આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું જ પાછું પણ મળશે
આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું જ પાછું પણ મળશે મેં ક્યાંક વાંચ્યું હતું, “ તમારી આવડત ભગવાને તમને આપેલી ભેટ છે. તમે એ આવડતની મદદથી કયું સારું કામ કરો છો એ તમે ભગવાનને આપેલી ભેટ છે. ” અત્યારે વિશ્વભરમાં જોઈ શકાય છે કે લોકોની રચનાત્મકતા ચરમસીમાએ છે. ભગવાને આપણને બ્લેક ઍન્ડ વ્હાઇટ ટીવી આપ્યું હતું, હવે આપણે એમાં નવા રંગ ઉમેરી રહ્યા છે. આ રંગ લાગણીઓના, કૌશલ્યના, વિચારોના અને આપણી રચનાઓના હોઈ શકે છે. જાપાનની એક રેસ્ટોરાંમાં માછલીની એક વાનગી છેલ્લાં 80 વર્ષોથી અલગ અલગ રીતે બનાવવામાં આવી રહી છે. આ રેસ્ટોરાંમાં દર વખતે એ વાનગીનો રંગ અલગ હોય છે. તેનો સ્વાદ એવો ને એવો જ છે, પણ રંગ દર વખતે બદલાય છે. તેને કારણે લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ ટકી રહ્યું છે. કોઈકે એ વાનગી વિશે પૂછ્યું હતું કે “ શું તમે એકની એક વાનગી બનાવીને કંટાળી ગયા નથી ?” એમને જવાબ મળ્યો, “ અમે દરરોજ અમારી કુશળતાનો અને નવા વિચારોનો ઉપયોગ કરીએ છીએ. એને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય એવો જ અમારો પ્રયત્ન હોય છે. ” એક જ કામને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય...