Spreading Positivity
|| સકારાત્મકતાનો પ્રસાર ||
કપરા સમયમાં પોતાની સકારાત્મકતા
કેવી રીતે ટકાવી રાખવી?
વ્યક્તિગત રૂપે હું
માનું છું કે આપણામાં સકારાત્મકતા હોય તો આપણે યોગ્ય દિશામાં વિચાર કરી શકીએ છીએ. આજના
આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ આપણા સમાજને અને દેશને રહેવા માટે એક ઉત્તમ સ્થળ બનાવવાની દૃષ્ટિએ એકતા
રાખીને કાર્ય કરવું પડશે.
હું દૃઢપણે માનું
છું કે આપણી આસપાસ 'સકારાત્મક તરંગો' ફેલાવવામાં સંગીત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણી સમૃદ્ધ હિન્દુ પૌરાણિક પરંપરામાંનું
'અષ્ટસખા' (કૃષ્ણના 8 મિત્રો અને ભક્તો)નું ઉદાહરણ હું અહીં સૌને જણાવવા માગું છું.
અષ્ટસખાઓ રાત્રે
સખા એટલે
કે મિત્ર તરીકે પૂજા (દર્શન) કરતા. ઉપાસના કરવાની તેમની રીત અનોખી હતી. તેમણે
રચેલાં 'કીર્તન' અને 'પદ' આપણા પૌરાણિક સંગીતનું એક સ્વરૂપ છે.
આ કીર્તન અને પદ અષ્ટસખાઓની
ભાવનાઓનું વર્ણન કરનારાં હોય છે. ભાવનાઓ માટે 'ભાવ' શબ્દ પ્રચલિત છે. શ્રી કૃષ્ણ પ્રત્યેના
ભાવની મદદથી તેઓ જીવનની મુશ્કેલીઓને સહન કરી શકતા હતા.
આપણે બધા પણ
પોતપોતાની સમસ્યાઓના હલ લાવવાની ક્ષમતા સાથે જન્મ્યા છીએ. સકારાત્મકતાની મદદથી
આપણે કઠિન સમયને સહન કરતાં અને તેમાંથી માર્ગ કાઢતાં શીખીએ છીએ.
કૃષ્ણમાં શ્રદ્ધા
રાખીને આપણે જીવનના આધ્યાત્મિક, માનસિક, ભાવનાત્મક અને શારીરિક પાસાંને સમજી શકીએ
છીએ. આપણે મનની મોકળાશ સાથે જિંદગી જીવી શકાય એ માટેના આવશ્યક ફેરફારો એ શ્રદ્ધાની
મદદથી કરી શકીએ છીએ.
કૃષ્ણ પ્રત્યેની
મારી શ્રદ્ધાને કારણે અને અષ્ટસખાનાં પદો સાંભળીને હું મારી ભક્તિની અભિવ્યક્તિ
કરી શકું છું અને તેના દ્વારા દિવસે ને દિવસે વધુ સારી વ્યક્તિ બનું છું.
આ બ્લોગની રચના
પાછળનો ઉદ્દેશ્ય સમાજની દરેક વ્યક્તિ સાથે મારી સકારાત્મક ઊર્જા વહેંચવાનો છે.
ચાલો, આપણે ભેગા મળીને સકારાત્મકતા ફેલાવીએ અને આ જગતના લોકોને મનુષ્ય તરીકે વધુ સારા
તથા વિચારપૂર્ણ બનાવીએ.
=============================================
Comments
Post a Comment