Posts

Showing posts from September, 2021

ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે

 || ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી  આપણા જીવનને નુકસાન થાય છે || માણસમાં સાંભળવાની શક્તિ એટલે કે શ્રવણશક્તિ ઘણી મહત્ત્વની હોય છે, પરંતુ એ શક્તિની મદદથી આપણે સુખનો પ્રસાર કરી શકીએ એ વધુ મહત્ત્વનું છે. આપણને સારું લાગે અને આપણું જીવન સલામત બને એ રીતે સાંભળવું જોઈએ એવું મારું માનવું છે. ઘણો ઉંચો અવાજ આપણી શ્રવણશક્તિને નુકસાન પહોંચાડે છે. એ જ રીતે ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે.  કૃષ્ણના મામા કંસને આકાશવાણી સંભળાઈ હતી કે દેવકીનું આઠમું સંતાન એનો વધ કરશે, પરંતુ કંસ હંમેશાં પોતાના ઘમંડમાં રહ્યો અને પોતે જે સાંભળ્યું એને ખોટું ઠેરવવાનો પ્રયાસ કર્યો. કોરોના રોગચાળાએ બધા મનુષ્યોને એ સમજાવી દીધું છે કે ભગવાનનું અસ્તિત્વ છે અને તેઓ જ આપણા જીવનને સલામત રાખી શકે છે. આપણે એમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. ઘણા યુવાનોને ભગવાનના અસ્તિત્વ વિશે શંકા હોય છે. એમની એ શંકા વિશે મને કહેવાનું મન થાય છે કે તમે અત્યારે ભગવાન વિશે વિચાર કરવા માટે જીવતા છો એ જ દર્શાવે છે કે પ્રભુનું અસ્તિત્વ છે. એમનામાં ધ્યાન પરોવશો તો સલામત રહી શ...

પોતાના પ્રત્યેનો અને બીજાઓ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ આપણા જીવનને સુંદર બનાવી શકે છે

|| પોતાના પ્રત્યેનો અને બીજાઓ પ્રત્યેનો નિઃસ્વાર્થ  પ્રેમ આપણા જીવનને સુંદર બનાવી શકે છે || કહેવત છે કે સુંદરતા તો જોનાર વ્યક્તિની આંખમાં હોય છે. હું કહું છું કે આપણે જ્યારે જીવનને પ્રેમ કરીએ ત્યારે જીવનમાં સુંદરતા આવે છે. આ પૃથ્વી પર મનુષ્ય માટે સુંદર પ્રકૃતિ એક વરદાન છે. દરેક વ્યક્તિને તેનો અનુભવ થાય છે. કોઈ વ્યક્તિ સુંદર મહિલાની કે કોઈ ભૌતિક વસ્તુની સુંદરતાને બિરદાવતી હોઈ શકે, પરંતુ એ સુંદરતા દરેક વ્યક્તિને અલગ અલગ પ્રમાણમાં દેખાતી હોય છે, પરંતુ જ્યારે ફૂલ, પર્વતો, નદીઓ, વગેરે જેવી કુદરતી વસ્તુઓની સુંદરતાની વાત આવે ત્યારે એમાં સૌને સમાન સુંદરતા દેખાતી હોય છે. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એમાં મુખ્ય હોય છે. એ પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. શું આપણે પોતાને પણ નિઃસ્વાર્થ પ્રેમ કરી શકીએ નહીં? આપણે જ્યારથી સમજણા થઈએ છીએ ત્યારથી કોઈ ને કોઈ જવાબદારીનો વિચાર કરતા હોઈએ છીએ. માતાપિતાને કેવી રીતે ખુશ રાખવાં, સમાજમાં ટકી રહેવા માટે કેવી રીતે સારું શિક્ષણ મેળવવું, કેવી રીતે જીવનસાથીની કે પરિવારની કાળજી લેવી, સમાજમાં કેવી રીતે રહેવું, વગેરે વગેરે. આપણે બીજું બધું કરીએ છીએ, પરંતુ પોતાને શેમાં સારું લાગે ...

આપણા સંબંધોમાં વિશ્વાસ, આદર, સમજણ અને પ્રેમ હશે તો આ વિશ્વ વધારે સુંદર બનશે

|| આપણા સંબંધોમાં વિશ્વાસ, આદર, સમજણ અને પ્રેમ હશે તો આ વિશ્વ વધારે સુંદર બનશે || શું આપણને એકબીજાની જરૂર છે ? હા, ચોક્કસ જરૂર છે. જો બે વ્યક્તિઓ એકબીજાને સારી રીતે સમજી શકે તો સારી રીતે સાથે રહી શકે છે. આ વાત ફક્ત બે પ્રેમીપંખીડાંની નથી, આપણા જીવનના દરેક સંબંધને લાગુ પડે છે. તમે આ જગતમાં પ્રેમ ફેલાવી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ તમને ચાહે ત્યારે તમે પણ જીવનને ચાહવા લાગી જાઓ છો. દરેક સંબંધમાં વિશ્વાસ, હૂંફ અને પરસ્પરની સમજણની જરૂર હોય છે. સવારના સમયે આકાશ પ્રકાશિત હોય છે અને ખુશનુમા વાતાવરણ હોય છે. આ જ રીતે સૂર્યાસ્તના સમયે પણ આકાશ સુંદર દેખાતું હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો મજબૂત સંબંધ કોઈ પણ સમયે, એટલે કે જીવનના બધા ઉતાર-ચડાવ વચ્ચે, સુંદર રહે છે. જો કર્મચારીઓ પોતાની કંપનીને ચાહતા હોય અને સંચાલકો પણ કર્મચારીઓ પ્રત્યે સ્નેહ અને વિશ્વાસ ધરાવતા હોય તો કંપની આપસી હૂંફ, વિશ્વાસ અને સમજણ થકી વિકાસ સાધી શકે છે. કોરોનાના સમયગાળામાં આપણે બધાએ કૌટુંબિક હૂંફનું મહત્ત્વ જોયું-જાણ્યું અને સમજી ગયા કે નિકટના સ્નેહીજનો આપણા જીવનનો અગત્યનો હિસ્સો હોય છે. ભગવાન રામે પિતાએ આપેલા વચનનો ભંગ ન થાય ...

અન્નને દેવતા કહેવાની આપણી પરંપરાનું માહાત્મ્ય અનેરું છે

|| અન્નને દેવતા કહેવાની આપણી પરંપરાનું માહાત્મ્ય અનેરું છે || જ્યારે પણ ખાણી-પીણીની વાત આવે ત્યારે સવાલ એ ઊભો થતો હોય છે કે ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? આપણે સ્વાદ માણવા માટે ખોરાક ખાઈએ છીએ કે પછી અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખાઈએ છીએ? ભારતમાં ગણપતિ બાપ્પા સૌના લાડકા દેવ છે. એમને મોદક ઘણા પ્રિય હોવાનું આપણે કહીએ છીએ. આથી ગણેશચતુર્થીના દિવસે કે બીજા કોઈ પ્રસંગે એમનું આહ્વાન કરીએ ત્યારે મોદક ધરાવીએ છીએ. સમય જતાં હવે મોદક વિવિધ પ્રકારે અને વિવિધ પદાર્થોથી બનાવવામાં આવે છે. આપણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને વિવિધ રંગો અને શૈલીઓથી વ્યક્ત કરીએ છીએ. ભગવાન પણ આપણી રચનાત્મકતાથી પ્રસન્ન થાય છે. ભગવાન અમુક પ્રકારે ભક્તિભાવથી રીઝે છે અને એમને ખાવાની અમુક વસ્તુ પ્રિય હોય છે એ જ રીતે મનુષ્ય તરીકે આપણને પણ કેટલીક વાનગીઓ પ્રિય હોય છે. આપણે પોતાની પ્રસન્નતા ખાતર એ ખાવી જ જોઈએ. ભગવાન કૃષ્ણે પોતાના બાળપણમાં ગાયના દૂધથી બનેલું માખણ ઘણું ખાધું હતું. ગાય એમને પ્રિય હોવાથી તેઓ ગોપાલ તરીકે ઓળખાય છે. આજે આપણે જાણીએ છીએ કે ગાયનું દૂધ, તેમાંથી બનતું માખણ અને ઘી આપણી તંદુરસ્તી માટે સારાં હોય છે. કૃષ્ણને માખણ પ...