Posts

Showing posts from March, 2021

તમને વધારે વસ્તુઓ જોઈએ છે કે સારી વસ્તુઓ જોઈએછે?

  || તમને વધારે વસ્તુઓ જોઈએ છે કે સારી વસ્તુઓ જોઈએછે ? ||   તમને સપ્રમાણ ખાંડ ભેળવેલી મજાની માવાની બરફી જોઈએ કે પછી માત્ર આરાના લોટમાં ખાંડ નાખીને તૈયાર કરાયેલી હોય એવી દસ બરફીઓ જોઈએ એવું કોઈ પૂછે તો તમે શું કહેશો ? તમે એમ જ કહેશો કે ઓછી ગુણવત્તાવાળી વધારે વસ્તુઓ મળે એના કરતાં ઉંચી ગુણવત્તાની એક વસ્તુ મળે એ જ સારું. આ લખાણ સાથેનું કળા કરી રહેલા મોરનું ચિત્ર જુઓ. કુદરતના સૌંદર્યની વચ્ચે એ સુંદરતા કેવી સરસ રીતે ભળી ગઈ છે ! ભગવાને આપણી આસપાસ ઘણી જ સુંદરતા ભરી છે. આથી આપણે એ સુંદરતાની સાથે ભળી જાય એવા સુંદર બનવાનું છે. ઘણા તસવીરકારો અને ચિત્રકારો પ્રાકૃતિક સૌંદર્યની સરસ મજાની રચનાઓ તૈયાર કરતા હોય છે. એમાંથી અમુક ચિત્રો ખરેખર અર્થપૂર્ણ હોય છે. વાસ્તવમાં આપણે ક્યારેય જીવનની હોય, સંબંધોની હોય, ચિત્રોની હોય, ખોરાકની હોય કે બીજી કોઈ પણ વસ્તુની હોય, ગુણવત્તા તરફ ધ્યાન આપતા નથી. મેં આ સાથે મુકાયેલા રાધાકૃષ્ણના ચિત્રની ગુણવત્તાનું પણ વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. રાધા અને કૃષ્ણ એકમેક માટે હંમેશાં હાજર રહેતાં. આ ચિત્ર ઘણું સીધુંસાદું છે પરંતુ એમાં સરસ મજાનો અર્થ સમાયેલો છે. કાદવમા...

બીજાઓનાં સારાં કાર્યોમાંથી પ્રેરણા લો અને જરૂરિયાતમંદ લોકો માટે પ્રેરણારૂપ બનો

|| બીજાઓનાં સારાં કાર્યોમાંથી પ્રેરણા લો અને જરૂરિયાતમંદ લોકો માટે પ્રેરણારૂપ બનો || પ્રેરણા શબ્દમાં જ પ્રેરણા રહેલી છે .   રાત્રિના સમયે દેખાતી આકાશગંગા શ્રેષ્ઠ પ્રેરણા છે.   પૃથ્વી પર વિશાળ જનસમુદાય છે એ જ રીતે આકાશમાં ઘણા તારાઓની વસતિ છે.   આકાશમાંના તારાઓને નામ આપવામાં આવ્યાં છે અને એના પરથી રાશિઓ પણ બની છે. દૂરબીન દ્વારા આપણે વિવિધ તારાઓને જોઈને એમની ઓળખ કરી શકીએ છીએ. આપણે ભલે અમુક જ તારાઓ જોતા હોઈએ છીએ પરંતુ અન્ય તારાઓ પણ આકાશમાં હોય છે.તેઓ ક્યારેય અન્ય તારાઓ સાથે પોતાની તુલના કરતા નથી અને ક્યારેય ચમકવાનું છોડતા નથી.   તેઓ ભેગા મળીને રાત્રે તેજ ફેલાવેછે. તેવી જ રીતે આપણે બધા આ પૃથ્વી પરના તારાઓ છીએ.   કેટલાક ચમકતા તારાઓ તેમના કાર્ય , સમર્પણ , કાર્ય પ્રત્યેના જુસ્સા અને કરુણા દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં ચમકે છે, પરંતુ આપણા જેવા અન્ય તારાઓએ તેમની સાથે તુલના કરવી જોઈએ નહીં. ભગવાને આ સૃષ્ટિ બનાવી છે અને   તેઓ આપણને એક સરખી દૃષ્ટિએ જુએ છે. ભગવાન ઈચ્છે છે કે આપણે સૌ સાથે મળીને ચમકીએ અને આ સૃષ્ટિને વધુ સુંદર અને તેજસ્વી બનાવીએ. જો આપણે પ્રેરણા લેવા...