વિશ્વને વધુ સારું બનાવવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની તક ક્યારેય ગુમાવવી જોઈએ નહીં

 વિશ્વને વધુ સારું બનાવવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની તક ક્યારેય 

ગુમાવવી જોઈએ નહીં


ફોટોગ્રાફીના સાચા પ્રેમીઓ ઘણાં સુંદર સ્થળો, જેમ કે હિમાલય, કૈલાશ પર્વત અને અન્ય ઘણાં પર્વતારોહણ

સ્થળોએ સૂર્યોદયની તસવીરો ક્લિક કરવા જાય છે. રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય તેઓ સમયસર પહોંચવાનો

પ્રયાસ કરે છે. સૂર્ય ચોક્કસ સમયે ઉગે છે, તમે તે તક ગુમાવી શકો નહીં . જે લોકો પ્રાણીઓ, પક્ષીઓ અને

પ્રકૃતિને પ્રેમ કરે છે તેઓ પણ વાઘ, સિંહ અને દરિયાઈ વ્હેલ અને બીજા ઘણા જીવોને જોવાની એક તક

મેળવવામાં ઘણો સમય વિતાવે છે. જ્યારે તમે તે જોવાલાયક સ્થળોની મુલાકાત લો છો ત્યારે એક સમય એવો

પણ આવે છે જ્યારે પ્રાણીઓ પાણી માટે અથવા શિકાર કરવા માટે તળાવની મુલાકાત લે છે અથવા ત્યાં હોય છે

અને તેમના બચ્ચાં સાથે સમય વિતાવે છે.

પ્રકૃતિ પ્રેમીઓ અગાઉથી ઘણું આયોજન કરે છે, તેઓ પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એવી જગ્યાઓ બુક

કરવાનો પ્રયાસ કરે છે અને તેમના ફોટા ક્લિક કરવાની એક પણ તક ગુમાવતા નથી. તે ફોટા સોશિયલ મીડિયા પર

તરત જ અપલોડ થાય છે અને તે બધે ફેલાઈ જાય છે. તે પ્રાણીઓને એ પણ ખબર નથી હોતી કે આપણે તેમના

ફોટા શા માટે ક્લિક કરી રહ્યા છીએ. તેઓ ક્યારેય આપણા સોશિયલ મીડિયાની મુલાકાત લેશે નહીં અને આપણે

એમના ફોટા સાથે શું કરી રહ્યા છીએ તે જોવા જતાં નથી.

જે લોકો ખરેખર સારું કરી રહ્યા છે તેમના વિશે તમે સ્વેચ્છાએ શેર કરતા અને પોસ્ટ કરતા લોકોને ક્યારેય જોશો

નહીં. આપણે ફક્ત અન્ય લોકો માટે સહાનુભૂતિ પેદા કરવાની તક લઈએ છીએ. અથવા આપણે હંમેશાં એવા

લોકો વિશે શેર કરવા માટે તૈયાર રહીએ છીએ જેઓ ખોટું કરી રહ્યા છે, પરંતુ લોકપ્રિય છે.

આપણી વિચારવાની પ્રક્રિયા એટલી સંકુચિત બની ગઈ છે કે વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ હોવા છતાં આપણે તેનો ઉપયોગ

કેવી રીતે કરી રહ્યા છીએ તે વિચારો ? જો લોકો કોઈ એક સેલિબ્રિટી કે સરકારમાંના પ્રધાન કે કોઈ જાહેર વ્યક્તિને

સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું શરૂ કરે તો આપણે તેનું વિશ્લેષણ પણ કરતા નથી. ભલે તે સારું હોય કે

ખરાબ આપણે તેમની સાથે જોડાઈ જઈએ છીએ.

હું જુદા જુદા સોશિયલ મીડિયા પોર્ટલ પર ઘણા ઇન્ફ્લુઅન્સર્સને જોઉં છું કે એમના ઘણા બધા ફોલોઅર્સ હોય

છે. જો કોઈએ ફક્ત સોશિયલ મીડિયા પર શેરિંગ કરવાને બદલે ખરી રીતે કોઈ સારું કામ કર્યું હોય તો આપણને

એમની ઈર્ષ્યા થાય છે.

ક્યારેક મને લાગે છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? શું ખરેખર આ અપ્રસ્તુત વસ્તુઓ શેર કરીને આપણે

પ્રગતિ કરી શકીશું? હું અંગત રીતે માનું છું કે, જ્યારે આપણે મુશ્કેલીઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનું શરૂ

કરીએ છીએ ત્યારે જ આપણને તક મળે છે.

ભગવાન કૃષ્ણ કહે છે કે જેઓ તમને સમજે છે, જેઓ તમારામાં વિશ્વાસ રાખે છે અને જે તમને સાચો માર્ગ

બતાવે છે તેમની સાથે કામ કરો. સારા કર્મની જરૂર છે અને તેના માટે વ્યક્તિએ સખત મહેનત કરવાની જરૂર છે.


કંઈપણ આસાનીથી મળતું નથી. હું કૃષ્ણમાં માનું છું, અને આ રીતે માનું છું કે તમે ગમે તેટલા શિક્ષિત હો, અથવા

તમે ગમે તેટલા શક્તિશાળી હો, તમારે સખત મહેનત કરવાની જરૂર છે.

ભગવાને એક સૃષ્ટિ બનાવી છે જેમાં પ્રકૃતિ છે, તારાઓની આકાશગંગાઓ, ચંદ્ર અને સૂર્ય છે પરંતુ દરેકની

પોતાની ભૂમિકા હોય છે. તમને જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ આ સિતારાઓ તમને અસર ઘટાડવામાં મદદ

કરે છે અને મુશ્કેલીઓમાંથી સરળતાથી પસાર થવામાં મદદ કરે છે. પહેલાંના સમયમાં પણ જ્યારે ભગવાન કૃષ્ણ

અને ભગવાન રામ ધર્મ જીતવા જતા ત્યારે તેમની માતા આરતી કરતાં અને તેમના કપાળ પર તિલક લગાવતાં

અને તેમના બાળકને આશીર્વાદ આપવાની તકની તે ક્ષણ ક્યારેય ચૂકતાં નહીં. આ જ રીતે પતિને પણ

શુભકામનાઓ આપવામાં આવતી.

હકીકતમાં એકતાની તે જાદુઈ ક્ષણો અથવા એકબીજા માટેના પ્રેમ ચમત્કાર સર્જી શકે છે. ભગવાન કૃષ્ણ હંમેશાં

કોઈના સારા કામની પ્રશંસા કરતા અને જો કોઈએ ખોટું કર્યું હોય તો તેઓ તેમને માર્ગદર્શન આપવા અથવા તેમને

વધુ સારા બનવા માટેની તક આપતા હોય છે. એ તક તેઓ ક્યારેય ગુમાવતા નથી.

હું તાજેતરમાં જ ફ્લાઇટ દ્વારા ભાવનગર જઈ રહી હતી. અમારી નજીક એક વ્યક્તિ હતી જેણે માત્ર જેકેટ

પહેર્યું હતું અને તેમના શરીર પર ટુવાલ બાંધ્યો હતો. તેમના પગમાં ચપ્પલ ન હતા. એ વખતે 44 ડિગ્રી ગરમી

હતી. તેઓ આત્મવિશ્વાસપૂર્વક ખૂલ્લા પગે ચાલતા હતા. તેઓ ગ્રહ-નક્ષત્રમાં માનતા હોવા જોઈએ, કારણ કે

એમની આંગળીઓમાં અનેક વીંટીઓ પહેરેલી હતી અને ગળામાં રુદ્રાક્ષની માળા હતા.

તેઓ ખૂબ વિશ્વાસપૂર્વક વાત કરતા હતા. હું તેમના વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતી. અનન્ય ગુણો

ધરાવતા લોકો વિશે જાણવાની તક હું ક્યારેય ચૂકતી નથી. તેમની સાથે ચાલી રહેલા એક માણસે જણાવ્યું કે તેઓ

103 વર્ષના છે અને ધૂની માણસ છે.

હું આ જાણીને ખૂબ જ ચોંકી ગઈ. મને લાગ્યું કે તે એ માણસ એટલો મજબૂત હોવો જોઈએ કે ગરમીમાં આ

ઉંમરે આટલા આત્મવિશ્વાસથી ચાલી શકે છે. નાની-નાની વાતોમાં રડનારા માણસોએ આવા લોકોની પાસેથી

પ્રેરણા લેવી જોઈએ. હું હંમેશાં આવા લોકોને મળવાની તક ઝડપી લઊં છું.

આ જ રીતે 2004માં હું ડેન્માર્કની મુસાફરીએ ગઈ હતી. ઈમિગ્રેશનની લાઇનમાં એક વ્યક્તિ

મળી. તેમની સાથે સંપર્ક થયા બાદ મેં એરપોર્ટ પરથી ચીજવસ્તુઓ ખરીદવા બાબતે

એમની સાથે વાત કરી. તેમણે મારા કાર્ય વિશે માહિતી મેળવી. એ દિવસ ને આજની ઘડી,

તેઓ હજી પણ મારા સંપર્કમાં છે અને તેમણે સેંકડો બાળકોને અત્યાધુનિક શ્રવણયંત્રો

અપાવવામાં આર્થિક સહાય કરી છે.

મેં આ બે પ્રસંગો જણાવ્યા છે, કારણ કે આવી જ તકો ઝડપીને મારા દ્વારા ઘણાં સારાં કાર્યો શક્ય બન્યાં છે.

આજકાલ આ ઝડપી વિશ્વમાં, આપણે આવી તકોને ધ્યાનમાં લેવાનું ભૂલી ગયા છીએ. ખાસ કરીને યુવાનો કે

જેઓ ઝડપી પરિણામમાં વિશ્વાસ રાખે છે.

આપણે, મનુષ્યો, પ્રકૃતિએ તે ક્ષણોને કેપ્ચર કરતા જોઈએ છીએ, પ્રાણીઓ અને પક્ષીઓને જોઈએ છીએ, અને

તેમને અવલોકન કરવાની યોગ્ય તક ગુમાવવા માંગતા નથી. પણ જ્યારે મનુષ્યને જાણવાની કે માનવીની કદર

કરવાની વાત આવે ત્યારે આપણે એવું નથી કરતા, શા માટે? આ વિશ્વને વધુ સારું બનાવવા માટે આપણે

ભગવાનને પ્રાર્થના કરવાની તક ક્યારેય ગુમાવવી જોઈએ નહીં જેણે આપણને બનાવ્યા છે, આપણે ક્યારેય

આપણા માતા-પિતાનો આદર કરવાની અથવા તેમની સંભાળ રાખવાની તક ગુમાવવી જોઈએ નહીં, આપણે

રમવાની અથવા આપણાં બાળકોને પ્રોત્સાહિત કરવાની તક ક્યારેય ગુમાવવી જોઈએ નહીં. પ્રિયજનો પ્રત્યે


કૃતજ્ઞતા વ્યક્ત કરવાની, આપણી સાથે અથવા આપણા માટે કામ કરતા લોકોની કદર કરવાની તક ક્યારેય ચૂકશો

નહીં. જીવનનો જંગ જીતવા માટે તમારે જે જોઈએ છે તે તમારી પાસે છે. આ સમજી લેવાની વર્તમાન ક્ષણને

ઝડપી લો અને જીવનને વધુ સુંદર બનાવો.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...