પ્રકૃતિ પાસેથી બેલેન્સ કરતા શીખવું જરૂરી
પ્રકૃતિ પાસેથી બેલેન્સ કરતા શીખવું જરૂરી
આજના ઝડપી વિકાસશીલ યુગમાં જ્યાં માણસ સતત ટેક્નોલોજી અને આધુનિકતાની દિશામાં આગળ વધી રહ્યો છે. આપણું વાસ્તવિક જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે અને તેનું સંતુલન જાળવવું જરૂરી છે. પ્રકૃતિના પંચતત્વ એટલે કે જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતીનું માનવ જીવનમાં આગવું મહત્ત્વ છે. કુદરતના આ પાંચ તત્વોથી જ મનુષ્યની રચના થઈ છે. હવા વગર વ્યક્તિ શ્વાસ લઈ શકતો નથી. જમીન વગર ખેતી અને જીવન નિર્વાહ અશક્ય છે. જો પાંચ તત્વોમાંથી એકેય તત્વનું સંતુલન બગડી જાય તો માનવ જીવનના અસ્તિત્વ પર જોખમ તોડાય તોડાશે. આ તત્વો વચ્ચેનું સંતુલન જ પ્રકૃતિનું સંતુલન છે. જ્યારે માણસ તેનો લોભ અને ખોટા વિકાસ માટે આ તત્વોની અણદેખી કરે છે, ત્યારે કુદરત પોતાનું સંયમ તોડે છે અને આપત્તિઓ સર્જાય છે જેમ કે ભૂકંપ, પૂરો, દુષ્કાળ, અને હવામાન પરિવર્તન. ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન અને અર્બનાઈઝેશનને કારણે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે. વૃક્ષોનો નાશ, વિજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને કાર્બન ઉત્સર્જનના કારણે ઓઝોન લેયરને પાતળી થઈ રહી છે. તેના કારણે માનવજાતને અનેક સ્વાસ્થ્યને લગતા જોખમોનો સામનો કરવો પડી શકે છે. જેમ જેમ મહાનગરો વિસ્તરતા જાય છે, તેમ તેમ કુદરતી તત્વો પર દબાણ વધે છે. શહેરોમાં ઓક્સિજનનો અભાવ, અવાજ અને વાયુ પ્રદૂષણ, અને ગંદકી વધતી જાય છે.
કુદરત આપણને વિનામૂલ્યે ઘણું આપે છે શુદ્ધ હવા, પીવાનું પાણી, ખાદ્ય પદાર્થો, ઔષધિઓ, અને જીવન જીવવાની ક્ષમતા. પરંતુ માણસ તેની આકાંક્ષાઓમાં પડતો જાય છે અને આ બધાનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે. માણસે જંગલો કપ્યા, નદીઓમાં કેમિકલ્સ નાખ્યા, અને હવામાનને બગાડ્યું. આવું કરવાથી કુદરત પ્રતિક્રિયા આપે છે. કુદરત એક માતા સમાન છે જે શરૂઆતમાં સહન કરે છે, પણ જ્યારે તેનો અત્યાચાર સહન કરવાની ક્ષમતા પૂરી થાય ત્યારે તે ઉગ્રરૂપ ધારણ કરીને વિનાશ સર્જે છે. તેથી પ્રકૃતિ સાથે સંતુલન જાળવવું જરૂરી છે. આ માટે વૃક્ષારોપણ કરવું. વૃક્ષ રોપવાનો અર્થ એ નથી કે ફક્ત વાવી લેવા. એનો ખરો અર્થ એ છે કે વૃક્ષ રોપીને તેને નિયમિત પાણી નાંખીને જાળવણી કરવી જોઈએ. વરસાદી પાણી સંગ્રહ કરવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગની પદ્ધતિનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી તરફ વળવું અને આપણી આગામી પેઢીને પણ પર્યાવરણનું મહત્ત્વ સમજાવીને તેનું સંવર્ધન કઈ રીતે કરી શકાય એનું જ્ઞાન આપવું જોઈએ.
આજના વિદ્યાર્થીઓ અને યુવાનોને પર્યાવરણ માટે સંવેદનશીલ બનાવવાની જરૂર છે. જો શિક્ષણમાં પર્યાવરણ વિષયને મુખ્ય ધારા તરીકે શામેલ કરવામાં આવે તો તે લાંબા ગાળે વધુ સારું પરિણામ આપી શકે છે. જો આજે આપણે જાગૃત થઈએ, અને પ્રકૃતિ માટે થોડું પણ યોગ્ય કરીએ, તો આજે ખરાબ થયેલી સ્થિતિને સુધારી શકીએ છીએ. માણસ અને કુદરત વચ્ચેની સહઅસ્તિત્વની ભાવના જાળવી રાખવી એ સમયની માંગ છે. દરેક પેઢીને, કે આ પૃથ્વી માત્ર આપણા માટે જ નથી, પણ ભવિષ્યની પેઢીઓ માટે પણ છે.મારી આ વાત સરળ ભાષામાં, પરંતુ ખૂબ જ ઊંડા અર્થ સાથે િવચારવા જેવી છે આપણે ઈચ્છીએ કે આપણાં સંતાનો અને પૌત્રો પણ આ જગતની સુંદરતા જોઈ શકે, તો આજે જ કુદરત માટે પગલાં લેવાની જરૂર છે.
Comments
Post a Comment