જીવનને અજવાળતી અનોખી શક્તિ એટલે આત્મવિશ્વાસ
જીવનને અજવાળતી અનોખી શક્તિ એટલે આત્મવિશ્વાસ મનુષ્ય માટે સૌથી મહત્ત્વની ચીજ કોઈ છે તો એ છે આત્મવિશ્વાસ. ઘણીવાર આપણે બાહ્ય સુંદરતાને જ સર્વસ્વ માની લઈએ છીએ, પરંતુ સત્ય એ છે કે જો તમારી પાસે આત્મવિશ્વાસનું તેજ હોય, તો તમારી દેખાવની સીમાઓ ઓગળી જાય છે. જ્યારે તમે આત્મવિશ્વાસથી છલકાતા હોવ છો, ત્યારે લોકો તમારા ચહેરાને નહીં, પણ તમારા વ્યક્તિત્વમાંથી પ્રગટતા એક અનોખા ઓરા, તમારી સૌમ્ય સ્મિત અને તમારા કાર્યોમાં છલકાતી માનવતાને જુએ છે. આજના વૈજ્ઞાનિક પ્રગતિના યુગમાં, જ્યાં સ્પર્ધા ડગલે ને પગલે છે, ત્યાં આ સ્વ-નિર્ભર આત્મવિશ્વાસ અનિવાર્ય બની ગયો છે. તાજેતરમાં મને નોર્વેના પ્રવાસે જવાનો લ્હાવો મળ્યો. ત્યાં અમે એક બરફની ગુફા જોવા ગયા હતા. ટ્રેકિંગ દરમિયાન રસ્તામાં એક નાનકડું ઝરણું આવ્યું. અમારા ગાઈડે ખૂબ જ કુશળતાપૂર્વક પુશ-અપ્સની મુદ્રામાં (જે એક રીતે યોગાસન જેવું જ હતું) નમ્યા વગર અને ભીના થયા વગર તે ઝરણામાંથી પાણી પીવાની રીત બતાવી. અમારા ગ્રુપના બે પુરુષોએ આ સાહસ કર્યું અને તેઓ સફળ રહ્યા. તેમને જોઈને મને પણ થયું કે હું કેમ નહીં? હું મારા રોજિંદા વ્યાયામમાં પુશ-અપ્સ તો કરું જ છું. મેં હિંમત એ...