સાચું સુખ એટલે જીવાતી જિંદગીનો આનંદ માણવો
સાચું સુખ એટલે જીવાતી જિંદગીનો આનંદ માણવો
એક વાર કોઈએ કહ્યું હતું કે સુખ એટલે પોતાની જીવાતી જિંદગીનો આનંદ માણવો. તાજેતરમાં મારી મુલાકાત એક પરિવાર સાથે થઈ, જેમને બે પુત્રો છે. મોટા પુત્ર હવે યુ.એસ.એ.માં કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો તે માતા-પિતાની સાથે ભારત આવ્યો હતો. આ બાળક ખૂબ જ સંવેદનશીલ હતો. જોરથી અવાજ થતા તે અશાંત થઈ જાય છે અને જયારે ઘણાં લોકો સાથેમાં વાત કરે છે ત્યારે તે સમજવામાં હચમચાય છે.
માતાએ હંમેશાં બંને બાળકો માટે પોતાની ફરજ સંપૂર્ણ રીતે નિભાવી છે. જયારે મોટો પુત્ર પ્રથમ વખત અમેરિકામાં ગયો, ત્યારે કેટલીક મુશ્કેલીઓના કારણે માતા-પિતા સાથે જઈ શક્યા ન હતા. એ સમય બાળક માટે ખૂબ જ નિણૅાયક અને મુશ્કેલ રહ્યો. કોલેજમાં પ્રવેશ, રહેવા માટેનું સ્થાન શોધવું, બેન્કના કામકાજ જેવી ઘણી જવાબદારીઓ તેને એકલાએ સંભાળવી પડી. ભારત જેવા આશ્વાસક માહોલમાંથી એ રખડાતી દુનિયામાં એકલા પડતા તે હચમચી ગયો.
અહીં માતા-પિતા જે શોખથી બાળકોનું પાલન કરે છે, શું આપણે ક્યારેય પૂછ્યું છે કે શું બાળક ખરેખર જવા માગે છે? શું તે એવું જીવન સંભાળી શકશે? શું તેનું સુખ ત્યાં છે કે અહીં?
આજના દિવસે એ બાળક ન તો ત્યાં ખુશ છે, ન તો આરોગ્યમંદ. તે ઘરની, માતા-પિતાની અને ભારતીય ખોરાકની ઘણી યાદી કરે છે. ખાવું પણ ઊંચું-નીચું થયું છે અને ઊંઘ પણ ઓછી થઈ ગઈ છે. તંદુરસ્તી ઝાંખી પડી છે અને તેના કાનની સમસ્યા વધી ગઈ છે. એ બાળક, જે પહેલા એક સમૃદ્ધ અને સુખી પરિવારમાં રહેતો હતો, હવે પોતાનું સુખ ગુમાવ્યું અનુભવે છે.
આ વાત વચ્ચે પિતાએ કહ્યું, "રતન ટાટાએ પણ ૧૮ વર્ષની ઉમરે કારકિર્દી શરૂ કરી હતી." તેમણે ઉમેર્યું, "મારે તેને મોકલવાનો હેતુ હતો કે એ જીવનનો આનંદ માણે અને અનુભવ મેળવે." બાળકનો જવાબ સ્પષ્ટ હતો: "મારે ક્યારેય જવું જ ન હતું. મારું જીવન અહીં વધુ આરામદાયક હતું."
આજના સમયમા̀ ઘણાં માતા-પિતા સમાજમાં શું ટ્રેન્ડમાં છે તેના આધારે નિર્ણય લે છે. સૌ કોઈ વિદેશ જઈ રહ્યા છે, તો આપણું બાળક પણ જવું જોઈએ એમ વિચારવું શું આ એક પ્રકારની દોડ નથી?
મને લાગ્યું કે માનસશાસ્ત્રમાં કહેવાય છે કે જીવનમાં આપણે ૨૦% શાળા અથવા પાઠ્યપુસ્તકમાંથી શીખીએ છીએ અને ૮૦% આપણા આસપાસના પરિબળોમાંથી. દરેક બાળક અલગ હોય છે—તેનાં વિચાર, લાગણીઓ, સ્વપ્ન આપણી આસપાસના વાતાવરણ પર આધારિત હોય છે. આપણે બધાને એક જ માપદંડમાં કેમ તોલીએ?
જો કોઈ બાળક સ્પોર્ટ્સમાં સારું કરે છે, તો આપણે પણ આશા રાખી લઉં કે આપણું પણ કરે. કોઈ મોટી પર્સન્ટાઈલ લાવે, તો આપણું પણ લાવવું જોઈએ. એમાં પ્રેમ નથી, છે તો માત્ર તુલના. જ્યારે રતન ટાટા કે બીરલા જેવા ઉદાહરણ આપીએ છીએ, ત્યારે પહેલા આપણને પોતાને પૂછવું જોઈએ કે આપણે એવું કેમ ન બની શક્યા?
સુખ એ યાત્રા છે, મંજિલ નહિ. તે દરેક તબક્કે અનુભવવાનું હોય છે. જીવનમાં જે કરો તેનો આનંદ અનુભવવો એજ સાચું સુખ છે. બાળકોને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. તેઓ માટે સફળતા શામાં છે? પૈસામાં? નામમાં? કે અંતરમનના આનંદમાં?
આજના જ દિવસે મેં એક શાળામાં જવાનું થયું જ્યાં બહેરા બાળકો માટે જોશ ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ હિયરીંગ એડ્સ આપી રહ્યા હતા. આ વર્ષ ત્યાંના ૨૨ બાળકો દસમી ધોરણના પરીક્ષા માટે બેઠા હતા અને બધા પાસ થયા—બધાને ૬૦%થી વધુ માર્કસ મળ્યા. એ બચ્ચાઓની ખુશી વર્ણનાતીત હતી. બહુ મોટું કઈ નહોતું મળ્યું—પણ થોડી ચોકલેટ, ભેટો અને એ પ્રેમ, એ માન્યતા—એ તેમને પરમ આનંદ આપી ગઈ.
એક વ્યક્તિએ મને પૂછ્યું, "તમે એટલી વ્યસ્ત હોવા છતાં અહીં આવી ગયા?" હું કહ્યું, "હકીકતનું સુખ અહીં છે—આ બચ્ચાઓમાં. જે દરરોજ નવી લડાઈ લડે છે પણ હસે છે."
આ દુનિયામાં નેમ, ફેમ, જેલેસીની દોડમાં આપણે સચોટ સુખ ગુમાવી બેઠા છીએ. ભૂલીએ નહિ, અહીં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જશું. મને એ દિવસ યાદ આવે છે જયારે શાળામાં ટીચર હાથ પર સ્માઈલીઓ દઈ હંફાવતા. એ નાનું સ્મિત કેટલું આનંદ આપતું! આજે એ સંતોષ ક્યાં ખોવાઈ ગયો? મારી લાગણી એ છે કે ભગવાને મને શીખવ્યું છે: "હે ભગવાન, મને શાંતિ આપ કે જે હું બદલાવી ના શકું એ સ્વીકારી શકું, હિંમત આપ કે જે હું બદલાવી શકું એ બદલાવું, અને બુદ્ધિ આપ કે બંને વચ્ચેનો તફાવત જાણી શકું."
આ સમજણ જ સાચું સુખ આપે છે. અનેક મહાન વ્યક્તિઓએ જીવનના પડકારોને વળગી પોતાના શ્રેષ્ઠ સ્વરૂપે બદલાવી નાખ્યું છે. એવા પવિત્ર અવસર માટે હું આપણા ગુરુજનો આભાર માનું છું, જેઓ આપણને સાચા સુખનો માર્ગ બતાવે છે. હમણાં જ ગયેલ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિત્તે હું મારા તમામ ગુરુજનોનો આભાર માનું છું અને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા આપણને પ્રેરણા આપે અને જીવનમાં સાચું સુખ શોધવામાં મદદરૂપ બને.
Comments
Post a Comment