Posts

Showing posts from October, 2023

જીવનમાં એક વાર તીર્થયાત્રા કરવી જોઈએ

 જીવનમાં એક વાર તીર્થયાત્રા કરવી જોઈએ તીર્થયાત્રા એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ હોવું જોઈએ. તીર્થસ્થળોએ જઈને જે પૈરાણિક કથાઓ અને સાથે વાતાવરણમાં અદ્ભુત માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે એ બીજે ક્યાંય મળવો મુશ્કેલ છે. ભારત દેશની ભૂમિમાં અઢળક ધાર્મિક સ્થળો આવેલા છે. તીર્થયાત્રા પ્રત્યે દરેકની પોતપોતાની ધારણાઓ હોય છે. બ્રહ્માંડમાં મનુષ્યોનું અસ્તિત્વ છે ત્યારથી ધાર્મિક મૂલ્યોને જાળવી રાખવા માટે આપણા પૂર્વજોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દેશમા 1.3 અબજ લોકો પૈકી મોટા ભાગના લોકોનું એક સપનું હોય છે કે જીવનમાં એક વખત તીર્થયાત્રા કરે. ભારતીયો આપણી સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાએલા છે. જીવનમાં એકવાર કરવામાં આવેલ યાત્રા આપણને વિશ્વાસ અપાવશે કે આપણે મુસાફરીના પડકારોને પાર કરી શકીશું અને એવા મુકામ સુધી પહોંચી શકીશું જ્યાં માત્ર ભગવાનનો પ્રેમ જ છે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે માતાના આદેશનું પાલન કરીને 14 વર્ષ સુધી વનવાસ ભોગવવા તૈયાર થયા હતાં. ભગવામ શ્રીકૃષ્ણએ પણ પ્રજાને બાચવવા માટે ટચલી આંગળથી ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. આવી ઘણી પૌરાણિક વાર્તાઓ અને સ્થળો આપણા જીવનને ઘડવામાં મહત્ત્વ...

જીવનનો વિકાસ સ્વસ્થ સમાજને ઘડવામાં જરૂરી

 જીવનનો વિકાસ સ્વસ્થ સમાજને ઘડવામાં જરૂરી જીવનમાં આગળ વધવું અને વિકાસના પથે ચાલવું સમાજ કલ્યાણ માટે જરૂરી છે. એક છોડના વિકાસ માટે જેમ પૂરતી ખાતરયુક્ત માટી અને સમયસર પાણીની જરૂર પડે છે તેવી જ રીતે માનવ જીવનમાં પણ બાળકને એક જવાબદાર વ્યક્તિ બનવા માટે સારા સંસ્કાર અને શિક્ષા આપવી પડે છે. સમાજને વિકસાવવા માટે શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસની પણ જરૂર હોય છે. બ્રહ્માંડમાં કોઈ પણ માનવી માટે હવે સુખ કે દુ:ખ સાથે, વ્યક્તિની પસંદગી પર આધાર રાખીને ટકી રહેવા માટે વિકાસશીલ રહેવું એ એકમાત્ર અને શ્રેષ્ઠ સૂત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણે તેમના જીવનમાં આવેલા પરિવર્તન અને વર્તનનું વર્ણન કરતાં જણાવ્યું છે કે માનવીને એવા વિકાસની જરૂર છે જે કર્મ અને ધર્મ બંનેની કાળજી લઈ શકે. જીવનમાં મળતી સફળતાની દરેક વાર્તા પરિવર્તન અને પુનરાવર્તનનું પ્રતિક છે. શ્રી કૃષ્ણનું નામ આવતાં જ ઘણા લોકો તેમની કલ્પના એક નિર્દોષ બાળક તરીકે કરે છે તો કેટલાક તેમના રોમાન્ટિક અંદાજની કલ્પના કરે છે. ઘણા લોકો અર્જુન માટે એક જવાબદાર માર્ગદર્શકની રીતે તેમને જુએ છે. ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય પરંતુ આ બધી જ પરિસ્થિતિમાં સકારાત્મકતા કેવી ...

જીવનમાં કૃતજ્ઞતા વ્યક્ત કરતાં શીખવું જરૂરી

 જીવનમાં કૃતજ્ઞતા વ્યક્ત કરતાં શીખવું જરૂરી જીવનમાં જે પણ સારા કર્મોને કારણે ભગવાન અને કુદરત દ્વારા મળતા આશીર્વાદની કદર કરવાનું અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવું જરૂરી છે. સ્વેચ્છાએ અન્યને ખુશી આપતા કાર્યો કરવા જોઈએ. માનવતા જીવંત રહેશે તો ભગવાન આપણને સારા આશીર્વાદ આપશે. બાળકોને પણ ચોક્કસ સાંસ્કૃતિક મૂલ્યો, આદર અને દયાનો ભાવ કેળવવો જોઈએ જે તેમને ભવિષ્યમાં એક સારો મનુષ્ય બનાવશે અને સમાજને ઘડવામાં મદદરૂપ બનશે. મારા માતા-પિતા અને બહેર સાથે તાજેતરમાં ગોકુળ, મથુરા અને વૃંદાવનની તીર્થયાત્રા પર ગયા હતાં. પ્રવાસ પહેલા મારા પિતાએ મને પૂછ્યું કે શું તું તારા બિઝી શેડ્યુલમાં આટલો ટાઈમ મળી શકશે? તો મેં જવાબમાં જણાવ્યું કે, શું મને તે સમયની યાદ અપાવવી જોઈએ કે વેકેશનની રજાઓમાં જ્યારે અમે ફરવા જવાનું કહેતા હતાં ત્યારે નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં પણ ક્યારેય અમને ટ્રીપ માટે ના પાડી છે? બાળકોની ખુશી માટે માતા-પિતા ઘણા પ્રકારના ત્યાગ કરતાં હોય છે. બાળકોના ઉછેર માટે અને સારું જીવ આપવા માટે દરેક માતા-પિતા પોતપોતાની રીતે મહત્ત્મ પ્રયાસો કરતાં હોય છે. તેથી એક સંતાન તરીકે આપણું પણ કર્તવ્ય હોય છે કે તેમની ...

જીવનમાં સારા બનો અને સારું કરો!

 જીવનમાં સારા બનો અને સારું કરો! જ્યારથી સોશિયલ મીડિયા પ્લેફોર્મ્સની બોલબાલા વધી છે ત્યારથી ઘણા લોકો દરરોજ ગૂડ મોર્નિંગની સાથે પ્રેરણાદાયી સંદેશાઓ મોકલતા હોય છે. ઘણા લોકો કંટાળી જાય છે અને ઘણા મેસેજ એવા હોય છે જે તમને વિચારવા મજબૂર કરે છે, "હું કેટલો સારો છું?" મને એક દિવસ એક મેસેજ મળ્યો જેને હું જીવનભર ભૂલી શકીશ નહીં. એ મેસેજમાં એવું હતું કે 1960માં ઈંગ્લેન્ડના ડેવિડ લેટિમરે એંસી લિટરની સીલબંધ કાચની બોટલમાં છોડ રોપ્યો. અને તેને છેલ્લે 1972માં પાણી આપવામાં આવ્યું હતું.  કાચની બોટલે ઇકોસિસ્ટમ વિકસાવી છે. જેમ પાણી બોટલમાં બાષ્પીભવન થાય છે અને ટોચ પર ઘટ્ટ થાય છે અને પાણીના ટીપાં તરીકે આવે છે. ચક્ર ચાલુ રહે છે અને આમ છોડ હજુ પણ જીવંત છે. આ સંદેશ દર્શાવે છે કે જીવન તેનો માર્ગ શોધી લે છે. આજકાલ યુટ્યૂબ, એમેઝોન અને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટની ભરમાર છે. કેટલાક કન્ટેન્ટ ખરેખર સારા હોય છે ત્યારે કેટલાક ફક્ત મનોરંજન અથવા કારણ વગરની અશ્લીલતાને દર્શાવે છે. આ તમામ પ્રકારના કન્ટેન્ટમાંથી આપણા જીવનમાં વેલ્યૂ એડ કરી શકે એવા કોન્ટેન્ટને જોવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. આ .ઉપરાંત વા...

સમગ્ર દુનિયામાં ચાલી રહ્યો છે ટ્રેન્ડને અનુસરવાનો ટ્રેન્ડ!!!

 સમગ્ર દુનિયામાં ચાલી રહ્યો છે ટ્રેન્ડને અનુસરવાનો ટ્રેન્ડ!!!   સોશિયલ મીડિયાની હાલની દુનિયામાં "ટ્રેન્ડ" શબ્દ પ્રચલિત છે. આજનો મોટો ટ્રેન્ડ એપલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો અથવા દરેક વસ્તુ માટે ગૂગલને ફોલો કરવાનો અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે યુટ્યુબની પાછળ દીવાના થવાનો છે. સમગ્ર વિશ્વમાં લોકો કોઈને કોઈ ટ્રેન્ડ અનુસરે છે.   તાજેતરમાં હું કપડાં સીવડાવવા ગઈ હતી. દરજીએ વાતવાતમાં મારી બ્રાન્ડની પસંદગી વિશે સવાલ કર્યા. મારે એમને કહેવું પડ્યું કે હું સાધારણ વ્યક્તિ છું અને કોઈ ટ્રેન્ડને અનુસરતી નથી.   આજકાલ ટ્રેન્ડને કારણે આપણી માનસિકતા સાવ બદલાઈ ગઈ છે. આપણે જરૂરિયાત અને સગવડનો વિચાર કરવાને બદલે ટ્રેન્ડની દુનિયામાં વહેતા હોઈએ છીએ. ટીવી પર અને બીજા મીડિયામાં એવી ઘણી બધી જાહેરાતો આવે છે જે બ્રાન્ડને અનુસરવા માટે તમારા મન પર અસર કરે છે. આપણે ઉપરછલ્લી અને દેખાડાની દુનિયામાં જીવીએ છીએ. સમજણશક્તિ કેળવવા માટે આપણે પોતાની વિચારપ્રક્રિયામાં ઊંડા ઉતરતા નથી.   સેલિબ્રિટીઓ, રાજકારણીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને મોટી-મોટી કંપનીઓને ફોલો કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો...