જીવનમાં પ્રેસરને કેવી રીતે પ્લેઝરમાં પરિવર્તિત કરવું?

જીવનમાં પ્રેસરને કેવી રીતે પ્લેઝરમાં પરિવર્તિત કરવું?  

 

આજેદરેક માણસને "મારી પર કામનું ખૂબ જ પ્રેસર છે" એવું કહેતાં સાંભળીએ છીએભાગ્યે જ તમે કોઈને કહેતા સાંભળશો, "હા, હું ખૂબ જ મજામાં છું અને મારું કામ આનંદપૂર્વક કરી રહ્યો છું."

ગૃહિણી હોય, સામાન્ય નોકરિયાત હોય, બિઝનેસમેન કે પ્રોફેશનલ હોય, દરેક વ્યક્તિ કામના દબાણ એટલે કે કામના પ્રેસરની વાત કરે છે.

હાલમાં બે કિશોરોને મળવાનું થયું. એમાંથી એકને અભિનેતા બનવું છે અને બીજો કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. એ બન્ને બુદ્ધિશાળી અને દેખાવે સારા છે, પરંતુ બન્નેનું વજન ઓછું છે.

એમની સાથેની વાતમાં જાણવા મળ્યું કે તેઓ પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે. બન્ને જણે પોતાના પરિવારમાં અસામાન્ય કહેવાય એવા ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.

એમના પિતાએ એમને કહ્યું હતું કે તેઓ જો પોતાના પ્રયત્નોમાં સફળ થાય નહીં તો બન્નેએ દુકાને બેસી જવું. અસામાન્ય ક્ષેત્રને લીધે બન્ને પર એક પ્રકારનો બોજ છે. એમણે મને એમ પણ કહ્યું કે આજકાલ એમના મિત્રો પણ એવું વિચારે છે કે અત્યારે મહેનત કરી લેવી, જેથી જિંદગીમાં પછીથી આરામથી રહી શકાય.

કાયદાનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ કહ્યું કે એણે ઇન્ટર્ન તરીકે ઘણું કામ કરવું પડે છે. રાતે મોડેથી ઘરે આવ્યા બાદ ભણવા માટે સવારે વહેલા ઊઠી જવું પડે છે. એને ભાગ્યે જ ત્રણ કલાકથી વધારે ઊંઘ મળે છે.

મને વિચાર આવ્યો કે આટલું પ્રેસર જીવનના આ તબક્કે ખરેખર જરૂરી છે ખરુંઆપણાં બાળકો કઈ દિશામાં જઈ રહ્યાં છે?  

આજકાલ વિદ્યાર્થીકાળમાં શરૂ થતી સ્પર્ધા આજીવન ચાલુ રહે છે, કારણ કે કારકિર્દીમાં પણ આગળ વધવા માટે હોડ લાગેલી હોય છે. આપણે રોબોટ્સ વિશે સંશોધન કરી રહ્યા છીએ, પરંતુ માનવી પોતે રોબોટ જેવો બની ગયો છે.  

ભગવાન કૃષ્ણે કહ્યું છે કે અંતરાત્માની સાથે સંધાન સાધવા માટે યોગ સૌથી સારો રસ્તો છે. રાવણ અને કંસે પણ પોતાની પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખી હતી અને એ જ કારણસર એમનું જલદી પતન થઈ ગયું.  

આપણને ખબર પણ ન પડે એ રીતે સ્પર્ધાત્મકતા આપણા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે, પરંતુ એને લીધે પ્રેસર (દબાણ) અનુભવાય છે. જ્યારે માણસ દબાણ હેઠળ હોય છે ત્યારે સર્જનાત્મકતા અને જીવનનો આનંદ ઘટી જાય છે. આજની તારીખે યુવા પેઢીએ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે જવું જરૂરી હોય એવું મને લાગે છે, કારણ કે એ જ માર્ગે દરેકને મનની શાંતિ મળી શકે છે અને પ્રેસર હળવું થઈ શકે છે.  

એક સમયે આપણા પરિવારો સંયુક્ત હતા. તેમાં જવાબદારીઓ વહેંચાઈ જતી અને બોજ લાગતો ન હતો. બધા જ કુટુંબીજનો સાથે બેસીને વાતો કરતા અને નિર્ણયો પણ સામૂહિક રીતે લેવાતા. હવે આપણે આજના સમયમાં અનુભવાતા પ્રેસરને હળવું કરવા વિશે વિચાર કરવાની જરૂર છે. મારું માનવું છે કે જીવનની દરેક ક્ષણ ખુશીથી ભરેલી હોવી જોઈએ. જીવનમાં સકારાત્મકતા અપનાવવાથી ખુશી પ્રાપ્ત થતી હોવાનો મારો અનુભવ છે.  

ઈશ્વરે આપણું સર્જન કર્યું છે અને એને જ ખબર છે કે આપણા માટે સારું શું છે અને ખરાબ શું છે. દરેક મનુષ્યનું અસ્તિત્વ કોઈક કારણસર હોય છે. દરેક વ્યક્તિમાં ભરપૂર સંભાવનાઓ રહેલી છે, જેનો સંપૂર્ણપણે ઉપયોગ કરી લેવો જોઈએ.  

દિવસની શરૂઆત જ સકારાત્મકતાથી થવી જોઈએ. નકારાત્મક ઊર્જાથી શક્ય તેટલું દૂર રહેવાની જરૂર છે. આખો દિવસ ભગવાન પાસેથી આજ્ઞાઓ લેતા હોઈએ એ રીતે કામ કરવું, જેથી કોઈ પણ બાબતે પ્રેસર વર્તાય નહીં. ઈશ્વરનો પાડ માનવો અને દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા રાખવી, જેથી આપણને ખુશીનો અનુભવ થઈ શકે. દયાભાવ, ચિંતન અને આધ્યાત્મિકતા એ ત્રણે બાબતો જીવનને સકારાત્મક બનાવે છે. સંબંધોનું મહત્ત્વ સમજવું અને સારાં કર્મો કરતાં જવું.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...