Posts

Showing posts from May, 2023

ઠાલાં વચનો કરતાં પ્રયત્નો સારા

ઠાલાં વચનો કરતાં પ્રયત્નો સારા        કોરોનાને યાદ કરવાથી એક પ્રશ્ન થાય છેઃ મનુષ્યે ક્યાં ભૂલ કરી કે જીવલેણ રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયો અને લાખો લોકોને ભરખી ગયો ?   આપણે બધાએ આનો વિચાર કરવો જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ.    આપણે ભાગ્યશાળી છીએ કે આપણે મનુષ્ય તરીકે જન્મ પામ્યા છીએ. ઈશ્વરે ઉદાર થઈને આપણને તેજસ્વી વિચારો કરવા માટે મગજ આપ્યું છે.    આપણે ખાસ કરીને મુશ્કેલ સમયમાં ,   મંદિરમાં જઈએ છીએ   ત્યારે ભગવાનને અને આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.   શું આપણે ખરેખર એ વચનોને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરીએ છીએ ?   હું માનું છું કે ઠાલાં વચનો આપવાને બદલે આપણે સંબંધો સુધારવા, કરુણામય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે.    અર્જુને એકવાર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો , " તમે કહો છો તેમ ,  આપણે આપણા ધર્મનું પાલન કરવા માટે સારાં કાર્યો કરવાં જોઈએ. પરંતુ વ્યક્તિ કેવી રીતે નક્કી કરશે કે એણે જે કર્યાં તે સારાં કાર્યો જ છે ?"   ભગવાન કૃષ્ણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું કે  " સારા કર્મનું સર્જન...

ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણને પ્રેમનો અનુભવ કરાવે છે

  ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણને પ્રેમનો અનુભવ કરાવે છે      પ્રેમનું ઊંડાણ આપણી સમજથી પર હોય છે. કૃષ્ણે કહ્યું છે કે પ્રેમની શરૂઆત કરુણાથી થાય છે. તમારા પ્રિયજનને ભગવાનની કૃપાથી દુનિયાનાં તમામ સુખ પ્રાપ્ત થાય એવી ભાવના એટલે પ્રેમ. મનુષ્ય પ્રેમથી વિકસિત થાય છે, જ્યારે ઈચ્છાઓ એના વિકાસની મર્યાદાઓ બાંધી દે છે. આજકાલ સ્વાર્થને લીધે લોકો પ્રેમનો ખરો અર્થ વિસરી ગયા છે. આ કળિયુગમાં આપણે ખરા પ્રેમને વિકસાવીને એનો અનુભવ કરવાની જરૂર છે. એ પ્રેમ કરુણા, નૈતિક ટેકો, હૂંફ, વગેરે અનેક સ્વરૂપે હોઈ શકે છે.    પ્રેમને જાતીયતા સાથે જોડવો એ એક મોટી ભૂલ છે. પરસ્પર જાતીયતા નહીં, પરંતુ એકબીજાનું માન રાખવું અને સમજણ વિકસાવવી એ પ્રેમ છે. રાધા-કૃષ્ણનું એક જ વિશ્વ છે અને તેઓ ખરા પ્રેમનાં પ્રતીક છે. રાધાએ સાચા પ્રેમ વિશે કહ્યું છે કે પ્રેમ બે વ્યક્તિઓના આત્મા વચ્ચેનો એવો નાતો છે, જે તોડી શકાતો નથી. પ્રેમ શાશ્વત હોય છે.    મીરાંબાઈ પણ કૃષ્ણભક્ત હતાં. એમને કોઈકે પ્રેમ વિશે પૂછ્યું તો એમણે કહ્યું ,   " હું કૃષ્ણને કારણે છું. "  આમ, મીરાંએ પોતાનું સમગ્ર અસ્તિત્વ વિસારે...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

  મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે       મૈત્રી કોઈ તક નથી, પરંતુ જવાબદારી-કર્તવ્ય-ફરજ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે મિત્ર તો સહેલાઈથી બની શકાય છે પરંતુ ખરા મિત્ર બનવાનું કામ મોટું છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા દ્વારા મિત્રોના સંપર્કમાં રહેવાનું વધારે સહેલું બન્યું છે, પરંતુ શું તમે ક્યારેય તમને પ્રેરણા આપી શકે અને અણીના વખતે મદદરૂપ થાય એવા સાચા મિત્રની શોધ કરી છે ?  બીજા શબ્દોમાં કહીએ તો સોશિયલ મીડિયા દ્વારા મૈત્રી બનાવી શકાય છે, પરંતુ સાચો મિત્ર મેળવી શકાતો નથી.    ભગવાન કૃષ્ણ સુદામા, અર્જુન, રાધા, બલરામ, ગોપ-ગોપીઓ, ગાયો, મોર અને વાંસળી એ બધાના સાચા મિત્ર હતા. તેઓ ખરી મિત્રતાનું પ્રતીક છે. મૈત્રીનો ઉત્સવ કેવી રીતે ઉજવવો એ ભગવાન કૃષ્ણે શીખવ્યું છે.    ભગવાન કૃષ્ણ જ્યારે મિત્રો સાથે મળીને માખણ ચોરી કરીને ખાતા, નટખટ ગોવાળો સાથે જે રીતે રમતા, જે રીતે રાધાની નિકટ થયા અને દૂર ગયા પછી પણ પોતાની જવાબદારીઓનું પાલન કર્યું એ બધું કૃષ્ણલીલામાં વાંચવાનું મને બહુ ગમે છે. ભગવાન કૃષ્ણને સાચા મિત્ર તરીકે મૂલવવાનું મને ઘણું ગમે છે.    આપણે પણ...

બ્રહ્માંડની ઊર્જાનો અનુભવ કરો

  બ્રહ્માંડની ઊર્જાનો અનુભવ કરો      જ્યારે સવારે સૂર્ય ઉગે છે ,  ત્યારે તે આપણા દિવસમાં સકારાત્મક ઊર્જા લાવે છે. આ ગ્રહ પર આપણે શ્વાસ લઈને જીવી શકીએ એ માટે   છોડ અને વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજનના રૂપમાં સકારાત્મક ઊર્જા આપે છે.    છોડ અને વૃક્ષો પણ શાકભાજી અને ફળોના રૂપમાં સકારાત્મક ઊર્જા છોડે છે ,  જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે.    ભગવાન આપણને સકારાત્મક સ્પંદનો આપીને એ કહે છે કે તેઓ આપણી સાથે છે.    ભગવાન ,  પ્રકૃતિ અને તારાઓની આકાશગંગા આપણી આસપાસ છે ,  અને તે બધા સતત ઊર્જા ઉત્પન્ન કરે છે.    વિજ્ઞાન પણ આપણા વિકાસ માટે ઘણી ઊર્જા ઉત્પન્ન કરે છે ,  પરંતુ આપણે મનુષ્યો આ બધા સાથે શું કરી રહ્યા છીએ ?   આપણે વૃક્ષો કાપીને ,  રસ્તા પર કચરો ફેંકીને પર્યાવરણમાં વધુ નકારાત્મક ઊર્જા પેદા કરીએ છીએ ,  જે આપણી આસપાસના પર્યાવરણને અસર કરે છે.   આપણે પોતે નકારાત્મક ઊર્જા આપીએ છીએ અને એનો દોષ ભગવાનને આપીએ છીએ.    આપણી આસપાસ રહેલી બધી સારી ઊર્જાનું મૂલ્ય આપણને ક્ય...

વૈભવી જીવન કોને કહેવાય?

વૈભવી જીવન કોને કહેવાય ?       ભરપૂર સુખસુવિધાઓ હોય એવું ભૌતિક જીવન વૈભવી જીવન કહેવાય છે. શ્રીમંતો પોતાની સમૃદ્ધિ દર્શાવવા માટે ઠાઠમાઠભર્યું જીવન જીવતા હોય છે. જો કે, એ સ્થિતિમાં એમનું માનસિક આરોગ્ય સારું છે કે નહીં તથા તેઓ અન્ય લોકો સાથે યોગ્ય વ્યવહાર કરે છે કે નહીં એ કહેવું મુશ્કેલ હોય છે. તેઓ પોતાની તુલના બીજાઓ સાથે કરવા તૈયાર હોતા નથી.    ખરેખર તો વૈભવી જીવન વિશે આપણા વડવાઓ કહી ગયા છે કે મનુષ્ય જીવનનાં મૂલ્યોનું પાલન કરીને જીવવામાં આવતું જીવન એટલે વૈભવી જીવન. આજકાલ લોકો જેને વૈભવ માને છે એ ફક્ત ભૌતિક સુખ-સુવિધાઓ હોય છે. જીવન ત્યારે જ વૈભવી ગણાય, જ્યારે એમાં નમ્રતા હોય. આવું જીવન જીવનારી વ્યક્તિઓમાં શાણપણ, જ્ઞાન, શાલીનતા, શુદ્ધતા એ બધા ગુણો હોય છે.    થોડા વખત પહેલાંની વાત છે. એક ઇન્ટરનૅશનલ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ મારી ક્લિનિકમાં આવ્યા હતા. એમને એ જોવું હતું કે શ્રવણમંદતા ધરાવતાં બાળકો કેવી રીતે પોતાના અવરોધો દૂરકરતા હોય છે. આ બધા વિદ્યાર્થીઓ સાધન-સંપન્ન પરિવારના અને 11-12મા ધોરણમાં ભણનારા હતા. એમાંથી કેટલાંક બાળકો શરીરે ત્યાં હાજર હતાં, પરં...