સુખી જીવનની ગુરુચાવીઃ નિઃસ્વાર્થ બનો

 

|| સુખી જીવનની ગુરુચાવીઃ નિઃસ્વાર્થ બનો ||

 

મેં લાંબા સમય સુધી સકારાત્મકતા જાળવીને મનુષ્યના જીવન અને અસ્તિત્વ વિશે ઘણું વિચાર્યું છે. એ વિચારના પરિપાક તરીકે હું કહી શકું છું કે ભગવાને મનુષ્યો સાથેની આ દુનિયાનું સર્જન એક નક્કર હેતુસર કર્યું છે.

આપણા અસ્તિત્વનો વિચાર કરીએ તો કહી શકાય કે પહેલા જ દિવસથી આપણે બધા અસ્તિત્વમાં છીએ. ઈશ્વર રામાયણ અને મહાભારતના સમયખંડમાં પૃથ્વી પર અસ્તિત્વમાન હતા. જેમના હૃદયમાં અનુકંપા હતી એ દરેક મનુષ્યના હૃદયમાં ભગવાન વિરાજમાન હતા. દા.ત. ધર્મ માટે લડવામાં અર્જુનને ઈશ્વરે સાથ આપ્યો હતો. પ્રભુ હંમેશાં સચ્ચાઈને અને સૌનું કલ્યાણ થાય એવા હેતુઓને સાથ આપે છે.

પ્રભુએ ધર્મ દ્વારા આપણને દયાવાન, કરુણાવાન અને અન્યોને મદદરૂપ થવાનું શીખવ્યું છે.  આથી જ કહેવાયું છે કે જો આપણે સારાં કર્મો કરીશું તો આપણા મન, શરીર અને આત્માને સંતોષ અનુભવાશે અને રાત્રે સારી નીંદર આવશે.

મુશ્કેલીમાં સપડાયેલી કોઈ પણ વ્યક્તિને નિઃસ્વાર્થપણે મદદરૂપ થવાની ભાવના આપણા હૃદયમાં કાયમ રહેવી જોઈએ. મનુષ્યો હોય કે પ્રાણીઓ હોય, બધા માટે આપણા હૃદયમાં નિઃસ્વાર્થભાવ હોવો જોઈએ.

એક મનુષ્ય તરીકે મને લાગે છે કે જો મારે સારા આગેવાન બનવું હોય કે મને સંતોષ થાય એ રીતે નેતૃત્વ કરવું હોય તો મારે લોકોને યોગ્ય રાહ ચીંધવી જોઈએ અને તેમની તકલીફો-પીડાઓ દૂર થાય એ માટે સહાયરૂપ બનવું જોઈએ.

તમારાં કાર્યોથી લોકોના ચહેરા પર સ્મિત આવતું હોય એને જ ખરું સુખ કહેવાય.

સકારાત્મકતા સાથેની સુખની આ ભાવનાને જોઈ શકાતી નથી, પરંતુ તેના દ્વારા જ આપણું વિશ્વ દરેક જીવ માટે સુંદર અને સારું સ્થળ બની શકે છે.

---------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...