જીવન માણવા માટે ખુશ રહો અને ખુશ રહીને જીવન માણો!!!

 જીવન માણવા માટે ખુશ રહો અને ખુશ રહીને જીવન માણો!!!  

 

 

ઘણા લોકો આપણને સલાહ આપતા હોય છેઃ "તમે જે પણ કરો તેમાં ખુશ રહો," "તમારી પાસે જે છે તેનાથી ખુશ રહો," અથવા "તમે જીવિત છો તેનાથી ખુશ રહો." "ખુશ રહો હું તમારી સાથે વાત કરી રહ્યો છું".  

 

વાસ્તવમાં આપણામાંથી કેટલા લોકો ખરેખર બેસીને આપણા વ્યસ્ત જીવનમાં ઉપર કહેલી વાતોનો અમલ કરવાનો પ્રયાસ કરે છે?  

 

આજના વ્યસ્ત જીવનમાં ખરેખર જીવન જેવું લાગે એ માટે કેવી રીતે રહેવું અને કેવી રીતે ખુશ રહેવું એ શીખવા માટે સમય કાઢવો જરૂરી છે.  

 

આપણે પ્રકૃતિનાં વિવિધ રૂપ અને સ્વરૂપ જોઈએ છીએ. દરિયાનાં મોજાં કિનારે આવીને ક્ષણભર મોજ કરીને પાછાં જતાં રહે છેપતંગિયા એક મોરથી બીજા મોર સુધી ઉડ્યા કરે છે અને તેમની સુગંધ લઈને પાછા ફરે છે. પક્ષીઓ ખોરાક અને આશ્રય શોધવા માટે ઉડે છે અને દરેક પળે કુદરતના ભરોસે હોય છે. આમબહારનાં કોઈ પણ પરિબળ વગર તેઓ પોતપોતાનું ઈશ્વરદત્ત કાર્ય કર્યે રાખે છે.  

આપણે એ નોંધવું રહ્યું કે કુદરતની કોઈ પણ વસ્તુ ખુશી વગરની નથી. આપણે જ ખુશી શોધવા માટે બહાર ફાંફાં માર્યા કરીએ છીએ.  

અહીં એક પૌરાણિક વાત જણાવવા જેવી લાગે છે. રૂક્મિણી તો કૃષ્ણનાં અર્ધાંગિની હતાંપરંતુ એમને હંમેશાં રાધાની ઈર્ષ્યા રહેતી એવું નિરુપણ કરવામાં આવ્યું છે. રૂક્મિણી કૃષ્ણની જોડે હોવા છતાં રાધા સાથે તુલના કરીને દુઃખી થતાં એવું દર્શાવવામાં આવ્યું છે. આપણે મનુષ્યોએ આ ઉદાહરણ પરથી શીખવાનું છે કે કૃષ્ણ સાથેના સાયુજ્યમાં કેવી રીતે સુખી રહેવું. કૃષ્ણની પાસે હોવા છતાં જો આપણે દુઃખી રહીએ તો એનો કોઈ અર્થ નથી.  

થોડા વખત પહેલાં મારી મુલાકાત 35 વર્ષની એક યુવતીનાં માતાપિતા સાથે થઈ. એ યુવતી બોલવામાં થોડી થોથવાય છે. માતાપિતા એ બાબતે ચિંતિત રહે છે. વાસ્તવમાં યુવતી પોતાનું દરેક કાર્ય બહુ જ સારી રીતે કરે છે. એ પોતાના વ્યવસાયમાં પણ કુશળ છે. એને પોતાને કોઈ વાતનું દુઃખ નથીપરંતુ એનાં માતાપિતા વ્યથિત રહે છે. ખરી રીતે તો માતાપિતાએ કુદરતના નિર્ણયનો સ્વીકાર કરીને પોતાના સંતાન સાથે સામાન્ય વર્તન જ કરવું જોઈએ. કોઈ પણ શારીરિક અક્ષમતા ધરાવતાં બાળકો મોટાં થયા પછી પોતાની રીતે જીવી શકે છે. ઘણી વાર તેઓ સામાન્ય માણસો કરતાં વધુ સારી રીતે બધી વસ્તુનો સ્વીકાર કરતાં હોય છે. જીવનમાં વધુપડતા વિચારો કરવાને બદલે દરેક પળે ખુશીનો અનુભવ થાય એવી રીતે રહેવાનું મહત્ત્વ છે.  

ભગવાન કૃષ્ણની દરેક લીલા આપણને જીવન જીવવાનો બોધ આપે છે. કૃષ્ણલીલામાંથી કેટલું શીખવું એ આપણા પર નિર્ભર છે. કૃષ્ણને એમનાં તોફાનો બદલ ઠપકો આપનારા ગોકુળવાસીઓ મનમાં તો એમના પ્રત્યે પ્રેમ ધરાવતા હતા.  

આજકાલ આપણે બધા બૌદ્ધિક દૃષ્ટિએ વધુ જીવવા લાગ્યા છીએજીવનની નાની-નાની ખુશીઓને માણવાનું ભૂલી ગયા છીએ. આપણો મોટાભાગનો સમય કુદરતનું નિરીક્ષણ અને અવલોકન કરીને આનંદિત થવાને બદલે ટેક્નૉલૉજીની પાછળ વ્યતિત થાય છે.  

અહીં એક કિસ્સો યાદ આવે છે. બે મહિલાઓ મસાજ માટે પાર્લરમાં ગઈ હતી. એમણે મસાજનો આનંદ માણીને હળવા થવાને બદલે બીજાઓની કુથલીમાં સમય બરબાદ કર્યો. આ કિસ્સો મેં મારી સગી આંખે જોયેલો છે.  

ટૂંકમાંઆપણે સકારાત્મક અભિગમ અપનાવીને દરેક પળને ખુશીથી ભરી નાખવાની છે. કુદરત અને પ્રાકૃતિક વસ્તુઓમાં સુખની કમી નથીઆપણે એમની સાથે જેટલું વધુ તાદાત્મય સાધશું એટલાં વધારે સુખ-શાંતિ-ખુશી પ્રાપ્ત કરી શકીશું.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...