જીવનમાં આગળ વધવાની કળા કેળવવી જરૂરી

 જીવનમાં આગળ વધવાની કળા કેળવવી જરૂરી


કહેવાતું રહ્યુ છે કે જીવનમાં આગળ વધવું હોય તો ભુતકાળમાં થયેલી ભુલોનુ પુનરાવર્તન ટાળીને આગળ વધતા રહો, પરંતુ સંશોધકોનાં એક જૂથનું કહવું છે કે હકીકતે આ શિખામણથી વિરુધ્ધનું પગલુ યોગ્ય કહી શકાય. સંશોધકોનું કહેવું છે કે એકવાર નિષ્ફળ થતા તે માટે થયેલી ભુલનું દુ:ખ અનુભવીને તેને સુધારીને ભવિષ્યમાં વધુ સારુ કરવાની વૃતિ જ જીવનમાં આગળ લઇ જાય છે. સંશોધકોના ધ્યાને આવ્યું છે કે મોટાભાગના કોઇક વાતે નિષ્ફળ રહેતા, તેમાં કારણરુપે બહાના શોધતા હોય છે.

પોતાના અભિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે. નિષ્ફળતામાં પોતાની કોઇ ભૂલ ના હોવાનું કહેતાં હોય છે. આવાં વલણને કારણે થયેલી ભુલને સુધારવાની વૃતિ જન્મતી જ નથી અને બીજી વાર એવી જ સ્થિતિ જન્મે તો તેનો સામનો કરી શકતા નથી, પરંતુ જે લોકો નિષ્ફળ થતા દુ:ખ અનુભવીને તે ભૂલને સુધારવા પ્રયાસ કરતા હોય છે તેઓ જીવનમાં તે ભુલનું પરિવર્તન કરતા નથી અને આગળ વધતા હોય છે. બીજી વાર એવી જ ભૂલ કરવાથી તેઓ બચતા હોય છે.

ભગવાન કૃષ્ણએ તેમના જીવનમાં તેમના વર્તન દ્વારા ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે કે આપણે માનવીએ વિકાસ કરવાની જરૂર છે, અને આપણે એવી રીતે વિકાસ કરવાની જરૂર છે કે આપણા કર્મ અને ધર્મ બંનેની કાળજી લેવામાં આવે. જો તમે પડકારોનો સામનો કરો તો જ તમે વિકાસ કરી શકશો. હસતાં ચહેરા અને સકારાત્મકતા સાથે.

જો સંબંધોને આગળ વધારવા હોય, જો સંબંધો બળકટ બનાવવા હોય, જો સંબંધોને મજબૂતી આપતા રહેવી હોય તો ભૂલકણા બનીને આગળ વધતા રહો. સારી યાદશક્તિ દરેક તબક્કે અને દરેક સમયે લાભદાયી નથી હોતી. સારા સંબંધો માટે જો અનિવાર્ય કંઈ હોય તો એ ભૂલકણાવૃત્તિ અને ભૂલવાની માનસિકતા કેળવશો તો જ સંબંધોમાં મક્કમ રહીને આગળ વધી શકશો.

અઢળક સંબંધો એવા છે જે એક સ્થાને પહોંચ્યા પછી નથી આગળ વધતા. કારણ શું, એ જ, મનમાં ભરી રાખવાની માનસિકતા અને મનમાં જ્યારે પણ ન ગમતી વાતો ભરી રાખવામાં આવે છે ત્યારે એ વાતો બહુ ખરાબ રીતે, ગેરવ્યાજબી રીતે નુકસાનકર્તા બને છે. જો આગળ વધવું હોય તો ભૂલવું પડે અને ભૂલવાની આ માનસિકતા એ તમામ જગ્યાએ રાખવી પડે જ્યાં તમારે સંબંધોને આગળ વધારતા રહેવું હોય. ચાહે તમારા સ્વાર્થની વાત હોય તો એ જગ્યાએ પણ ભૂલવાની માનસિકતાને તમારે અગ્રકમે રાખવી પડે અને જો તમારે કામ અકબંધ રાખવું હોય તો પણ એ જ માનસિકતાને તમારે આગળ ધપાવવી પડે. માનવું પડશે, કબૂલ કરવું પડશે અને સૌકોઈએ સ્વીકારવું જ પડશે કે ભૂલનારો સૌથી વધારે લાભમાં રહેતો હોય છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...