તમારી ક્રિયા પરિણામને પ્રભાવિત કરે

 તમારી ક્રિયા પરિણામને પ્રભાવિત કરે


જંગલના રાજા સિંહે અમારી આફ્રિકન સફારી દરમિયાન મારી નજર ખેંચી હતી.એનું વિશાળપન અને શક્તિ તો જાણીતી છે, પરંતુ જ્યારે તે ભૂખ્યો હોય ત્યારે તેની ક્રિયાઓમાં જે ઝડપી ગતિ હોય છે, તે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. તે જુથમાં ભેગા થાય છે, વ્યૂહરચના ઘડે છે અને ઝડપથી કાર્યો કરે છે, ભલે શિકાર નાનો હોય કે મોટો. પરંતુ જ્યારે તેને ભૂખ નથી હોય, ત્યારે તે એક શાંત રાજવીની જેમ વર્તે છે: આરામ કરે છે, સારી જમીન શોધે છે અને કોઈ પર વિચાર પણ નથી કરતો. પસાર થતા કોઈ માનવ કે પ્રાણી તેને ઝંઝાવાત નથી.

આમાંથી એક મહત્વપૂર્ણ તત્વ જાણવા મળે છે અને એ છે  યોગ્ય સમયે યોગ્ય પગલાં. સિંહ જાણે છે કે ક્યારે કામગીરી જરૂરી છે અને ક્યારે નહીં. આ જ માળખું આપણે પણ અપનાવી શકીએ, કારણ કે માનવજાત પાસે તો વિચારશક્તિ અને વિકલ્પો પણ છે. સિંહનાં જીવન માટે અન્ય જીવોનો શિકાર કરવો કુદરતી અને અનિવાર્ય છે, પરંતુ આપણને તો આહાર માટે અનેક વિકલ્પો મળ્યા છે. આજના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના પડકારોને જોતા, આપણને પણ આપણી જવાબદારી સમજવી પડશે અને સમયસર પગલાં લેવા પડશે.

તાજેતરમાં એક પુસ્તક વાંચતી વખતે મશીનો વિશેની મારી સમજ વધીને ચકિત થઇ ગઈ. માનવસર્જિત મશીનો – કેટલાં શક્તિશાળી! ક્રેનથી લઈ પરમાણુ પાવર સ્ટેશન સુધી, તમામ મશીનો પાછળ એક કલ્પના અને કાર્યરત વિચારશીલતા રહેલી હોય છે. કલ્પનાઓને હકીકત બનાવવી એ માનવ મગજની વિશેષતા છે. તો શું આપણે પણ સકારાત્મક કલ્પનાઓને લઈને મોટા પગલાં ભરવા ન જોઈએ?

પ્રકૃતિની વાત કરીએ તો, છોડ પણ આસપાસની પરિસ્થિતિઓને સમજવાનું શીખી જાય છે. તેઓ માટી, પાણી અને નજીકના છોડની ક્રિયાઓથી પોતાનું વર્તન બદલે છે. જો પાંદડા વગરનું એક તણખલ પણ અભ્યાસ કરે છે કે કઈ રીતે જીવવું, તો આપણો મનુષ્ય મગજ તો ઘણું વધારે કરી શકે. પરંતુ અફસોસ, આજે આપણે એ વિચારશીલતા સોશિયલ મીડિયા કે ખાલી ચર્ચામાં ગુમાવી દીધી છે. આઝાદ ઈચ્છા અને વિચારશક્તિ હોવા છતાં આપણે ફરજિયાત ક્રિયાની રાહ જોઇએ છીએ. શું ખરેખર જાદુ શક્ય છે, જો પ્રક્રિયા વિના ફળની અપેક્ષા કરીએ?

હકીકતમાં, અમારી ચિંતાઓ બરાબર છે આપણા દેશમાં ઘણા ફેરફારો ત્યાં સુધી થતા નથી જ્યાં સુધી આપણે યોગ્ય દિશામાં કાર્ય ન કરીએ. દંતકથાઓ, ગેરમાન્યતાઓ અને પરંપરાઓ બહુ વખત આપણને પાછળ ખેંચે છે. એક મિત્રએ જયારે બીજી દેશમાં કામ કર્યું ત્યારે તરત જ કહ્યું કે “અહીં બધું ડિજિટલ છે, પ્રક્રિયાશીલ છે અને સમય બચાવે છે.” પરંતુ અહીં, કારણ કે કોઈ ફરજ નથી કે બધું એવું જ હોવું જોઈએ, ઘણા લોકો પ્રયત્ન જ કરતા નથી.

આ ગતિવિહીનતા માત્ર વ્યવસાયમાં નથી, પરંતુ દરેક ક્ષેત્રમાં છે શિક્ષણ, કાનૂન, આરોગ્ય કે દાનકાર્ય હોય. એક શાળાની વાત યાદ આવે છે, જેમણે વિદેશી ભંડોળ માટે 2007માં અરજી કરી હતી, બધી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી પણ મંજૂરી નહોતી મળી. પરિણામે બાળકોનું શિક્ષણ અટવાઈ ગયું. છેલ્લે, ફોલો-અપ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો પછી, કામ આગળ વધ્યું. આ ઘટના માત્ર એક દાખલો છે કે જ્યાં સંસ્થાગત પ્રક્રિયાઓ ધીમી પડે ત્યારે વ્યક્તિગત પ્રયાસ અગત્યનો બની જાય છે.

અંતે, જવાબદારી આપણુ કર્તવ્ય છે. આપણે વધુ કર્મચારીઓને નોકરી પર રાખવા માટે ખર્ચ કરવા તૈયાર નથી. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ઈરાદો હોવા છતાં, વિશ્વાસનો અભાવ અને નિયંત્રણ ગુમાવવાનો ડર આપણા પગલાંને રોકે છે. આપણે કેવળ સિસ્ટમ પર આક્ષેપ કરીએ છીએ, પરંતુ આપણા પગલાં ચૂકી જઈએ છીએ.

મારા અનુભવો મને એ શીખવે છે કે દરેક પરિવર્તનની શરૂઆત આપણા અંદરથી થાય છે આપણા વિચારથી, આપણી ઈચ્છાશક્તિથી. આપણે નક્કી કરીએ ત્યારે બધું શક્ય છે શારીરિક તંદુરસ્તી, મેન્ટલ મજબૂતી, સંબંધોની સુધારણા કે સપનાની પૂર્ણતા. ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે, “યોગ્ય દિશામાં યોગ્ય કાર્ય અને ધર્મપ્રેરિત વલણ હોય તો બધું શક્ય છે.” આ જીવન એક ચક્ર છે તમારી ક્રિયા તમારા પરિણામને પ્રભાવિત કરે છે, અને પરિણામ તમારી ભવિષ્યની ક્રિયાને.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...