જીવનના પ્રવાસમાં સંબંધોનું વાઈફાઈ ઓન રાખો
જીવનના પ્રવાસમાં સંબંધોનું વાઈફાઈ ઓન રાખો ઘણી વાર આપણે સોલ કનેક્શનની વાતો સાંભળી છે. કેટલીક વ્યક્તિ સાથે આપણે પહેલી વાર મળ્યા હોઈએ તો પણ એક જોડાણનો અનુભવ કરીએ છીએ. એવું લાગે છે કે આપણે કદાચ તેને પહેલેથી જાણીએ છીએ, પણ હકિકતમાં એવું હોતું નથી. બ્રહ્માંડમાં મનુષ્યો કોઈને કોઈ રીતે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. સ્વસ્થ અને સુખમય જીવન માટે સામાજિક જોડાણ જરૂરી બની રહી છે. જન્મ વખતે એક બાળક ખાલી તેના માતા-પિતા સાથે કનેક્ટેડ રહે છે. સમય જતાં તે ધીરે ધીરે નવા ફ્રેન્ડઝ બનાવે છે, પરિવાર સાથે પોતાનો સંબંધ વિકસાવે છે. તાજેતરમાં હું સિએટલમાં અમેરિકન એકેડેમી ઑફ ઑડિયોલોજીના કાર્યક્રમમાં હાજર રહી હતી ત્યારે સંશોધનમાં નવી પરિભાષા સામાજીક પ્રિસ્ક્રિપ્શન વિશે સાંભળ્યું. તે હોવું બહુ જરૂરી છે. શારીરિક રીતે અક્ષમ લોકોને સામાજિક સ્તરે કનેક્શન વિકસાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેમના માટે આ યુનિવર્સ મારા માધ્યમથી મદદ કરી રહ્યું છે. સંબંધો સાચવવા માટે જીવનનું વાઈફાઈ હંમેશા ઓન રાખવું જરૂરી છે. હું જ્યારે વિદેશ પ્રવાસે ગઈ છું અને મૂંઝવણમાં મૂકાઈ છું ત્યારે અજાણી વ્યક્તિ મારી મદદની વ્હારે આવી છે. તેમનું માર...