Posts

Showing posts from January, 2021

|| શ્રદ્ધા રાખવાથી ચમત્કારો સર્જાશે! ||

|| શ્રદ્ધા રાખવાથી ચમત્કારો સર્જાશે ! || ' વિશ્વાસે વહાણ ચાલે ' એ ઉક્તિ ઘણી પ્રચલિત છે. વિશ્વાસનું બીજું નામ શ્રદ્ધા. જો તમે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને પૂર્ણ રીતે અથવા સારી રીતે સમજી લેશો તો તમને જીવવાની પણ ઘણી મજા આવશે. આપણે જોઈ શકીએ છીએ કે ભગવાને પર્વતો, નદીઓ, સૂર્ય-ચંદ્ર-તારાઓ, પશુ-પંખીઓ, વગેરે સાથેનું વિશ્વ બનાવ્યું છે. મનુષ્યને એ બધી જ વસ્તુઓ ગમે છે. પ્રભુએ મનુષ્યને એવો બનાવ્યો છે કે એ વિચાર કરી શકે છે અને અકલ્પનીય સર્જનો પણ કરી શકે છે. જો કે, એ બધું સર્જન કર્યા પછી માણસે સમજી લેવું જોઈએ કે ભગવાનના સાથ વગર એ બધાં સર્જન શક્ય નથી ; તેની મદદથી જ મનુષ્ય બધું કરી શકે છે. શ્રીકૃષ્ણ હંમેશાં ગાયોથી ઘેરાયેલા રહેતા અને ગાયની નિર્દોષતા તેમને ગમતી. ગાયની પાસે મનુષ્ય જેવું મગજ નથી. તેને હંમેશાં બીજાને કંઈક આપવાનું ગમે છે. આપણે ગોગ્રાસ આપીએ નહીં તોપણ એ દૂધ આપવાની ના પાડતી નથી. ગાયને કોઈ શિરપાવની પણ અપેક્ષા હોતી નથી. ગાય હોય કે બીજો કોઈ જીવ હોય, તેમની રચના કુદરતે એવી રીતે કરી છે કે મુશ્કેલ સ્થિતિઓમાં તેઓ બીજાઓની કાળજી રાખે છે. તેઓ શ્રદ્ધાનું ખરું પ્રતીક છે. ભગવાને મનુષ્યને પણ ઘ...

|| ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રભુની ઉપાસના કરો ||

|| ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રભુની ઉપાસના કરો || છેલ્લા કેટલાક મહિના ગરીબ હોય કે તવંગર, સૌ મનુષ્યો માટે કપરા ગયા છે. ઈશ્વરે આપણી રચના કરીને આપણને અનેક પ્રાકૃતિક ભેટ આપેલી છે. પીવા માટે પાણી, ખાવા માટે અન્ન, શ્વાસ લેવા માટે હવા અને વિચાર કરવા માટે મગજ આપ્યું છે. આપણે મગજનો ઉપયોગ કરીને અનેક ગણતરીઓ માંડી છે અને વિચારની પર જઈને વિજ્ઞાનની રચના કરી છે. મનુષ્યે પોતાના હાથમાં નથી એવી વસ્તુઓને પોતાના વશમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણે એ ભૂલી ગયા છીએ કે પ્રકૃતિ એ પ્રકૃતિ જ રહેવાની. આપણે મનુષ્યો પણ જો પોતાનો સ્વભાવ બદલી શકતા નથી તો પ્રકૃતિ પોતાની પ્રકૃતિ કેવી રીતે બદલી શકશે ? હવે મનુષ્યે પોતાનું ધ્યાન યોગ્ય દિશામાં એટલે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની દિશામાં કેન્દ્રીત કરવાનો સમય આવી ગયો છે. જીવનમાં મળતી ક્ષણિક ભૌતિક સુખ-સુવિધાઓ પર લક્ષ આપવાને બદલે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રયાસરત થવાની જરૂર છે. આપણા ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સુખી રહેવા માટે પ્રાર્થના અને ઉપાસના કરવાનો રસ્તો જ ઉત્તમ છે. ઈશ્વરે આપેલી સુંદર મન, સુંદર શરીર અને સુંદર આત્માની ભેટ પર લક્ષ આપવ...

સુખી જીવનની ગુરુચાવીઃ નિઃસ્વાર્થ બનો

  || સુખી જીવનની ગુરુચાવીઃ નિઃસ્વાર્થ બનો ||   મેં લાંબા સમય સુધી સકારાત્મકતા જાળવીને મનુષ્યના જીવન અને અસ્તિત્વ વિશે ઘણું વિચાર્યું છે. એ વિચારના પરિપાક તરીકે હું કહી શકું છું કે ભગવાને મનુષ્યો સાથેની આ દુનિયાનું સર્જન એક નક્કર હેતુસર કર્યું છે. આપણા અસ્તિત્વનો વિચાર કરીએ તો કહી શકાય કે પહેલા જ દિવસથી આપણે બધા અસ્તિત્વમાં છીએ. ઈશ્વર રામાયણ અને મહાભારતના સમયખંડમાં પૃથ્વી પર અસ્તિત્વમાન હતા. જેમના હૃદયમાં અનુકંપા હતી એ દરેક મનુષ્યના હૃદયમાં ભગવાન વિરાજમાન હતા. દા.ત. ધર્મ માટે લડવામાં અર્જુનને ઈશ્વરે સાથ આપ્યો હતો. પ્રભુ હંમેશાં સચ્ચાઈને અને સૌનું કલ્યાણ થાય એવા હેતુઓને સાથ આપે છે. પ્રભુએ ધર્મ દ્વારા આપણને દયાવાન, કરુણાવાન અને અન્યોને મદદરૂપ થવાનું શીખવ્યું છે.   આથી જ કહેવાયું છે કે જો આપણે સારાં કર્મો કરીશું તો આપણા મન, શરીર અને આત્માને સંતોષ અનુભવાશે અને રાત્રે સારી નીંદર આવશે. મુશ્કેલીમાં સપડાયેલી કોઈ પણ વ્યક્તિને નિઃસ્વાર્થપણે મદદરૂપ થવાની ભાવના આપણા હૃદયમાં કાયમ રહેવી જોઈએ. મનુષ્યો હોય કે પ્રાણીઓ હોય, બધા માટે આપણા હૃદયમાં નિઃસ્વાર્થભાવ હોવો જોઈએ. એક મનુષ...

Spreading Positivity

  || સકારાત્મકતાનો પ્રસાર || કપરા સમયમાં પોતાની સકારાત્મકતા કેવી રીતે ટકાવી રાખવી ?   વ્યક્તિગત રૂપે હું માનું છું કે આપણામાં સકારાત્મકતા હોય તો આપણે યોગ્ય દિશામાં વિચાર કરી શકીએ છીએ. આજના આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ આપણા સમાજને અને દેશને રહેવા માટે એક ઉત્તમ સ્થળ બનાવવાની દૃષ્ટિએ એકતા રાખીને કાર્ય કરવું પડશે. હું દૃઢપણે માનું છું કે આપણી આસપાસ ' સકારાત્મક તરંગો ' ફેલાવવામાં સંગીત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણી સમૃદ્ધ હિન્દુ પૌરાણિક પરંપરામાંનું ' અષ્ટસખા ' ( કૃષ્ણના 8 મિત્રો અને ભક્તો)નું ઉદાહરણ હું અહીં સૌને જણાવવા માગું છું. અષ્ટસખાઓ રાત્રે સખા એટલે કે મિત્ર તરીકે પૂજા (દર્શન) કરતા. ઉપાસના કરવાની તેમની રીત અનોખી હતી. તેમણે રચેલાં ' કીર્તન ' અને ' પદ ' આપણા પૌરાણિક સંગીતનું એક સ્વરૂપ છે. આ કીર્તન અને પદ અષ્ટસખાઓની ભાવનાઓનું વર્ણન કરનારાં હોય છે. ભાવનાઓ માટે ' ભાવ ' શબ્દ પ્રચલિત છે. શ્રી કૃષ્ણ પ્રત્યેના ભાવની મદદથી તેઓ જીવનની મુશ્કેલીઓને સહન કરી શકતા હતા. આપણે બધા પણ પોતપોતાની સમસ્યાઓના હલ લાવવાની ક્ષમતા સાથે જન્મ્યા છીએ....