૂમિકાઓ ભજવીએ છીએ. આપણે માનીએ છીએ કે આ દુનિયામાં આપણે જ શક્તિશાળી છીએ અને આ બ્રહ્માંડમાં કાયમી છીએ. આવું વિચારીને આપણે મન ફાવે એમ સારું અથવા ખરાબ વર્તન કરતા હોઈએ છીએ. આપણી પાસે આ ગ્રહ પર જીવન છે જે ફક્ત અસ્થાયી છે, તો આપણે શા માટે એવી વસ્તુ વિશે ચિંતા કરવી જોઈએ જે ફક્ત અસ્થાયી છે? આપણે શું આ બાબતે વિચાર કરવાની જરૂર નથી? ચાલો આપણે એ વિચારીએ કે આપણી પાસે ફક્ત એક જ જીવન છે, અને આપણે સકારાત્મક રાખીને જીવન વ્યતિત કરવાનું છે. ચાલો વિજ્ઞાન વિશે વાત કરીએ. આપણું મગજ દરરોજ 1 લાખ કોષો ગુમાવે છે, તે હકીકત હોવા છતાં કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે 100 અબજ કોષો છે. આપણે દર મિનિટે સરેરાશ છ લિટર હવા શ્વાસમાં લઈએ છીએ, ગતિહીન બેસીને પ્રતિ મિનિટ 13થી 17 શ્વાસ લઈએ છીએ અને જોરશોરથી કસરત કરતી વખતે સરેરાશ પ્રતિ મિનિટ 80 શ્વાસ લઈએ છીએ. દર મિનિટે 20 વખત શ્વાસ લઈએ છીએ અને દરરોજ 28,800 વખત શ્...

જીવન એક તીર્થયાત્રા જેવું છે

  જીવન એક તીર્થયાત્રા જેવું છે      કોઈએ સાચું જ કહ્યું છે કે , " શ્રદ્ધા એટલે મંદિરને વળગી રહેવું નહીં, પણ હૃદયની અવિરત જાત્રા." ભારતમાં ઘણાં મંદિરો અને ધાર્મિક સ્થળો છે.   દર વર્ષે લાખો લોકો અહીંની જાત્રા કરે છે. આપણે શા માટે તીર્થયાત્રા કરવા જઈએ છીએ ?  બીજા બધા જાય છે એટલે ?  એ જોવાલાયક સ્થળો પણ છે એટલે ?  કે પછી ભગવાન ત્યાં છે એવી આપણને આસ્થા છે એટલે ?  તીર્થયાત્રા પ્રત્યે દરેકની પોતાની ધારણા છે. આપણે જ્યાં તીર્થયાત્રાએ જઈએ છીએ તે સ્થાનોને જાળવવા આપણા પૂર્વજોએ ખરેખર સખત મહેનત કરી છે. આ બ્રહ્માંડમાં મનુષ્યો અસ્તિત્વમાં છે ત્યારથી ત્યાંના ધાર્મિક વિધિઓના મૂલ્યોને જાળવી રાખવા માટે તેઓએ સખત મહેનત કરી છે. આપણા દેશમાં ,  દરેક માનવી કોઈને કોઈ ધર્મનું પાલન કરે છે ,  કોઈને કોઈ સમુદાયનો હોય છે અને તેને અનુસરવા માટે તેની પોતાની ધાર્મિક વિધિઓ હોય છે. દેશના મોટા ભાગના લોકોએ જીવનમાં એક વખત તીર્થયાત્રા કરવા માટે તેમના ધાર્મિક સ્થળોની મુસાફરી કરવાનું વિચાર્યું હશે. એવું કેમ છે ?  કારણ કે આપણે બધા ભારતીયો માનીએ છીએ કે આપણી પાસે આપણાં મૂળ છે...